Page #1
--------------------------------------------------------------------------
________________
જનવિભાગ ૪ જૈન કવિઓ
( લેખક–આચાર્ય શ્રી મુનિ ન્યાયવિજયજી)
પ્રસ્તાવના. સુજ્ઞ પ્રમુખ સાહેબ, ભગિનીઓ અને ભાઇઓ,
મેં મારા આ નિબંધો સાહિત્ય પરિષદે નક્કી કરેલ નિબંધો પૈકી જેન નિબંધમાંથી જૈનાચાર્યો જેન રાજાઓ જૈન મંત્રીઓ અને જૈન દાનવીરે એ નિબંધ મારા વિષય તરીકે સ્વીકારી તે કામ મારી શક્તિ મુજબ કર્યું છે. જો કે આ કાર્ય મારા જેવા સામાન્ય અભ્યાસ કરતાં કોઈ બીજા વિશેષ અભ્યાસી સહિત્યપ્રેમી મહાશયે બહુ સુંદર રીતે કર્યું હત, તે પણ મહાપુરુષોનાં વચનાનુસાર એ મહાન નિયમને અનુસરી આ પ્રયત્ન કર્યો છે. હવે મેં લીધેલા વિષયમાંથી કેટલીએક મહાન વ્યક્તિઓની ટુંકાણમાં ઓળખાણ કરાવીશ.
પ્રાચીન કાળમાં જૈન ધર્મ અને જૈન પ્રજા ભારતવર્ષના દરેક પ્રદેશમાં ઉચ્ચ સ્થાને ભોગવતી હતી. કર્નલ ટોના કથન પ્રમાણે હિંદુસ્થાનના દરેક શહેર પ્રાયઃ જૈન ધનાવ્યોશ્રાવકેથી ગૌરવ ભર્યા શોભી રહ્યાં હતાં. પૂર્વમાં બંગાલ અને એરિસાથી માંડી પશ્ચિમમાં ઠેડ સમુદ્રના કાંઠા સુધી અને ઉત્તરમાં છેક હિમાલયથી માંડી દક્ષિણમાં છેક કન્યાકુમારી સુધી દરેક દેશો અને સુંદર સ્થાન, પવિત્ર જૈન તીર્થો અને ગગનચુમ્બી ભવ્ય મંદિરથી સુશોભિત હતાં. જૈન પ્રજાએ પિતાનાં તીર્થસ્થળો અને ભવ્ય મંદિર બંધાવવામાં જે અગણિત દ્રવ્યનો વ્યય કર્યો છે તેને નમુને હિંદુસ્થાનના ઈતિહાસમાં મળવો મુશ્કેલ છે બલ્ક અલભ્ય છે.
જૈનાચાર્યોના ઉપદેશથી જેવાં ભવ્ય આદર્શ સ્થાન ધનાઢય ધર્મપ્રેમી જૈન ગ્રહએ બંધાવ્યાં છે તેવાં ભવ્ય આદર્શ સ્થળે હિં દુરથાનના મોટા મોટા રાજા મહારાજાઓ પણ નથી કરાવી શક્યા એમ કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી.
પ્રથમ નાચાર્યોએ ભારતવર્ષમાં જે અગણિત ઉપકાર કર્યો છે તેની નાની આ સમય નથી. જૈનાચાર્યોએ ભારતવર્ષના દરેક પ્રદેશોમાં વિચરી આપણે ધર્મનું મૂલ-શ્રદ્ધાને ટકાવી રાખવાનું સતત કામ કર્યું છે. તેઓએ નિસ્પૃહપણે ઉધાડે માથે અને ઉઘાડે પગે ભારતવર્ષના શહેરે શહેર અને ગામે ગામડામાં વિચરી અનેક મનુષ્યોને ન્યાય અને નીતિના સુંદર ઉપદેશો પિતાની મનોહર વાણીમાં આપ્યા છે-હતા. તેઓના ઉપદેશમાં ભારતવર્ષના અન્ય સાધુમહાત્માની પે ભીક્ષા સિવાય કોઈ પણ જાતની પૃહા-ઈચ્છા કર્યા સિવાય પિતાના ઉચ્ચ ચારિત્ર દ્વારા અનેક મનુષ્યોને ઉત્તમ ચારિત્રવાન કયાં છે.
ભારતવર્ષને ઉન્નત બનાવવામાં જૈનાચાર્યોએ અથાગ પ્રયત્ન સેવ્યો છે. જેવી રીતે હિંદુથાનને ધર્મપ્રેમી અને દયા દેવીના પરમ ભક્ત બનાવવામાં તેમને મુખ્ય હિરો છે તેવીજ રીતે સંસ્કૃત, પ્રાર, આગધી, સૌરોની, પિશાચ, અપભ્રંશ, ગુજરાતી આદિ બાવા સહિ
Page #2
--------------------------------------------------------------------------
________________
જ કવિઓ વાનને સિંચી સિંચી નવવિકસિત બનાવવામાં પણ તેઓએ નિર્જન વનમાં રહી રહીને પણ અથાગ પ્રયત્ન સેવ્યો છે.
મહાન પ્રખર નિયાયિક આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર ૧૮૪૪ ગ્રંથના પ્રણેતા, શ્રીહરિભદ્રસૂરિ, અને કલિકાલ સર્વત્ર બાલબ્રહ્મચારિ પંડિતવર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વર જેવા ધુરંધર આચાર્યોની અથાગ સેવાથી ધન પ્રજાજ નહિ બલ્ક સમસ્ત આર્યાવર્ત ગર્વભર્યું હાસ્ય કરી રહ્યું છે. તેમાંથી સિદ્ધસેન દિવાકરે મહાન વીર વિક્રમની સભા શોભાવી હતી, આચાર્ય શ્રી બપ્પભટ્ટ સૂરિએ ગોપુર (વાલિયર ) ના મહારાજાની આમ સભા શોભાવી હતી. નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિએ ગુજરાતના મહારાજા ભીમદેવની સભા શોભાવી હતી. તેમજ બાલબ્રહ્મથારિ શ્રી હેમચંદ્રસૂરિશ્વરે ચક્રવતી કુમારપાલની સભા શમાવી હતી અને છેલ્લે જગદ્ગુરૂ શ્રીહીરવિજયસૂરીશ્વરે મોગલ કુલતિલક સમ્રાટ અકબર જેવા વિદેશી રાજ્યકર્તાની સભા શોભાવી અહિંસાના પવિત્ર મંત્રથી તેના હૃદયને કોમળ બનાવ્યું હતું.
આ સિવાય ઘણું જૈન સાધુ મહાત્માઓએ ભારતવર્ષમાં અહિંસાના પવિત્ર મંત્ર ફેલાવી ભારતવર્ષને નંદનવન બનાવવાનું મહત પુણ્ય ઉપાર્જન કરેલ છે. જેમાં તેમણે ભારતવર્ષની અથાગ સેવા કરી છે તેમ આપણી ભાષા સાહિત્યરૂપી બગીચાને પિતાની વાણી અને કલમ દ્વારા વિકસિત બનાવી સુંદર ફલોથી લચકતો બનાવ્યો છે.
આવી રીતે જૈન કવિઓએ પણ પોતાની સુંદર કલમથી સુંદર કવન કરી સાહિત્યને અપૂર્વ રીતે ખીલવ્યું છે. જે કદી સંસ્કૃત, પ્રાકૃત કે ગુજરાતી ભાષા સાહિત્યમાંથી જૈનોને ફાળો બાદ કરવામાં આવે તો બાકીનું સાહિત્ય નહિ જેવું જ થોડુંક જ રહેશે. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા, પાદર્શન શાસ્ત્રવેત્તા શ્રીહરિભદ્રસૂરિશ્વર તથા શ્રી હેમચંદ્રસૂરિશ્વરને
ઈને સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય રડે તેમ છે. જૈન સાધુમહાત્માઓનાં સુંદર કાવ્યો ઘણાં છે. પરંતુ હું લાચાર છું કે તેમાંથી કોઈ પણ સાધુ મહાત્માનું જીવનચરિત્ર–તેમના જીવનનાં નામ નિશાન પણ નથી મેળવી શક્યો. માત્ર પ્રખ્યાત કવિઓનાં પણ કવચિતજ જીવનચરિત્ર મળી શકે છે કે જેમાંના પ્રખ્યાત કવિઓમાં, કવિ શિરોમણી શ્રી હેમચંદ્રસૂરિશ્વર કે જેઓશ્રીનાં મહાકાવ્ય બે સાશ્રય, ત્રિષષ્ટિ તથા સાહિત્યમાં કાવ્યપ્રકાશની કક્ષાને કાવ્યાનુશાસન એક અદ્ભુત ગ્રંથ છે.
