Book Title: Jain Kavio Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 7
________________ જૈનવિભાગ નગરીની પ્રજામાં નવચેતન આવ્યું. એક વખતે તેમના શિષ્યો શ્રી ધનપાલને ત્યાં પહેરવા ગયા. (ધનપાલને લાંબે વખતે ષ ઓછો થઈ ગયો હતો તેથી જ તેમના ભાઈ જૈનમુનિ ત્યાં આવી શક્યા હતા) ધનપાલ નહાતો હતે. ઘરમાં તેની સ્ત્રીએ દહીં લાવી વહેરાવા માંડ્યું ત્યારે તેમણે પુછયું. કેટલા દિવસનું છે? ત્યારે તેણે કહ્યું કે ત્રણ દિવસનું દહીં છે. ત્યારે તેમણે કહ્યું કે સાધુને તે લેવું યોગ્ય નથી, કારણ કે તેમાં જીવ પડી જાય છે. ધનપાલ આ સાંભળી કાંઈક આશ્ચર્ય પામ્યો અને કાંઈક મશ્કરી જેવું લાગ્યું. તેણે કહ્યું કે આપ શા ઉપરથી એમ કહો છો ? ત્યારે તેમણે કહ્યું કે તમને પ્રત્યક્ષ દેખાડીએ પછી વાં નથીને ? તેમણે અળતાનો રંગ મંગાવી દહીંમાં નાંખે કે જેથી અંદર રહેલા જીવો પ્રત્યક્ષ દેખાવા લાગ્યા. ધનપાળે આશ્ચર્ય સાથે પિતાની ભૂલ કબુલી મુનીઓને ભક્તિથી પુછયું કે આપના ગુરુ કોણ? ત્યારે તેમણે કહ્યું કે અમારા ગુરુ શ્રી શોભનાચાર્યું છે. બીજે દિવસે ધનપાલ તેમની પાસે આવ્યો શોભનાચાર્યને પૂર્વ ભ્રાતૃપ્રેમ એકદમ ઉભરી આવ્યો અને એકદમ ઉઠી તેને પ્રેમથી ભેટયા. ધનપાલની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં. પોતાની ભુલ માટે માફી માગી. ઉદાર દીલના શોભનાયાયે તેને માફી આપી. પછી બને ભાઈએ ખુબ ધર્મચર્ચા કરી. અંતે ધનપાળે પિતાના ભાઈનાં વખાણ કરતાં કહ્યું કે ભાઈ તેં તારું સુધાર્યું. આ પવિત્ર સત્ય સનાતન ધર્મ અંગીકાર કરી તારા જીવનને સાર્થક કર્યું અને આપણું કુળને તેં તાર્યું. ધનપાળને શોભનાચાર્ય ઉપર અનન્ય પ્રેમ ઉત્પન્ન થયે ધીમે ધીમે તેણે જૈન સિદ્ધાંતને અભ્યાસ તેમની પાસે શરૂ કર્યો. તેણે સંસર્ગથી શ્રી મહેન્દ્ર સરી પાસે જૈન ગાધ્ય દીક્ષા અંગીકાર કરી. ધનપાળના આમ એકાએક ધર્મ પરિવર્તનથી વૈદિક ધર્મમાં ચુસ્ત ભોજને કાંઈક આશ્ચર્ય થયું અને વારંવાર ધનપાળ સાથે જૈન ધર્મ વિશે વાદવિવાદ કરતા. પરંતુ જૈન દર્શનમાં નિષ્ણાત પામેલા ધનપાળની યુક્તિઓ સાંભળી મહારાજા ભોજને કાંઇક નમતું આપવું પડતું-બલ્ક નિરતર થતો. વખતના વહેવા સાથે રાજાને આગ્રહ કાંઈક મંદ થયે. તે જૈન સાહિત્ય ઉપર સદભાવ ધરાવવા લાગે. ધનપાલ પણ પિતાના ગુરુ શ્રી મહેન્દ્ર સૂરિ પાસે અભ્યાસ કરી જૈન દર્શનનો પાશ્વા થયો. ભેજરાજા પણ સ્વયં પંડિત અને તત્ત્વજ્ઞ હોવાથી સ્વધર્મ-વૈદિક ધર્મમાં નિષ્ણાત હતો. જૈન ધર્મના વિશેષ પરિચયના અભાવે જૈનના સ્યાદ્વાદથી તે અજાણ હતું. હવે તેને તે જાણવાની ચિ થઈ અને કવિએ તે ઈચ્છા પુરી પણ કરી છે. ( કવિએ તેની ઇચ્છાથી પ્રેરાઈને જ તિલકમંજરીની અદ્દભુત કથા રચી હતી) હવે આપણે તેમની ઇતિ તરફ વળીએ. કવિએ પિતાની પછવાડે અસાધારણું મૌલીતાવાળાં ત્રણ રત્નો મુક્યાં છે જે આઠ આઠ શતાબ્દિ થઈ ગઈ છે છતાં હજી જવલંત ભાવે શોભી રહેલ છે. તેમાં તિલકમંજરી, ઋષભપંચાશિકા અને પાયેલછીનામમાલા (કેશ, આ કેશ પ્રાપ્ત છે). શોભનસ્તુતિ ઉપર ટીકા પણ તેમણે રચી છે. તે બધામાં તિલકમંજરી એક અદ્ભુત ગધમય મહાકાવ્ય છે. તેમાં કવિનું અસાધારણ પાંડિત્ય સ્થળે સ્થળે પ્રકાશી રહેલ છે. તિલકમંજરીની રચના બાણની કાદંબરી જેવી વિસ્તૃત આખ્યાયિકાના રૂપમાં બનેલી છે. પાત્ર અને વસ્તુ કવિએ કલ્પેલાં હોવાથી તે સંસ્કૃત સાહિત્યનું અદ્ભુત પુસ્તક કહી શકાય. સુબંધુની વાસવદત્તા, દંડિનું દશકુમાર, વિક્રમની નલકથા અને બાણની કાદંબરીમાં ઘણે ફેર છે. ગુલાબના કંટક સમાન કાદંબરીનાં લાંબાં વાકયો રસપ્રવાહમાં આઘાત પહોંચાડે છે, ત્યારે ધનપાલની તિલકમંજરી કામધુ લોલુપ રસિક ભ્રમરોના ચિત્તવિવેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14