Book Title: Jain Journal 1938 01 to 12 Author(s): Jain Bhawan Publication Publisher: Jain Bhawan Publication View full book textPage 9
________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક ભગવાન મહાવીર સ્વામીના નિર્વાગુ પછીના એક હજાર વર્ષ જૈન ઇતિહાસ ઘણો અંધારામાં છે તેમજ તેમાં વિદ્વાનોના મેટા મતભેદો પણ છે. આ સ્થિતિમાં આવે વિશેષાંક તૈયાર કરે એ ઘણું કઠિન કાર્ય છે. અને અમારે કબુલ કરવું જોઇએ કે અમે જોઈએ તેવું સાહિત્ય આ વિશેષાંકમાં આપી શકાય નથી છતાં જે કંઇ મેળવવું શક્ય હતું તે માટે પૂરતા પ્રયત્ન કરીને અમે આ વિશેષ કને સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કર્યો છે. જન ઇતિહ સના શેધક અભ્યાસીને દિશા-સૂચન જેટલી પણ સહાયતા જે આમાંથી મળશે તે આની જશા સફળ થઈ લેખાશે આ વિશેષાંકમાં જે લે છે તે બધાય, એતિહાસિક સત્યથી ભરેલા જ છે કે એ લેખ ઇતિહાસનું આખરી સત્ય રજુ કરે છે એમ અથવા તે એ લેખોમાંના બંધાય નિણ અમને માન્ય જ છે એમ કોઈ ન માને ! અમે તે એક પ્રકારે, અમુક ઈતિહાસને લગની સામગ્રી ભેગી કરવા પ્રયત્ન કર્યો છે. ઇતિહાસનું ક્ષેત્ર જેમ જેમ વધુ ખેડાય તેમ તેમ તેમાંથી નવું નવું જાણવાનું મળી રહે છે. એટલે કોઈ પણ નિર્ણયને આખરી સત્ય તરીકે સ્વીકારતા પહેલાં બહુ વિચાર કરવું જોઈએ. આ વિશેષકમાં ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રીયુત કનુભાઈ દેસાઈએ દોરેલ ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર આપવા માં આવ્યું છે. ભગવાન મહાવીરસ્વામીના એક સુંદર ચિત્રની માગણી, આપણે ત્યાં લાંબા વખતથી થતી હતી, પણ અત્યાર સુધીમાં એવું સરસ ચિત્ર બહાર પડયાનું જાણમાં નથી. એ જણાવતાં અમને હર્ષ થાય છે કે અમે આવું સુંદર ચિત્ર આપીને સમાજની એ માંગણી પૂરી કરી છે. આ ચિત્રમાં ભગવાન મહાવીર સ્વામીના ધ્યાનમગ્ન ચિત્ર ઉપરાંત, ચિત્રની અંદર કવિતાને ભાવ વ્યકત થઈ શકે તે માટે, આસપાસ કુદરતને દેખાવ આપેલ છે. આ માટે બીજી કઈ તરફ દષ્ટિ ન નાખતાં ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થવું તે વખતના આસપાસના વાતાવરણને આ ચિત્રમાં મૂર્ત કરવામાં આવ્યું છે. આ રીતે આમાં દૂર બિગ ગામ, તેના આગળ જુવાલુકા નદી, એક તરફ યક્ષનું જીર્ણ મંદિર અને મેટુ શાલક્ષી અને તે વૃક્ષની નીચે ભગવાનની બેઠક-આટલી વસ્તુ આપવામાં આવી છે. આસપાસનું કોઈ પણ દૃશ્ય કે કોઈ પણ વસ્તુ મૂળ ચિત્રને જરા પણ ઢાંકી ન દે એટલું જ નહી પણ દરેક વસ્તુ મૂળ ચિત્રના ઉઠાવમાં સહકાર આપે તે માટે ચિત્રકારે ખૂબ જ ચીવટ રાખી છે. આ ચિત્ર પોતે જ પોતાની સુંદરતા બોલે એવું છે એટલે એ માટે વિશેષ વર્ણનની જરૂર નથી, આ ચિત્ર માટે શ્રી કનુભાઈ દેસાઈને અને તેને વખતસર બ્લેક બનાવવી આપવા માટે નવચેતનના તંત્રી શ્રી ચાંપશીભાઈ ઉદેશીને અમે આભાર માનીએ છીએ. આ વિશેષ ક માટે જે જે પૂજ્ય મુનિ મહારાજ તથા અન્ય વિદ્વાનોએ લેખ મોકલવાની ઉદારતા બતાવીને અમને સહકર આપે છે તે સૌને અમે આભાર માનીએ છીએ. છેવટે-અમે જાણીએ છીએ કે આપણા સાહિત્ય કે ઇતિહાસના ક્ષેત્રમાં જે વિપુલ કાર્ય કરવાનું પડ્યું છે તેના પ્રમાણમાં અમે બહુ જ ઓછું કાર્ય કરી શક્યા છીએ. છતાં અમારાં શકિત અને સાધના પ્રમાણમાં અમે કાર્ય કર્યું છે અને ભવિષ્યમાં તેમાં જેટલો વધારે થશે તેટલા પ્રમાણમાં અમે વધુ કાર્ય કરવાની ભાવના સાથે ચોથા વર્ષમાં પદાપંગુ કરીએ છીએ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 646