આ સિવાય જ્યન્તવિજય કાવ્યના કર્તા શ્રીઅભયદેવસૂરિ (બીજા) તથા શ્રીવર્ધમાન સૂરિ પણ મહાકવિ હતા કે જેમનું અત્યારે પ્રખ્યાત વાસુપૂજય ચરિત્ર કે જે ચરિત્ર કરતાં મહાકાવ્યની ગણતરીમાં પણ શ્રેષ્ઠ છે. આ બન્ને મહાત્માનાં જીવનચરિત્ર મને નથી મળી શક્યાં તેમજ શ્રીસમપ્રભસૂરિ કે જેઓ મહાન ગ્રંથકાર, પ્રસિદ્ધ આચાર્ય અને મહા કવિ તરીકે સુપ્રસિદ્ધ છે. તેઓશ્રીની સૂક્તમુક્તાવલી, વૈરાગ્યતરંગિણી તેમજ પ્રાકૃતમાં કુમારપાલ પ્રતિબંધ મહાકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. ગુ. વિ. આ. શ્રીજિનવિજયજી તેમને છેલ્લા પાકત કાવ્યના કર્તા તરીકે ઓળખાવે છે, તેમજ સપ્તસંધાન મહાકાવ્ય (કે જેમાં એકી સાથે સાત મહાપુરુષોનાં જીવનચરિત્ર શરૂ થાય છે.) ના કર્તા મહોપાધ્યાય શ્રીમેઘવિજયજી ગણી આ બંને મહાપુરુષોનાં જીવનચરિત્ર પ્રસિદ્ધ હોવાથી મેં નથી આપ્યાં. હું કવિઓનાં જીવનચરિત્ર બહુ ઓછાં મેળવી શકે છું તેમાં મુખ્ય દોષ મારે છે તો પણ ઘણું જૈન ગ્રંથકારે કે
Page #3
--------------------------------------------------------------------------
________________
૪૦
જેનવિભાગ
કવિઓએ પિતાને જીવનની રૂપરેખા પણ નથી આપી. માત્ર પોતાના ગુરુની પરંપરા જ ઘણાં આચાર્યોએ જણાવી છે કે જે પરંપરા ઉપરથી મૂળ વતન, માતપિતાનું નામ આદિ મેળવવામાં બહુ મુશ્કેલી પડે છે, બલકે ન મળી શકે એમ કહું તે પણ ચાલે. હવે માત્ર રહ્યા મહાકવિ ધનપાલ અને કવિ શિરોમણિ શ્રીશાભનાચાર્ય ( કે જેમનાં જીવનચરિત્ર ટુંકાણમાં મેં આપ્યાં છે ) કે જેઓ મહારાજા ભેજની સભાના પંડિતરન હતા અને ભનાચાર્ય તેના ગુરુ હતા. મહાકવિ ધનપાલની તિલકમંજરી કે જે “ બાણની કાદમ્બરી જ્યારે રસિક વાચકજમને લાંબા લાંબા સમાસે, લાંબા લાંબા વાકો અને અનૌચિત્ય વર્ણનથી કંઈક કંટાળો આપે છે ” ત્યારે તિલકમંજરી રસલુપી રસિક વાચકબ્રમરને ટુંકાં અને સરલ વા, ટૂંકા સમાસો અને ઉચિત વર્ણને સાથે ચેડા પઘથી સુંદર મધુને રસ આપે છે અને આ વિશે ટકર તેિજ પિતાની પ્રસ્તાવનામાં કરે છે. આ સિવાય ધનપાલ પંચાશિકા કે જેનાં વખાણ પ્રખર પંડિત હેમચંદ્રસૂરિશ્વરે પણ કર્યા હતાં. આ સિવાય બીજી પણું કૃતિઓ હોવી જોઈએ. તેમજ તેમના લઘુબંધુ શ્રીશાભનાચાર્ય કે જેઓ મહાન શીઘ્ર કવિ હતા તેમણે ગોચરી જતાં રસ્તામાં શોભનસ્તુતી બનાવી હતી કે જેના દ૬ લોક છે અને જે વર્ણાલંકાર શબ્દાલંકાર અને યમકથી ભરપુર છે. આવી જ રીતે સક્ષેત્રી રાસના કર્તા કે જેમને અત્યારે તે હું આધકવિ તરીકે ઓળખાવું છું. તેમજ ગૌતમ રાસના કર્તા શ્રી ઉદયવંત કે જેમનું ચરિત્ર હું નથી મેળવી શકો, તેમજ પ્રખ્યાત મહા કવિ શ્રી લાવણ્યસમય કે જેમનાં કાવ્યો વિમલપ્રબંધ આદિ ગુજરાતી સાક્ષરેથી અજાણ નથી તેઓશ્રીનું જીવનચરિત્ર પ્રખ્યાત હોવાથી મેં નથી આપ્યું. ત્યાર પછી શ્રાવક કવિ શ્રી ઋષભદાસ કે જેમનું જીવનચરિત્ર પાંચમી સાહિત્ય પરિષદુ ઉપર રા. મેહનલાલ દેશાઈએ રજુ કર્યું હતું. ત્યાર પછી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કે જેઓએ ગુજરાતી ભાષામાં બહુ સારાં કાવ્ય કર્યા છે જેમાં દ્રવ્યગુણપર્યાયને રાસ, શ્રીપાલરા ઉત્તરાર્ધ આદિ પ્રસિદ્ધ છે, તેમની ઓળખાણ ટુંકાણમાં મેં કરાવી છે. તેમજ તેમના કાકાગુરુ મહેપાધ્યાય શ્રીવિનયવિજયજી પણ બહુ સારા કવિ હતા. તેઓશ્રીને શ્રીપાલરાસ પૂર્વાર્ધ, વિનયવિલાસ આદિ પ્રસિદ્ધ છે. આ સિવાય મહાગીશ્વર આનંદધનજી પણ બહુ સારા કવિ હતા. ત્યાર પછી છેલ્લા મહાકવિ શ્રીવિરવીજય અને રૂપવિજયજી કે જેમાંના મહાકવિ શ્રીવીરવિજયજીની ઓળખાણ મેં કરાવી છે.
જૈન રાજાઓના વિષયમાં ચંપાપતિ શ્રેણીક અને વિશાલાને મહારાજા ચેડા (ચેટક) કે જેઓ પરમ કૃપાળુ શ્રી મહાવીર સ્વામીને સમકાલીન હતા. તેઓ પહેલાં બૌદ્ધ ધર્મ પાળતા પરંતુ પાછળથી શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત થયા હતા કે જેમની ઓળખાણ મેં કરાવી છે. આ સિવાય શ્રી મહાવીર સ્વામીના સમકાલીન ઘણું રાજાઓ હતા કે જેમાં ચંપાપતિ અશોકચંદ્ર (શ્રેણીકને પુત્ર અજાતશત્રુકોણક) કાશી અને કૌશલના નવમલીક અને નવગ્લેચ્છીક રાજાઓ, પુલાશપુરને વિજયરાજ, વિતભદ્રપટ્ટનને ઉદાયન જેણે મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને જૈન ગ્રંથોમાં જેને અંતિમ રાજર્ષિ તરીકે ઓળખાવ્યો છે. કૌશામ્બીને ઉદાયનવસ, ક્ષત્રિય કુંડનો રાજા નંદિવર્ધન (શ્રી મહાવીર સ્વામીના મોટાભાઈ) ઉજજયનીશ ચંડકત, હિમાલયની ઉત્તરે પૃચંપાના સ્વામી શાલ અને મહાશાલ, પતનપુરને પ્રસન્નચંદ્ર (તેણે મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને તે પણ
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈન કવિઓ
