Book Title: Jain Kavio Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 3
________________ ૪૦ જેનવિભાગ કવિઓએ પિતાને જીવનની રૂપરેખા પણ નથી આપી. માત્ર પોતાના ગુરુની પરંપરા જ ઘણાં આચાર્યોએ જણાવી છે કે જે પરંપરા ઉપરથી મૂળ વતન, માતપિતાનું નામ આદિ મેળવવામાં બહુ મુશ્કેલી પડે છે, બલકે ન મળી શકે એમ કહું તે પણ ચાલે. હવે માત્ર રહ્યા મહાકવિ ધનપાલ અને કવિ શિરોમણિ શ્રીશાભનાચાર્ય ( કે જેમનાં જીવનચરિત્ર ટુંકાણમાં મેં આપ્યાં છે ) કે જેઓ મહારાજા ભેજની સભાના પંડિતરન હતા અને ભનાચાર્ય તેના ગુરુ હતા. મહાકવિ ધનપાલની તિલકમંજરી કે જે “ બાણની કાદમ્બરી જ્યારે રસિક વાચકજમને લાંબા લાંબા સમાસે, લાંબા લાંબા વાકો અને અનૌચિત્ય વર્ણનથી કંઈક કંટાળો આપે છે ” ત્યારે તિલકમંજરી રસલુપી રસિક વાચકબ્રમરને ટુંકાં અને સરલ વા, ટૂંકા સમાસો અને ઉચિત વર્ણને સાથે ચેડા પઘથી સુંદર મધુને રસ આપે છે અને આ વિશે ટકર તેિજ પિતાની પ્રસ્તાવનામાં કરે છે. આ સિવાય ધનપાલ પંચાશિકા કે જેનાં વખાણ પ્રખર પંડિત હેમચંદ્રસૂરિશ્વરે પણ કર્યા હતાં. આ સિવાય બીજી પણું કૃતિઓ હોવી જોઈએ. તેમજ તેમના લઘુબંધુ શ્રીશાભનાચાર્ય કે જેઓ મહાન શીઘ્ર કવિ હતા તેમણે ગોચરી જતાં રસ્તામાં શોભનસ્તુતી બનાવી હતી કે જેના દ૬ લોક છે અને જે વર્ણાલંકાર શબ્દાલંકાર અને યમકથી ભરપુર છે. આવી જ રીતે સક્ષેત્રી રાસના કર્તા કે જેમને અત્યારે તે હું આધકવિ તરીકે ઓળખાવું છું. તેમજ ગૌતમ રાસના કર્તા શ્રી ઉદયવંત કે જેમનું ચરિત્ર હું નથી મેળવી શકો, તેમજ પ્રખ્યાત મહા કવિ શ્રી લાવણ્યસમય કે જેમનાં કાવ્યો વિમલપ્રબંધ આદિ ગુજરાતી સાક્ષરેથી અજાણ નથી તેઓશ્રીનું જીવનચરિત્ર પ્રખ્યાત હોવાથી મેં નથી આપ્યું. ત્યાર પછી શ્રાવક કવિ શ્રી ઋષભદાસ કે જેમનું જીવનચરિત્ર પાંચમી સાહિત્ય પરિષદુ ઉપર રા. મેહનલાલ દેશાઈએ રજુ કર્યું હતું. ત્યાર પછી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કે જેઓએ ગુજરાતી ભાષામાં બહુ સારાં કાવ્ય કર્યા છે જેમાં દ્રવ્યગુણપર્યાયને રાસ, શ્રીપાલરા ઉત્તરાર્ધ આદિ પ્રસિદ્ધ છે, તેમની ઓળખાણ ટુંકાણમાં મેં કરાવી છે. તેમજ તેમના કાકાગુરુ મહેપાધ્યાય શ્રીવિનયવિજયજી પણ બહુ સારા કવિ હતા. તેઓશ્રીને શ્રીપાલરાસ પૂર્વાર્ધ, વિનયવિલાસ આદિ પ્રસિદ્ધ છે. આ સિવાય મહાગીશ્વર આનંદધનજી પણ બહુ સારા કવિ હતા. ત્યાર પછી છેલ્લા મહાકવિ શ્રીવિરવીજય અને રૂપવિજયજી કે જેમાંના મહાકવિ શ્રીવીરવિજયજીની ઓળખાણ મેં કરાવી છે. જૈન રાજાઓના વિષયમાં ચંપાપતિ શ્રેણીક અને વિશાલાને મહારાજા ચેડા (ચેટક) કે જેઓ પરમ કૃપાળુ શ્રી મહાવીર સ્વામીને સમકાલીન હતા. તેઓ પહેલાં બૌદ્ધ ધર્મ પાળતા પરંતુ પાછળથી શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત થયા હતા કે જેમની ઓળખાણ મેં કરાવી છે. આ સિવાય શ્રી મહાવીર સ્વામીના સમકાલીન ઘણું રાજાઓ હતા કે જેમાં ચંપાપતિ અશોકચંદ્ર (શ્રેણીકને પુત્ર અજાતશત્રુકોણક) કાશી અને કૌશલના નવમલીક અને નવગ્લેચ્છીક રાજાઓ, પુલાશપુરને વિજયરાજ, વિતભદ્રપટ્ટનને ઉદાયન જેણે મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને જૈન ગ્રંથોમાં જેને અંતિમ રાજર્ષિ તરીકે ઓળખાવ્યો છે. કૌશામ્બીને ઉદાયનવસ, ક્ષત્રિય કુંડનો રાજા નંદિવર્ધન (શ્રી મહાવીર સ્વામીના મોટાભાઈ) ઉજજયનીશ ચંડકત, હિમાલયની ઉત્તરે પૃચંપાના સ્વામી શાલ અને મહાશાલ, પતનપુરને પ્રસન્નચંદ્ર (તેણે મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14