________________
જૈન કવિઓ
૪૧ રાજર્ષિ તરીકે ઓળખાય છે.) હસ્તીર્ષનો અદિનશગુ, ઇષભપુરનો ધનવાહ, વીરપુરને વિરકૃષ્ણમિત્ર, વિજયપુરને વાસવદત્ત, સૌગંધકને અપ્રતિહત, કનપુરને પ્રદીપચંદ્ર, મહાપુરને બલ, સુષપતિ અજુન, અને શાકેતપુરને રાજા દત્ત ઈત્યાદિ અનેક રાજાઓ શ્રી મહાવીર પ્રભુના સમયમાં મહાવીર ભક્ત-ચુસ્ત જૈન હતા. આ બધા રાજાઓની ઓળખાણ જૈન સૂત્રમાં કરાવી છે પરંતુ મને તે જોવાનો સમય નહિ મળવાથી હું આ રાજાઓની ઓળખાણ નથી કરાવી શકશે. આ સિવાય ત્યાર પછી બૌદ્ધ સમ્રાટુ અશોકને પૌત્ર ચક્રવર્તિ સંપ્રતિ (સંપઈ) મહાન ચુસ્ત જૈન રાજા હતા. તેણે જૈન દર્શનની ઉન્નતિમાં બહુ કીમતી મદદ આપી છે કે જેની ઓળખાણ મેં ટુંકાણમાં કરાવી છે. તેમ જ વીર વિક્રમ શ્રી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી ચુસ્ત જૈન થયો હતો. ત્યાર પછી બપ્પભટ્ટ સૂરિના ઉપદેશથી ગ્વાલીયરને આમરાજા જૈન થયો હતો. આ અને બીજા ઘણા જૈન રાજાઓ છે જેઓએ જૈન ધર્મની ઉન્નતિ પાછળ પોતાના રાજ્યની પણ દરકાર કર્યા સિવાય પુષ્કળ ફાળો આપ્યો છે. આ બધા મહારાજાનાં જીવન ચરિત્ર મને નથી મળ્યાં. સમય મળે જેન રાજએનાં જીવન ચરિત્ર આપવાની વૃત્તિ છે. છેલ્લે જૈન રાજા “મહારાજાધિરાજ પરમાત” કુમારપાલ કે જે શ્રીહેમચંદ્રસુરિશ્વરના ઉપદેશથી ચુસ્ત જૈન થયો હતો તે રાજર્ષિની મેં એાળખાણું કરાવી છે. '
જૈન મંત્રીઓમાં બુદ્ધિનિધાન શ્રી અભયકુમાર મંત્રી કે જેઓ શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા અને મહારાજા શ્રેણિકના મુખ્ય મંત્રી હતા, તેઓનું જીવન ચરિત્ર જૈન સમાજમાં બહુ હર્ષથી ગવાય છે. સમયે ગુર્જર સાક્ષને તેની ઓળખાણ કરાવીશ. આ સિવાય નવમા નંદના મહામાત્ય શકટાલ ( શકડાલ) મંત્રી (રથુલીભદ્રજીના પિતા) અને તેમને પુત્ર મહામંત્રી સિદ્ધિયક (શ્રીયક) તેમ જ ગુજરાતમાં વનરાજથી માંડી ઠેઠ વરધવલ સુધી ઓછાવત્તા પ્રમાણમાં જૈને એ મંત્રીપણું ભેગવ્યું છે. તેમાં મુખ્ય મંત્રીઓમાં વનરાજને. મંત્રી ચા કે જેણે ગુજરાતની ગાદી સ્થાપવામાં વનરાજને અણમોલી મદદ કરી હતી. ત્યારપછી ઓસવાલકુલતિલક શ્રી વિમલમંત્રી કે જેમની ઓળખાણ મેં કરાવી છે અને જેણે માળવાના ભેજની પ્રતિસ્પર્ધામાં ગુજરાતને ગર્વ બહુ સારી રીતે સાચવ્યો હતો અને જેમણે આબુનાં જગપ્રસિદ્ધ જૈન મંદિરો બંધાવી ગુજરાતને બલકે હિંદુસ્તાનને ગૌરવવાન બનાવ્યું છે, તેમ જ ગુજરાતને નાથ સિદ્ધારાજદેવના મહામાત્ય મુંજાલ કે જે પાકે મુસદ્દી અને મહાન ધો હતો અને ચુસ્ત જૈન હતો. આ સિવાય ઉદાયનમંત્રી, સૌરાષ્ટ્રને અધિપતિ સજજન તેમ જ તેને પુત્ર પરશુરામ, સિદ્ધારાજના ધર્મપુત્ર ચાહડ (ઉદાયન મંત્રીને પુત્ર) આદિ ચુસ્ત જૈન હતા. તેઓ અહિંસાના પરમ ઉપાસક હતા છતાં તીણ કલમની માફક હાથમાં ઉઘાડી તરવાર લઈ રણાંગણમાં વીર યોદ્ધાની માફક લડ્યા હતા અને ગુજરાતનું ગૌરવ સદાને માટે ટકાવ્યું હતું.
કુમારપાલનો મંત્રી વાલ્મટ, બાહડ, આદ્મભટ આદિ પણ ચુસ્ત જૈન હતા. તેમણે શત્રુંજયતીર્થના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો હતો. આ સિવાય વરધવલના મંત્રી વસ્તુપાલ તેજપાલ પણ પ્રસિદ્ધ છે કે જેમની ઓળખાણ મેં ટુંકાણમાં કરાવી છે. તેઓએ ગુજરાતની ઓલવાઇ જતી વરતાને સતેજ બનાવી હતી-કરી હતી. આ બન્ને ભાઈઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org