૪૧ રાજર્ષિ તરીકે ઓળખાય છે.) હસ્તીર્ષનો અદિનશગુ, ઇષભપુરનો ધનવાહ, વીરપુરને વિરકૃષ્ણમિત્ર, વિજયપુરને વાસવદત્ત, સૌગંધકને અપ્રતિહત, કનપુરને પ્રદીપચંદ્ર, મહાપુરને બલ, સુષપતિ અજુન, અને શાકેતપુરને રાજા દત્ત ઈત્યાદિ અનેક રાજાઓ શ્રી મહાવીર પ્રભુના સમયમાં મહાવીર ભક્ત-ચુસ્ત જૈન હતા. આ બધા રાજાઓની ઓળખાણ જૈન સૂત્રમાં કરાવી છે પરંતુ મને તે જોવાનો સમય નહિ મળવાથી હું આ રાજાઓની ઓળખાણ નથી કરાવી શકશે. આ સિવાય ત્યાર પછી બૌદ્ધ સમ્રાટુ અશોકને પૌત્ર ચક્રવર્તિ સંપ્રતિ (સંપઈ) મહાન ચુસ્ત જૈન રાજા હતા. તેણે જૈન દર્શનની ઉન્નતિમાં બહુ કીમતી મદદ આપી છે કે જેની ઓળખાણ મેં ટુંકાણમાં કરાવી છે. તેમ જ વીર વિક્રમ શ્રી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી ચુસ્ત જૈન થયો હતો. ત્યાર પછી બપ્પભટ્ટ સૂરિના ઉપદેશથી ગ્વાલીયરને આમરાજા જૈન થયો હતો. આ અને બીજા ઘણા જૈન રાજાઓ છે જેઓએ જૈન ધર્મની ઉન્નતિ પાછળ પોતાના રાજ્યની પણ દરકાર કર્યા સિવાય પુષ્કળ ફાળો આપ્યો છે. આ બધા મહારાજાનાં જીવન ચરિત્ર મને નથી મળ્યાં. સમય મળે જેન રાજએનાં જીવન ચરિત્ર આપવાની વૃત્તિ છે. છેલ્લે જૈન રાજા “મહારાજાધિરાજ પરમાત” કુમારપાલ કે જે શ્રીહેમચંદ્રસુરિશ્વરના ઉપદેશથી ચુસ્ત જૈન થયો હતો તે રાજર્ષિની મેં એાળખાણું કરાવી છે. '
જૈન મંત્રીઓમાં બુદ્ધિનિધાન શ્રી અભયકુમાર મંત્રી કે જેઓ શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા અને મહારાજા શ્રેણિકના મુખ્ય મંત્રી હતા, તેઓનું જીવન ચરિત્ર જૈન સમાજમાં બહુ હર્ષથી ગવાય છે. સમયે ગુર્જર સાક્ષને તેની ઓળખાણ કરાવીશ. આ સિવાય નવમા નંદના મહામાત્ય શકટાલ ( શકડાલ) મંત્રી (રથુલીભદ્રજીના પિતા) અને તેમને પુત્ર મહામંત્રી સિદ્ધિયક (શ્રીયક) તેમ જ ગુજરાતમાં વનરાજથી માંડી ઠેઠ વરધવલ સુધી ઓછાવત્તા પ્રમાણમાં જૈને એ મંત્રીપણું ભેગવ્યું છે. તેમાં મુખ્ય મંત્રીઓમાં વનરાજને. મંત્રી ચા કે જેણે ગુજરાતની ગાદી સ્થાપવામાં વનરાજને અણમોલી મદદ કરી હતી. ત્યારપછી ઓસવાલકુલતિલક શ્રી વિમલમંત્રી કે જેમની ઓળખાણ મેં કરાવી છે અને જેણે માળવાના ભેજની પ્રતિસ્પર્ધામાં ગુજરાતને ગર્વ બહુ સારી રીતે સાચવ્યો હતો અને જેમણે આબુનાં જગપ્રસિદ્ધ જૈન મંદિરો બંધાવી ગુજરાતને બલકે હિંદુસ્તાનને ગૌરવવાન બનાવ્યું છે, તેમ જ ગુજરાતને નાથ સિદ્ધારાજદેવના મહામાત્ય મુંજાલ કે જે પાકે મુસદ્દી અને મહાન ધો હતો અને ચુસ્ત જૈન હતો. આ સિવાય ઉદાયનમંત્રી, સૌરાષ્ટ્રને અધિપતિ સજજન તેમ જ તેને પુત્ર પરશુરામ, સિદ્ધારાજના ધર્મપુત્ર ચાહડ (ઉદાયન મંત્રીને પુત્ર) આદિ ચુસ્ત જૈન હતા. તેઓ અહિંસાના પરમ ઉપાસક હતા છતાં તીણ કલમની માફક હાથમાં ઉઘાડી તરવાર લઈ રણાંગણમાં વીર યોદ્ધાની માફક લડ્યા હતા અને ગુજરાતનું ગૌરવ સદાને માટે ટકાવ્યું હતું.
કુમારપાલનો મંત્રી વાલ્મટ, બાહડ, આદ્મભટ આદિ પણ ચુસ્ત જૈન હતા. તેમણે શત્રુંજયતીર્થના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો હતો. આ સિવાય વરધવલના મંત્રી વસ્તુપાલ તેજપાલ પણ પ્રસિદ્ધ છે કે જેમની ઓળખાણ મેં ટુંકાણમાં કરાવી છે. તેઓએ ગુજરાતની ઓલવાઇ જતી વરતાને સતેજ બનાવી હતી-કરી હતી. આ બન્ને ભાઈઓ
Page #5
--------------------------------------------------------------------------
________________
૪૨
જનવિભાગ
ચુસ્ત જૈન હતા અને યુદ્ધવિશારદ પણ હતા. તેમણે આબુમાં લાખો રૂપિયા ખર્ચા હિંદુસ્તાનની શિલ્પકળામાં એક મંદિર કરાવ્યાં છે. આ સિવાય મેગલ સમ્રાટ અકબરના મંત્રી ટોડરમલ અને કર્મશાહ પણ પ્રસિદ્ધ છે જેમાં ટોડરમલ મુસદ્દી મંત્રી અને વીર
ધે હતો. તેણે જ અકબરના સમયમાં ખેતરોની માપણી કાઢી હતી કે જે માપણી થોડા ઘણું ફેરફાર સાથે હજુ પણ ચાલુ છે. લંબાણના ભયથી હું બધા મંત્રીઓનાં જીવન નથી આપી શકો. ધીમે ધીમે તેમની પણ ઓળખાણ કરાવીશ.
હવે છેલ્લે જૈન દાનવીર સંબંધે ટુંકાણમાં કહી હું વિરમીશ. જૈન દાનવીરોની ઓળખાણ કરાવવી એ તો સૂર્યને દીપકવડે એાળખાવવા સરખું છે.
જૈનોની દાનવીરતા ઘણે સ્થલે પ્રસિદ્ધ છે. જૈનધર્મના સિદ્ધાતિ જ એવા ઉદાર છે કે જેમાં દરેક મનુષ્યએ થોડે ઘણે અંશે ઉદાર બનવું જ જોઈએ. તેઓએ હરકઈ રીતે શક્તિ પ્રમાણે દરરોજ થોડું ઘણું દાન આપવું જોઈએ. જૈન રાજાઓએ, મંત્રીઓએ અને જૈન શેઠીયાઓએ અનેક સ્થળે અઢળક પૈસો ખચ પિતાની દાનવીરતા બતાવી છે. તેમાંય મંદિર પાછળ, જૈન દર્શનની ઉન્નતિ પાછળ અને દેશના રક્ષણ માટે ભયંકર દુષ્કાળમાં લગાર પણ આંચકે ખાધા સિવાય પુષ્કળ પૈસો ખચ પિતાની દાનવીરતા કાયમ રાખી છે. તેમાંના ઐતિહાસિક દષ્ટિએ મહમ્મદ બેગડાના સમયમાં ૧૩૧૫ ના ભયંકર દુષ્કાળમાં ગુજરાતના દાનવીર શેઠ એમાહોડલીયે પિતાની ઉદારતાથી ગુજરાતમાં દુષ્કાળને બદલે સુકાળ જેવું કરી પિતાનાં બીરૂદ સાચવ્યાં હતાં.
તેમજ કચ્છભદ્રેશ્વરના શેઠ જગડુશાહે ( ગુજરાતના કુબેર ભંડારી) પણ ભયંકર દુષ્કાળના સમયમાં આખા હિંદુસ્તાનને મદદ કરી કાળના મુખમાંથી ઘણું મનુષ્યોને બચાવ્યા હતા. તે વખતના હિંદના પ્રખ્યાત રાજા મહારાજાઓને પણ તેણે પિસ અને દાણા આપી બહુ મદદ કરી હતી. આ ગુજરાતના કુબેર માટે ઘણું ઘણું કહેવાનું છે પરંતુ સમય ન હોવાથી વિશેષ કંઈ નથી લખતે. તેને માટે કહેવાય છે કે જ્યારે આ દાનવીર શેઠ મરણ પામ્યા ત્યારે હિંદુસ્તાનની પ્રજાએ અને રાજા મહારાજાઓએ તેના ઉપકારે સંભારી ઘણું દિવસ સુધી શોક પાળી તેના મરણ પછી આજે ખરો કળીયુગ માન્યો હતો. અત્યારે પણ જૈનેની દાનવીરતા કંઇ ઓછી નથી. છેલ્લે થયેલા શાંતિદાસ, શેઠ પ્રેમચંદ રાયચંદ અને મોતીશા શેઠ આદિની દાનવીરતા કાંઈ અપ્રસિદ્ધ તેમ ઓછી નથી. તેમજ ૧૮૫૬ના દુકાળમાં અને ૧૯૭૪-૭૫ ના ઈન્ફલ્યુએન્ઝામાં પણ કંઇ જૈનેની સેવા કે દાનવીરતા ઓછી નહોતી. તેમ જ અત્યારે પણ કચ્છના એક ગૃહસ્થે કચ્છમાં દુષ્કાળમાં ૫૦૦૦૦ રૂ. જેટલી રકમની ઉદારતા બતાવી છે. ખરેખર એવા પ્રસિદ્ધ અપ્રસિદ્ધ દાનવીર ગૃહસ્થને સદાને માટે અમારા અભિનંદન છે.
