Book Title: Jain Kavio
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 11
________________ જૈનવિભાગ ગુજરાતી મહાકવિ શ્રી વીરવિજયજી - કવિવર્ય શ્રી વીરવિજયજી જૈન સમાજમાં એક મહા કવિ તરીકે સુપ્રસિદ્ધ છે. આ મહા કવિથી આબાલવૃદ્ધ ભાગ્યેજ કેઈ અજાયું હશે. તેમણે ગુજરાતી ભાષામાં પૂજાઓ, સ્તવને, ચેખલીયાં, રાસા આદી ગ્રંથ બનાવી પોતાનું નામ અમર કરેલ છે. ગુજરાતી ભાષાની પૂજામાં અસાધારણ ઝમક ભાવો અને જુદા જુદા રસો તેમણે એજ્યા છે. તેમની પૂજાઓ જૈન દર્શનને જ્ઞાતા એક બાળક પણ સહેલાઈથી-સરલતાથી ગાઈ શકે છે, સમજી શકે છે. તેમને જૈન સમાજમાં અંતિમ કવિ કહીએ તે પણ કાંઈ અતિશયોક્તિ ભરેલું નથી. તેમનું જન્મ સ્થળ ગુજરાતનું પાટનગર અમદાવાદ છે. તેઓ જાતે ઔદીચ્ય બ્રાહ્મણ હતા. પિતાનું નામ જગનેશ્વર અને માતાનું નામ વીજ કેરબાઈ હતું. તેમનો જન્મ ૧૮૨૯ માં વિજયા દશમીને દિન થયે હતો. તેમનું નામ કેશવરામ હતું. તેમને એક બહેન હતી. તેમનું નામ ગંગે હતું. કેશવરામનું ૧૮ વર્ષની ઉમરે દેહગામનાં રળીયાત બાઇ. સાથે લગ્ન થયું હતું. ત્યાર પછી થોડા વખતમાં તેમના પિતા મરણ પામ્યા. પિતાના ભરણું પછી કઈ કારણસર તેમને તેમની માતા સાથે કજીયો થ; પિતે રીસાઈ ઘર છોડી ચાલી નીકળ્યા. માતા તેમને શોધવા માટે નીકળી પરંતુ પુત્રને પતો ન લાગ્યો. પુત્રપ્રેમી માતાને બહુ આઘાત લાગ્યો અને પુત્રના શોકથી અંતે મૃત્યુ પામી. માતાનું મરણું અને ભાઈને વિયેગ આ માઠા સમાચાર સાંભળી તેમની બેન ગંગા પણ મૃત્યુ પામી. . . આ બાજુ કેશવરામ ત્યાંથી નીકળી જૈનના પવિત્ર અને સૌરાષ્ટ્રના શિરતાજ શત્રુંજયની યાત્રા કરવા ગયા અને ત્યાં જૈન મુનિશ્રી નવિજયજીના સમાગમમાં આવ્યા ( પેલેરા નજીક ભીમનાથ ગામમાં મળ્યા એમ પણ છે.) પાલીતાણે તેમની તબીયત લથડી અને ગુરુકૃપાથી શાંતી વળી તેથી તેમને તે ગુરુ (શ્રી શુભવિજયજી ) ઉપર અનન્ય શ્રદ્ધા બેઠી. પછી ગુરુ સાથે ત્યાંથી વિહાર કરી ખંભાત તરફ નીકળ્યા. રસ્તામાં કેશવરામની ઇચ્છા દીક્ષા લેવાની થઈ. તેના ખુબ આગ્રહથી પ્રેરાઈ શ્રી સુભવિજયજીએ વિર સં. ૧૮૪૮ માં ખંભાત પાસેના કે ગામડામાં દીક્ષા આપી. આ વાતની ખબર ખંભાતમાં શ્રાવકને પડી. તેઓ ત્યાં સામા આવ્યા અને ગુરુને બહુ ઠાઠમાઠથી પ્રવેશ કરાવ્યો. આ શુભ વિજયજીને શિષ્યને ભણાવવાની બહુ કાળજી હોય તેમ જણાય છે, કારણ કે દીક્ષા આપ્યા પછી તુરતજ ખંભાતમાં પાંચ વરસ સુધી તેમને ભણાવવાને ત્યાં રહ્યા અને શિષ્યને ખુબ કાળજી પૂર્વક ભણાવી પિતાના અમુલ્ય જ્ઞાનને વારસ શીષ્યને આપે (આ ઉપરથી સમજી શકાશે કે આગળના સાધુએ પિતાના શીષ્યોને પિતાના હાથે જ પડન પાઠન કરાવતા હતા. અત્યારે આ પ્રવૃતિમાં ઘણીજ મંદતા આવી ગઈ છે. જો કે ક્યાંક ક્યાંક આ પ્રકૃત્તિ ચાલુ છે. પરંતુ પૂર્વની પ્રવૃત્તિ તે અત્યારે શિથિલ છે એમ કહ્યા સિવાય તે નહી ચાલે.) - ગુરુએ ગ્યતા જોઈ શ્રીવીરવિજ્યજીને અમદાવાદમાં પન્યાસપદ– પંડિતપદ આપ્યું, અને ત્યાર પછી એટલે સં. ૧૮૬૭માં ફાગણ વદી ના દિવસે વીરવિજયજીના ગુરુ શ્રી શુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14