મેં આ નિબંધમાં મુખ્યપણે નીચેના ગ્રની મદદ લીધી છે. કલ્પસૂત્ર, ચતુર્વિશતી પ્રબંધ, વિમલપ્રબંધ, પ્રબંધચિંતામણી, જેનઐતિહાસિક રાસમાળા ભા. ૧, વીરવંશાવલી (જૈનસાહિત્ય સંશોધકમાંથી ). જૈન ધર્મને ઇતિહાસ, તપગચ્છની પટ્ટાવલી, જૈન કેન્ફરન્સ હેરલ્ડને દિવાળીને અંક, પુરાતત્ત્વ અને આત્માનંદ પ્રકાશ માસિક આદિ ઘણા ગ્રંથો અને નિયતકાલિકેની મદદ લીધી છે, તેટલે અંશે તેમને હું આભારી છું.
Page #6
--------------------------------------------------------------------------
________________
મહાકવિ ધનપાલ
૪૩
મહાકવિ ધનપાલ
વિક્રમના તેરમા સૈકામાં જૈન સાહિત્યનો સૂર્ય ગગન મળે ઉપર ચડે. જૈન સમર્થ કવિઓ ભારતવર્ષના ભૂષણરૂપ વિદ્યમાન હતા. તેઓમાં મહાકવિ ધનપાળ અને શોભન મુખ્ય હતા. તેઓ બંને ભાઈ થતા હતા. તેઓ ઉદારચરિત ભોજ રાજાના સમયમાં થઈ ગયા. ધનપાળની કાવ્ય ચમત્કૃતિ અભુત હતી. તેણે જૈન ધર્મના ઘણું ગ્રંથો રચ્યા છે. તેના દરેક ગ્રંથમાં તેની બુદ્ધિનું ચમત્કાર ભરેલું ચાતુર્ય પ્રકાશી નીકળે છે. ધનપાળની કવિતામાં કોઈ અનેરા એજિસ સ્થળે સ્થળે ઝબકી રહેલ છે. તેની અદ્ભુત પ્રતિભા, તેની લોકોત્તર કવિત્વશક્તિ આદી ગુણે તેના કાવ્યના વાચકને રસમન બનાવી દે છે. ભોજરાજ સંસ્કૃત સાહિત્યનો અતિ પ્રેમી હતા. તે સ્વયં સારો કવિ પણ હતું. તેની સભામાં આર્યાવર્તના બધા ભાગોમાંથી કવિઓ અને વિદ્વાનો આવતા અને પોતાનું પાંડિત્ય પ્રદર્શન કરી રાજા અને સભાજનોનું ચિત્ત આકર્ષણ કરતા. રાજા પણ તેમને યોગ્ય સત્કાર આપી પ્રજાનું મનરંજન કરતો. તેના આશ્રય હેઠળ સંખ્યાબંધ કવિઓ વિદ્વાનો રહેતા અને સાહિત્યની સેવા કરી યશોરાશિને મેળવતા. મહાકવિ પદ્મનાભ વિદ્વાનની સભાને પ્રમુખ હતા અને ભજનો ગાઢ પ્રેમી હતા. બાલ્યાવસ્થાથી ભેજ અને ધનપાલ મિત્ર હતા. ધનપાળના પ્રખર પાંડિત્ય ઉપર મુગ્ધ થઈ મુંજરાજે તેને જ “સરસ્વતીનું ગૌરવસૂચક બિરૂદ આપ્યું હતું. ધનપાલ પ્રથમ વૈદીક ધર્માવલંબી હતો અને પાછળથી તે જૈન ધર્માવલંબી થયો હતો. તેનું જન્મ સ્થળ ધારાનગરી હતું. તેના પિતાનું નામ સર્વદેવ હતું અને તે પણ ચુસ્ત બ્રાહ્મણ હતો. એક વખત ધારાનગરીમાં પ્રસિદ્ધ વિદ્વાન શ્રી મહેન્દ્ર સૂરિ પધાર્યા અને તેમને ઉપદેશ સાંભળવા સર્વદેવ દરરોજ આવતા ૧. પછી અમુક કારણસર તેણે પોતાના પુત્ર શોભનને શ્રી મહેન્દ્ર સૂરિને વહોરાવ્યો. જો કે આ કામ શોભનની ઈચ્છાથી જ થયું હતું પરંતુ ધનપાલને ખોટું લાગવાથી તેણે ભોજરાજાને કહી ધારાનગરીમાં સાધુઓને આવવાને રસ્તો જ લગભગ બંધ કરાવ્યો.
બીજી બાજુ ધનપાલન ભાઈ શબને દીક્ષા લઇ પોતાના ગુરુ પાસે અભ્યાસ કરી પ્રખર વિદ્વાન થયા. તેમના ગુરુએ તેમની ગ્યતા જોઈ આચાર્ય પદવી આપી. હવેથી શેભમુનિ શોભનાચાર્યના નામથી પ્રસિદ્ધ પામ્યા. તેમની વક્તત્વ શક્તિ બહુ અસાધારણ હતી. તેમની શકિતની કીર્તિ દેશદેશ ફેલાવા લાગી. ધારાનગરીના જેન સંધે પણ તેમનો આ કિર્તિનાદ સાંભળ્યું. તેમને ઈચ્છા થઈ કે શોભનાચાર્ય અત્યારે પધારે તો સારું. તેમને વિનંતિ કરવાને માટે સંધના શેઠીને તેની પાસે મોકલ્યા. શોભાનાચાર્ય ગુરુ આશા લઈ ધીમે ધીમે ત્યાં આવ્યા. શોભન મુનિની અસાધારણું વકત્વ શક્તિથી ધારા
૧ જૈન સમાજમાં આને માટે એક દતકથી ચાલે છે પરંતુ મને તેમાં વજુદ નહિ લાગવાથી મેં સ્થાન નથી આપ્યું. કેટલાએક લકે તેને મહત્વની ગણે છે પરંતુ કદાચ આમ પણ બન્યું હોય કે એક વાતમાં બીજી વાતને કેળભેળ થઈ ગયો હોય કે જેથી, વાચકને કે લેખકને માન્ય ન થાય..
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈનવિભાગ નગરીની પ્રજામાં નવચેતન આવ્યું. એક વખતે તેમના શિષ્યો શ્રી ધનપાલને ત્યાં પહેરવા ગયા. (ધનપાલને લાંબે વખતે ષ ઓછો થઈ ગયો હતો તેથી જ તેમના ભાઈ જૈનમુનિ ત્યાં આવી શક્યા હતા) ધનપાલ નહાતો હતે. ઘરમાં તેની સ્ત્રીએ દહીં લાવી વહેરાવા માંડ્યું ત્યારે તેમણે પુછયું. કેટલા દિવસનું છે? ત્યારે તેણે કહ્યું કે ત્રણ દિવસનું દહીં છે. ત્યારે તેમણે કહ્યું કે સાધુને તે લેવું યોગ્ય નથી, કારણ કે તેમાં જીવ પડી જાય છે. ધનપાલ આ સાંભળી કાંઈક આશ્ચર્ય પામ્યો અને કાંઈક મશ્કરી જેવું લાગ્યું. તેણે કહ્યું કે આપ શા ઉપરથી એમ કહો છો ? ત્યારે તેમણે કહ્યું કે તમને પ્રત્યક્ષ દેખાડીએ પછી વાં નથીને ? તેમણે અળતાનો રંગ મંગાવી દહીંમાં નાંખે કે જેથી અંદર રહેલા જીવો પ્રત્યક્ષ દેખાવા લાગ્યા. ધનપાળે આશ્ચર્ય સાથે પિતાની ભૂલ કબુલી મુનીઓને ભક્તિથી પુછયું કે આપના ગુરુ કોણ? ત્યારે તેમણે કહ્યું કે અમારા ગુરુ શ્રી શોભનાચાર્યું છે. બીજે દિવસે ધનપાલ તેમની પાસે આવ્યો શોભનાચાર્યને પૂર્વ ભ્રાતૃપ્રેમ એકદમ ઉભરી આવ્યો અને એકદમ ઉઠી તેને પ્રેમથી ભેટયા. ધનપાલની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં. પોતાની ભુલ માટે માફી માગી. ઉદાર દીલના શોભનાયાયે તેને માફી આપી. પછી બને ભાઈએ ખુબ ધર્મચર્ચા કરી. અંતે ધનપાળે પિતાના ભાઈનાં વખાણ કરતાં કહ્યું કે ભાઈ તેં તારું સુધાર્યું. આ પવિત્ર સત્ય સનાતન ધર્મ અંગીકાર કરી તારા જીવનને સાર્થક કર્યું અને આપણું કુળને તેં તાર્યું. ધનપાળને શોભનાચાર્ય ઉપર અનન્ય પ્રેમ ઉત્પન્ન થયે ધીમે ધીમે તેણે જૈન સિદ્ધાંતને અભ્યાસ તેમની પાસે શરૂ કર્યો. તેણે સંસર્ગથી શ્રી મહેન્દ્ર સરી પાસે જૈન ગાધ્ય દીક્ષા અંગીકાર કરી. ધનપાળના આમ એકાએક ધર્મ પરિવર્તનથી વૈદિક ધર્મમાં ચુસ્ત ભોજને કાંઈક આશ્ચર્ય થયું અને વારંવાર ધનપાળ સાથે જૈન ધર્મ વિશે વાદવિવાદ કરતા. પરંતુ જૈન દર્શનમાં નિષ્ણાત પામેલા ધનપાળની યુક્તિઓ સાંભળી મહારાજા ભોજને કાંઇક નમતું આપવું પડતું-બલ્ક નિરતર થતો. વખતના વહેવા સાથે રાજાને આગ્રહ કાંઈક મંદ થયે. તે જૈન સાહિત્ય ઉપર સદભાવ ધરાવવા લાગે. ધનપાલ પણ પિતાના ગુરુ શ્રી મહેન્દ્ર સૂરિ પાસે અભ્યાસ કરી જૈન દર્શનનો પાશ્વા થયો. ભેજરાજા પણ સ્વયં પંડિત અને તત્ત્વજ્ઞ હોવાથી સ્વધર્મ-વૈદિક ધર્મમાં નિષ્ણાત હતો. જૈન ધર્મના વિશેષ પરિચયના અભાવે જૈનના સ્યાદ્વાદથી તે અજાણ હતું. હવે તેને તે જાણવાની ચિ થઈ અને કવિએ તે ઈચ્છા પુરી પણ કરી છે. ( કવિએ તેની ઇચ્છાથી પ્રેરાઈને જ તિલકમંજરીની અદ્દભુત કથા રચી હતી) હવે આપણે તેમની ઇતિ તરફ વળીએ. કવિએ પિતાની પછવાડે અસાધારણું મૌલીતાવાળાં ત્રણ રત્નો મુક્યાં છે જે આઠ આઠ શતાબ્દિ થઈ ગઈ છે છતાં હજી જવલંત ભાવે શોભી રહેલ છે. તેમાં તિલકમંજરી, ઋષભપંચાશિકા અને પાયેલછીનામમાલા (કેશ, આ કેશ પ્રાપ્ત છે). શોભનસ્તુતિ ઉપર ટીકા પણ તેમણે રચી છે. તે બધામાં તિલકમંજરી એક અદ્ભુત ગધમય મહાકાવ્ય છે. તેમાં કવિનું અસાધારણ પાંડિત્ય સ્થળે સ્થળે પ્રકાશી રહેલ છે. તિલકમંજરીની રચના બાણની કાદંબરી જેવી વિસ્તૃત આખ્યાયિકાના રૂપમાં બનેલી છે. પાત્ર અને વસ્તુ કવિએ કલ્પેલાં હોવાથી તે સંસ્કૃત સાહિત્યનું અદ્ભુત પુસ્તક કહી શકાય. સુબંધુની વાસવદત્તા, દંડિનું દશકુમાર, વિક્રમની નલકથા અને બાણની કાદંબરીમાં ઘણે ફેર છે. ગુલાબના કંટક સમાન કાદંબરીનાં લાંબાં વાકયો રસપ્રવાહમાં આઘાત પહોંચાડે છે, ત્યારે ધનપાલની તિલકમંજરી કામધુ લોલુપ રસિક ભ્રમરોના ચિત્તવિવેદ
Page #8
--------------------------------------------------------------------------
________________
મહાકવિ ધનપાલ
માટે ઋતુનાં પુષ્પોથી સુગંધિત અને નવનવા રસથી પૂરિત કમનીય કાવ્ય છે. સાથે વચ્ચે વચ્ચે ઉપયોગી કે આપી તેની શોભામાં એર વધારે કર્યો છે.
આ કવિને માટે પ્રભાવક ચરિત્રકાર કહે છે કે રાજ ના ઘોટિ કfજતા જવવા . આમાં સહૃદય વાચકને અતિશયોક્તિને લેશ પણ માલુમ નથી પડત. શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રખર વિદ્વાન પણ ધનપાળની મુક્તકઠે સ્તુતિ કરી તેનું ગૌરવ-મહત્તા બતાવી ગયા છે. આવી રીતે કાવ્યાલંકાર આદિ ગ્રંથમાં ગદ્ય કાવ્યના ગ્રાનાં નામ આપતાં પ્રથમ નામ ધનપાલની તિલકમંજરીનું છે. ધનપાળની તિલકમંજરી જૈન
વેતામ્બર સાહિત્યસાગરમાં એવું અદ્ભુત રત્ન છે કે જેની કીર્તિને અન્ય સંપ્રદાયના દિગંબર જેવા આગ્રહી સમાજના વિદ્વાને પણ નમસ્કાર કરે છે. અને તેની આવી અનન્ય કીર્તિ-અસાધારણ કીર્તિ જોઈ તેના ઉપર મુગ્ધ થઈ પિતાના સામાજિકોને લાભ આપવા પ્રશંશનીય પ્રયત્ન કરી તિલકમંજરી સાર પુસ્તક રચી (વેતાંબરોમાં પણ દિગંબરીને તિલકમંજરી સાર જે તિલસ્પંજરી સાર ગ્રંથ રચવામાં આવ્યો છે, સ્પર્ધાથી પણ એક રીતે સાહિત્ય તે વધ્યું જ) કર્તાના વિષયમાં પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે. પ્રબંધચિંતામણીકાર કહે છે કે –
_ वचनं श्री धनपालस्य चंदनं मलयस्य च
सरसां हृदि विन्यस्य का भून्नामनिवृतिः॥
૧. તિલકમંજરીની ઉત્પત્તિ માટે જૈન સમાજમાં એક દંતકથા પ્રચલિત છે અને તે બહુ રસિક હોવાથી તેને અહીં ટાંકવાની લાલસા હું રેકી શક્તિ નથી. આના સંબંધમાં જૈન ઈતિહાસ લેખકે જણાવે છે કે-ભેજરાજાએ કેટલા દિવસ સુધી ધનપાલકવિને અનુપસ્થિત જોઈ એક દિવસ તેનું કારણ પુછતાં કવિએ જણાવ્યું કે હું આજ કાલ એક તિલકમંજરી નામની અસાધારણ કથા રચું છું. (આ ઠેકાણે સચવા સત્તતિ ના લેખકે ભરતરાજસ્થાનું તથા ઉપદેશપ્રાસાદમાં ગુજરાત્રિ નું નામ - આપેલું છે) તે કાર્યની અંદર વ્યગ્ર મનવાળો હોવાથી નિયમિત સમયે આપની સભામાં હાજર થઈ શકતો નથી. રાજાએ વાત સાંભળી પિતાને તે કથા સંભળાવવા કવિને આગ્રહ કર્યો. કવીશ્વરની વિનંતિથી રાજા નિરંતર પાછલી રાત્રીએ તે કથા સાંભળત (તે સમય બહુ રમણીય હવાથીજ રાજા તેમ કરતે, નહિ કે રાજકાર્યના અભાવને લીધે એમ સમ્યકત્વ સપ્તતિકાકાર કહે છે) કથા સાંભળતી વખતે રાજા કથાના પુસ્તક નીચે સુવર્ણ પાત્ર એવા આશયથી રાખતો કે રખેને કથામૃત વહી ન જાય. સંપૂર્ણ કથા સાંભળ્યા પછી રાજા અતિ આનંદિત થયો. કથાની સર્વોત્કૃષ્ટતાએ રાજાનું મન બહુ આકર્ષે. આ કથાની સાથે મારું નામ અંક્તિ થાય તો યાવચંદ્રદિવાકર મારે યશ આર્યાવર્તની પવિત્ર ભૂમિપર અખંડિત રહે એવી અસહુ અભિલાશાને વશ થઈ રાજા કવિને કહેવા લાગ્યા કે કથાના નાયકને સ્થાને મારું નામ, અધ્યા નગરીને ઠેકાણે અવંતીનું નામ, એને શક્રાવતાર તીર્થને ઠેકાણે મહાકાલનું નામ દાખલ કરે તે બહુ માન, ધન, અને ઈચ્છિત વર પ્રદાન કરું. રાજાની
વિ. ૬, ૭.
Page #9
--------------------------------------------------------------------------
________________
જેનવિભાગ મહા કવિ શેભનાચાર્ય જેમ ધનપાલ અસાધારણ કવિ હતા તેમ તેના નાનાભાઈ ભનાચાર્ય પણ અસાધારણ કવિ હતા. તેઓશ્રી કૃત શોભનસ્તુતિ વિદ્યમાન છે. તે સ્તુતિ બહુ કઠણ છે. જે કદી તેની ટીકા થા ટીપણ ન હોય તે તેને અર્થ કરતાં વિદ્વાનેને લગાર વિચાર કરાવે તેવી છે. તેમાં તેમણે એક અદ્ભુત ખુબી કરી છે. દરેક ક્ષેકનું બીજું અને એથું પદ સમાન છે. છતાં અર્થમાં અસાધારણ નવીનતા છે આપણે તેને માટે ચેડા છુટા છુટા લોકે જોઈશું તે અસ્થાને નહિ કહેવાય.
भव्यां भोजविबोधनैक तरणे विस्तारि कर्मावली रंभा सामज नाभिनंदन महा-नष्टा पदा भासुरै। भक्त्या वंदित पादपद्म विदुषां संपादय प्रोज्झिताम्
रंभासामजनाभिनंदन महानष्टा पदा भासुरै ॥ અથ–
ભવ્યાત્મારૂપી કમલેને વિકાસ પમાડવામાં સૂર્ય સમાન અને વિસ્તાર પામેલી કર્મની પંક્તિરૂપી કેળને માટે તે હસ્તિ સરખા ( હસ્તિને કેળ ભાગતાં જેટલી વાર લાગે તેટલી વારમાં કર્મના વિસ્તારને તેમણે હણ્યાં-હઠાવ્યાં છે ) અને મેટી નાશ પામી ગઈ છે આપત્તિ-દુઃખ જેને અને કાતિના સમૂહવડે કરીને શોભતા, દેવડે કરીને પુજાયેલા છે ચરણકમળ જેના, એવા અને પ્રકાશ રીતે તજ્યા છે સાવધ આરંભ (સાવધ એટલે પાપ સહિત આ અનુચિત પ્રાર્થના સાંભળી કવીશ્વર બેલ્યો કે શ્રેત્રીઓના હાથમાં રહેલો અને પવિત્ર જળથી ભરેલો પૂર્ણ કુંભ જેમ મદ્યના એક બિંદુથી અપવિત્ર થઈ જાય છે તેમ ઉપર્યુક્ત નામના પરિવર્તનથી સંપૂર્ણ કથાનું વિત્યે નષ્ટ થઈ જાય છે અને તેના પાતકથી કુલ, રાજ્ય અને રાષ્ટ્રનો નાશ થાય છે. માની રાજાએ આ ઉત્તર સાંભળી શુદ્ધ થઈ પાસે પડેલી ભડભડતી અંગારાની સગડીમાં મુખતાને વશ થઈ તે પુસ્તક બાળી નાખ્યું. રાજાના એ દુષ્ટ કૃત્યથી કવીશ્વર બહુ ખિન્ન થયો. પિતાને સ્થાને આવી નિશ્વાસ નાખતો એક જુના ખાટલામાં બેઠો. કવિને સાક્ષાત સરસ્વતી સરખી એક નવ વરસની તિલકમંજરી સુંદર બાળા હતી, તેણે પિતાને પિતાને કાર્યશન્ય, ખિન્નમનસ્ક જોઈ તેનું કારણ પુછયું. પુત્રીના અત્યાગ્રહને વશ થઈ કવિએ કથાના વિષયમાં બનેલ સમગ્ર વૃત્તાંત સંભળાવ્યો. સાંભળીને તે બાળા બેલી કે પિતાજી આપ ખેદ ન કરે. આપ સ્નાન પૂજન અને ભોજન કરી લ્યો અને તે કથા સંપૂર્ણ યાદ છે, તેથી હું આપને તે બધી ઉતરાવીશ. કવિ એ સાંભળી હર્ષિત થયો અને પિતાને નિત્ય નિયમ કરી પુત્રીના મુખકમળથી આખી કથા લખી; અને પિતાની પુત્રીનું નામ ચિરસ્મરણીય કરવાને માટે તેનું નામ તિલકમંજરી રાખ્યું. આ વૃતાંત સમ્યકત્વ સપ્તતિકામાં આપેલું છે.
જે કે પ્રભાવચરિત્રમાં આ કથા થોડા ફેરફાર સાથે ઉપલબ્ધ છે પરંતુ લંબાણના ભયથી તેને હું સ્થાન આપવું ઉચિત ધારતું નથી (આત્માનંદ, પુ. ૧૭. અં. સાથ. પૃ. ૧૫૮, ૧૫૯.).
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૭.
મહા કવિ શોભનાચાર્ય તો છે વ્યાપાર જેમણે) અને નથી રોગ જેમને એવા અને મનુષ્યોને આનંદ આપનાર એવા હે નાભિરાજાના પુત્ર (આદિનાથ) પંડિતોને ઉસવ-આનંદ આપે.
આ શ્લોકમાં નાભિરાજાના પુત્રને સૂર્યની સાથે સમાન ભાવ કવિએ બતાવ્યો છે. હજી આગળ એક લોકમાં જૈન આગમ-સૂત્રનું વર્ણન કરતાં કવિવર્ય લખે છે કે –
श्रान्तिछिदं जिनपरागममाश्रयार्थमाराममानमलशं तमसंगमानाम् । धामाग्रीमम् भवसरित् पतिगशेतुमसी
माराममानमलशं तमसंगमानाम् ॥ અર્થ
શ્રમ-થાકને છેદવાવાળું અને સાધુઓના આશ્રય માટે તે સુંદર બગીચા સરખું (ગૃહો તે બાહ્ય બગિચામાં નિરંતર ફરી ઈહ લેક સંબંધી આનંદ ભોગવે છે પરંતુ ત્યાગી સાધુઓ કે જેઓને માટે આ બાગ બગિચા નકામા છે તેમને માટે જૈન આગમે એક સુંદર બગિચા સરખા આનંદદાયક છે. તેમાંથી સાધુપણાને યોગ્ય જીવનનાં મને હર સૂત્રો રૂપી સુગંધ સ્થળે સ્થળે બહેકી રહેલી-શોભી રહેલી છે.) અને મોટા મેટા આલાવા (પેરીગ્રાફ ) ના સ્થાન સરખું અને આ ભવસાગર ઉતરવાને માટે પુલ સરખું અને નાશ કર્યા છે કામ, રોગ, અહંકાર, પાપ, અને અજ્ઞાન જેણે એવા આગમને હેમનુષ્યો તમે નમસ્કાર કરે.
આવી રીતે એક દેવીનું સુંદર વર્ણન કરતાં કવિવર્ય લખે છે કે –
સર્વ પ્રતિસ્પર્ધા અને (સૂર્ય કરતાં પણ રનની કાન્તિ વધારે છે એમ કવિવર્યના આશય છે.) પાણિદાર રત્ન અને કાન્તિવડે અસ્ત કર્યો છે સૂર્યને જેણે એવી નવી તરવારખડગને ધારણ કરતી અને હાથીઓનો શત્રુ–સિંહ તેના ઉપર બેઠેલી અને રણ-યુદ્ધ ક્ષેત્રના શબ્દથી ક્ષય પામેલી-ત્રાસ પામેલી શત્રુની પંકિતને-સમૂહને નાશ કરતી એવી મહા માનસી દેવી (મનુષ્યને) ઇચ્છિત આપ.
આવી રીતે કવિએ ગ્રેવીસ ભગવાનની સ્તુતિમાં ૮૬ લોકે બનાવ્યા છે અને દરેક કેમાં નવીન અર્થે અલંકારો અને રસ સ્થળે સ્થળે મુક્યા છે. કહે છે કે કવિવરે આ સ્તુતિ ગોચરી-મધુકરી જતાં રસ્તામાં જ બનાવી હતી. આ ઉપરથી આપણને પ્રતીતિ થાય છે કે કવિમાં કેવી અસાધારણ નૈસર્ગિક કવિત્વશક્તિ હશે!
Page #11
--------------------------------------------------------------------------
________________
જૈનવિભાગ
ગુજરાતી મહાકવિ શ્રી વીરવિજયજી
- કવિવર્ય શ્રી વીરવિજયજી જૈન સમાજમાં એક મહા કવિ તરીકે સુપ્રસિદ્ધ છે. આ મહા કવિથી આબાલવૃદ્ધ ભાગ્યેજ કેઈ અજાયું હશે. તેમણે ગુજરાતી ભાષામાં પૂજાઓ, સ્તવને, ચેખલીયાં, રાસા આદી ગ્રંથ બનાવી પોતાનું નામ અમર કરેલ છે. ગુજરાતી ભાષાની પૂજામાં અસાધારણ ઝમક ભાવો અને જુદા જુદા રસો તેમણે એજ્યા છે. તેમની પૂજાઓ જૈન દર્શનને જ્ઞાતા એક બાળક પણ સહેલાઈથી-સરલતાથી ગાઈ શકે છે, સમજી શકે છે. તેમને જૈન સમાજમાં અંતિમ કવિ કહીએ તે પણ કાંઈ અતિશયોક્તિ ભરેલું નથી.
તેમનું જન્મ સ્થળ ગુજરાતનું પાટનગર અમદાવાદ છે. તેઓ જાતે ઔદીચ્ય બ્રાહ્મણ હતા. પિતાનું નામ જગનેશ્વર અને માતાનું નામ વીજ કેરબાઈ હતું. તેમનો જન્મ ૧૮૨૯ માં વિજયા દશમીને દિન થયે હતો. તેમનું નામ કેશવરામ હતું. તેમને એક બહેન હતી. તેમનું નામ ગંગે હતું. કેશવરામનું ૧૮ વર્ષની ઉમરે દેહગામનાં રળીયાત બાઇ. સાથે લગ્ન થયું હતું. ત્યાર પછી થોડા વખતમાં તેમના પિતા મરણ પામ્યા. પિતાના ભરણું પછી કઈ કારણસર તેમને તેમની માતા સાથે કજીયો થ; પિતે રીસાઈ ઘર છોડી ચાલી નીકળ્યા. માતા તેમને શોધવા માટે નીકળી પરંતુ પુત્રને પતો ન લાગ્યો. પુત્રપ્રેમી માતાને બહુ આઘાત લાગ્યો અને પુત્રના શોકથી અંતે મૃત્યુ પામી. માતાનું મરણું અને ભાઈને વિયેગ આ માઠા સમાચાર સાંભળી તેમની બેન ગંગા પણ મૃત્યુ પામી. . .
આ બાજુ કેશવરામ ત્યાંથી નીકળી જૈનના પવિત્ર અને સૌરાષ્ટ્રના શિરતાજ શત્રુંજયની યાત્રા કરવા ગયા અને ત્યાં જૈન મુનિશ્રી નવિજયજીના સમાગમમાં આવ્યા ( પેલેરા નજીક ભીમનાથ ગામમાં મળ્યા એમ પણ છે.) પાલીતાણે તેમની તબીયત લથડી અને ગુરુકૃપાથી શાંતી વળી તેથી તેમને તે ગુરુ (શ્રી શુભવિજયજી ) ઉપર અનન્ય શ્રદ્ધા બેઠી. પછી ગુરુ સાથે ત્યાંથી વિહાર કરી ખંભાત તરફ નીકળ્યા. રસ્તામાં કેશવરામની ઇચ્છા દીક્ષા લેવાની થઈ. તેના ખુબ આગ્રહથી પ્રેરાઈ શ્રી સુભવિજયજીએ વિર સં. ૧૮૪૮ માં ખંભાત પાસેના કે ગામડામાં દીક્ષા આપી. આ વાતની ખબર ખંભાતમાં શ્રાવકને પડી. તેઓ ત્યાં સામા આવ્યા અને ગુરુને બહુ ઠાઠમાઠથી પ્રવેશ કરાવ્યો. આ શુભ વિજયજીને શિષ્યને ભણાવવાની બહુ કાળજી હોય તેમ જણાય છે, કારણ કે દીક્ષા આપ્યા પછી તુરતજ ખંભાતમાં પાંચ વરસ સુધી તેમને ભણાવવાને ત્યાં રહ્યા અને શિષ્યને ખુબ કાળજી પૂર્વક ભણાવી પિતાના અમુલ્ય જ્ઞાનને વારસ શીષ્યને આપે (આ ઉપરથી સમજી શકાશે કે આગળના સાધુએ પિતાના શીષ્યોને પિતાના હાથે જ પડન પાઠન કરાવતા હતા. અત્યારે આ પ્રવૃતિમાં ઘણીજ મંદતા આવી ગઈ છે. જો કે ક્યાંક ક્યાંક આ પ્રકૃત્તિ ચાલુ છે. પરંતુ પૂર્વની પ્રવૃત્તિ તે અત્યારે શિથિલ છે એમ કહ્યા સિવાય તે નહી ચાલે.) - ગુરુએ ગ્યતા જોઈ શ્રીવીરવિજ્યજીને અમદાવાદમાં પન્યાસપદ– પંડિતપદ આપ્યું, અને ત્યાર પછી એટલે સં. ૧૮૬૭માં ફાગણ વદી ના દિવસે વીરવિજયજીના ગુરુ શ્રી શુભ
Page #12
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી મહા કવિ શ્રી વીરવિજયજી
૪૯
વિજયજી સ્વર્ગે સીધાવ્યા. વીરવિજયજીને ગુરુને આ વિયેગ બહુ આકરા લાગ્યા. તેમને પેાતાના ગુરુપર બહુ પ્રેમ હતા. ગુરુએ તેમને સ`સારસાગરમાંથી તાર્યાં-બચાવ્યા અને વળી ઉંચી વિધા આપી તેમને ઋણી બનાવ્યા હતા. શીષ્યે ગુરુની ભક્તિ કરી ઋણુ પતાવવા કાંઈક પ્રયત્ન કર્યાં હતા. પેાતપેાતાના ગુરુની સ્તુતિ કરતાં “ શુભવેલી ” માં કહ્યું છે કે ( આ શુભવેલી પોતાના ગુરુની હૈયાતીમાં સ. ૧૮૬૦માં લખી હતી–
2)
એ ગુરુના ગુણ જલનિધિ, મુજ મતીએ ન કહાય ગુનિધિ જલનિધિ જલ ભર્યાં, ગરગરીએ ન અપાય.
આ ઉપરથી જણાઈ આવે છે કે પેાતાના ગુરુના ગુણ ઉપર તેમને કેટલાં અનહદ પ્રેમભક્તિ હતાં. તેમણે દીક્ષા લીધા પછી તરત જ એટલે પાંચ વરસ પછી પેાતાની કવિત્વ શતી ખીલવવા માંડી અને તેના પ્રથમ સુંગધી પુષ્પ તરીકે ગાડી પાર્શ્વનાથના ખલીયા સ. ૧૮૫૩ માં બનાવ્યા ત્યાર પછી સ. ૧૮૫૭ માં સુરસુંદરી રાસ અને પરમ કારુણિક શ્રી મહાવીર દેવની પાંત્રીસ પ્રકારની વાણીના ગુણનું વર્ણન લખ્યું છે.
તેમની ઉપદેશક શક્તિ બહુ આકર્ષીક હતી. તેમને ઉપદેશ સાંભળવા મનુષ્યાની મેની એટલી ભેગી થતી કે ાતે જ્યાં હાય ત્યાં ઉપાશ્રય મનુષ્યાથી ચીકાર ભરાયેલા રહેતા. તેઓ જેમ સારા ઉપદેશક હતા તેમ નીડર પણ હતા. તેમણે ઢુંઢકે! અને શિથિલ યતીઓનું જોર તાડવા પેાતાના ઉપદેશસાગરના પ્રવાહ વાગ્યે હતેા. તે વખતના ધા શિથિલ યતી અને ઢુંઢા તેમના આ સુંદર કાર્યથી બહુ નારાજ રહેતા. તેમણે પંડિતજી વીરવિજયજીને હેરાન કરવામાં કાંઇ મા નથી રાખી. તેમણે વીરવિજયને કે પશુ ચડાવેલા; પરંતુ આપણા સનાતન સિદ્ધાંત——સત્યમેવ હ્રયતે પ્રમાણે તેમને કાઇથી પરાભવ નથી થયા. ન્યાયાધીશે પણ તેમનાં ત્યાગ તપસ્યા ઉચ્ચ ચારિત્ર અને અસાધારણ વક્તૃત્વ શક્તિ જોઇ તેમના પર મુગ્ધ શ્રુતા અને તેમને માનભેર નમસ્કાર વંદન કરી
રજા આપતા.
તેઓને જૈનનાં પરમપવિત્ર સૂત્રનું જ્ઞાન બહુ ઊંચું હતું. તેને પ્રજાને લાભ આપવા સ્થળે સ્થળે મૂત્રાના પાઠ સ્તવના સઝઝાયા-સ્વાધ્યાય રાસ તથા પૂજામાં મુક્યા છે તેને માટે તેમને એક દુહા હું ટાંકું છું.
ઉતરાધ્યયને સ્થીતી લગા, અંતર મૂર્ત કહાય; પક્ષપણામાં ખારતે, શાતા બંધ સપ્રાય ! ૧ || સાત વેદની ખંધનું ઠાણુ પ્રભુ પુર ગ્રુપ, મીચ્છત દુર્ગંધ દુર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ, ॥ ૨ ॥ ( વિવિધ પૂજાસ’ગ્રહ પૃષ્ટ ૧૬૭ )
આ દુહામાં જેનેનાં એ સૂત્રા ( ઉતરાધ્યયન અને પન્નવણા ) ના ભાગ છે. આવી રીતે ઘણુંજ સ્થળે તેમણે સૂત્રેાના પાઠ આપ્યા છે.
શ્રી વીરવિજયજીના ગ્રંથા જોવાથી તેમની અસાધારણુ વિદ્વત્તા અને કવિત્વશકિત વાચ¥ાને ખ્યાલ આપે છે. એમની કૃતિઓ ઘણે સ્થળે બહુ ઉંચુ સ્થાન ભેગવે છે, ગમે
Page #13
--------------------------------------------------------------------------
________________
જનવિભાગ
તે જૈન મંદિરમાં જ્યારે પૂજા ભણાવવી હોય ત્યારે પ્રથમ તેમની પૂજાઓ ભણાવવાનું સૂચવવામાં આવે એ જ તે પૂજાનું ગૌરવ બતાવવાને બસ છે. તેમની કવિતાઓ બહુ સરસ અને બાળક પણ સહેલાઈથી સમજી શકે તેવી છે. સાથે સાથે કવિએ પિતાનું પાંડિત્ય દેખાડવા કેટલાક સ્થળે ગહન અર્થો પણ મુક્યા છે. ભલભલા પંડીત પણ તેને અર્થ કરતાં મસ્તક નમાવ્યા સીવાય નહી રહે. તેમણે જૈન સાહિત્યધાન પિતાના નીર્મલ આમેગાર રૂપી નીર્મલ જલથી-અમૃતથી સીંચી ષ ઋતુના નવનવા વિકસિત પુષ્પોથી સુગંધિત બનાવ્યું છે અને તે સાહિત્યઘાનના મધુકરના સુંદર ગણગણાટનો રણકાર હજી સુધી સુંદર રીતે ગણગણી રહ્યા છે. જૈન ગુજરાતી સાહિત્યના આ મનુનું સ્થાન જૈન ઇતિહાસમાં ધ્રુવના તારાની પેઠે જવલંત ભાવે પ્રકાશશે-પ્રકાશી રહેશે. છે તેમની અદભુત કવિત્વશકિતના થોડા દાખલા ટકીશ તે તે અસ્થાને નહી કહેવાય.
રૂડો માસ વસંત ફળી વનરાજીરે, રાયણને સહકારવાલા કેતકી જાયને માલતીરે, ભ્રમર કરે ઝંકાર વાલા, કાયેલ મદભર ટહુક્તીરે, બેઠી આંબાડાળ વાલા, હંસ યુગલ જળ ઝીલતાં, વિમળ સરોવરપાળ વાલા, મંદ પવનની લહેરમાં. માતા, સુપન નિહાળ વાલા,
• • • વિ. વિ. પૂ. સં. પૃ. ૫૩૦ જીવહિંસાના પરચખાણ, થુલથી કરીયેરે, દુવિહતિવિહેણું પાઠ, સદા અનુસરિયેરે વાસિ બળા વિદલનિશિ ભક્ષ, હિંસા ટાળું રે, સવા વિશ્વા કેરી જીવ, સ્થાનિત્ય પાળુ.
. . . વિ. વિ. પૂ. સં. પૃ. ૧૦૪ બીજું વ્રત ધરી જુઠ ન બેલું, પણ અતિભારે હૈં રે, વસુરાજા આસન સે પડી, નરકાવાસ જો રે
. વિવિ. પૂ. સં. પુ. ૧૦૫ શ્રી શુભવિજ્ય સુગુરુ નમી, માતપિતા સમજેહ, બાળપણ બતલાવિયે, આગમનિધિ ગુણગેહ ગુરૂ દીવ ગુરૂ દેવતા, ગુરૂથી લહિયે નાણું, નાણ થકી જગ જાણીયે, મેહનીનાં અહિઠાણ.
. . .. વિ. વિ. પૂ. સં. પૃ. ૧૭૪ કરપી ભુંડા સંસારમાંરે, જેમ કપિલા નાર, દાન ન દીધું મુનિરાજનેરે શ્રેણીકને દરબાર. ક. ૧.
... ... વિ. વિ. પુ. સં. ૫, ૨૨૧ મન મંદિર આરે, કહું એક વાતલડી, અજ્ઞાની સંગેરે રમી રાતલડી. મન૧
"
મત
Page #14
--------------------------------------------------------------------------
________________ ગુજરાતી મહા કવિ શ્રી વીરવિજયજી વ્યાપાર કરે વારે, દેશ વિદેશ ચલે, પરસેવા હેવારે, કેડી ન એક મળે. મન૦ 2 . . વિ. વિ. પુ. સં. પૂ. રરર અખિયન મેં અવિકારા, આણંદ તેરી અખિયનમેં અવિકાર, રાગ દેવ પરમાણુ નિપાયા સંસારી સવિકારા. 0 શાંત રુચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્ર મહારા. 0 1 . ... વિ. વિ. પુ. સં. પૃ. 227 વાહન વૈચાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ, કે બેલે કરતા તાડા, સાંકડા ભાઈ પર્વના દહાડા. પ્રભુ 5 .. . વિ. વિ. પુ. સં. પૃ. 56 થયો કમ ભરી મેધ ભાળી, આ વિભંગે નિહાળી, ઉપસર્ગ કર્યા બહુ જાતિ, નિશ્ચલ દીઠી જીન છાતીરે, મન પર ગગને જળ ભરી વાદળ વરસે ગાજે વીજળીયો, પ્રભુનાસા ઉપર જળજાવે, ધરણેન્દ્ર પ્રિયા સહ આરે મન 6 . . વિ. વિ. પુ. સં. પૃ. 62 શ્રી. વીરવિજયજી કૃત દ્વાદશત્રત પૂજા પૂ. 62. મુંબઈના દાનવીર શેઠ મોતીશાહે સગુંજય ઉપર અઢળક ધન ખર્ચા પોતાના નામની એક ભવ્ય ટુંક 1 (આ ક મોતીશાહ શેઠની ટુંક તરીકે બહુ પ્રસિદ્ધ છે અને સત્રુંજય - ઉપરના મોટા મોટા ગણું નાં મંદીરમાં પણ તેની ગણના થાય છે ) બંધાવી ત્યારે અંજન સલાકાની શુભ ક્રિયા શ્રી વીરવિજયજીએ કરી હતી ( નવી પ્રતિમા–ભગવાનમાં જે પ્રભુત્વના ગુણોનું આરોપણ કરવાની ક્રિયા તેને જેને અંજનશલાકા કહે છે) અને અમદાવાદના શેઠ હઠીસંગ તરફથી દિલ્હી દરવાજા બહારની વાડીમાં ભવ્ય મંદીર બંધાવ્યું ત્યારે પણ તેમણે અંજનસલાકારની શુભ ક્રિયા કરી હતી. (આ બહારની વાડી હઠીસંગની વાડી તરીકે "અમદાવાદમાં પ્રસિદ્ધ છે અને તેમાં બંધાવેલ ભવ્ય મંદીરનાં શિખરને ઉજ્વલ સુવર્ણ કલશમાં તેના કર્તાને સુંદર યશ પ્રકાશી રહ્યો છે. આ બન્ને શેઠનાં નામ અને ભવ્ય કામ અમર કરવા પંડિત શ્રી વીરવિજયજીએ તેના ખલીયા બનાવ્યા છે તે ખલીયા જૈન સમાજમાં અત્યારે પણ બહુ હોંશથી ગવાય છે. વિ. સં. 1905 અમદાવાદના નગર શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ સગુંજયને મહાન સંધ કાઢ્યો હતો અને તેમાં કવિશ્રી વીરવિજયજી પણ સાથે હતા. કવિશ્રીએ આ સંઘનું વર્ણન બહુ સુંદર બાનીમાં રચી તેનું નામ પણ અમર કર્યું છે. આ મહા કવિએ કદી કેઈનાં બેઠાં કવન નથી કર્યો, તેમ કોઇની ખુશામત સરખી પણ નથી કરી. તેમણે માત્ર પ્રભુભક્તિ, ધાર્મિક કાર્યો અને આગળના મહા પુરુષ સાધુસંતો અને ભૂતપૂર્વ થઈ ગયેલા જૈન રાજાઓ અને રાજર્ષિઓનાં યથાયોગ્ય રીતે સુંદર વર્ણન કર્યો છે. તેમના ગ્રંશેમાં ભકિતરસ મુખ્ય ભાગ ભજવે છે. * 1 ટુંકને ટુંકે અર્થ એટલો થાય છે કે એક જ સ્થાને ઝાઝા મંદીરને સમૂહ,