Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 8
________________ ના પરંતુ સંશાધકનાં સૂઝ અને સાધન જયાં સુધી પહોંચી શકતા હોય ત્યાં સુધી ન પહેાંચવું એમાં આ જાતના વિદ્યાકાર્યને અપેક્ષિત સંશાધનની પ્રામાણિક્તા નથી. વિષયમાં ડૂબેલા સંપાદકસંશોધકને માટે જે સરલ હશે તે બીજા માટે તો વિક્ટ હેવાનું. એને જે હાથ આવી શકે તે બીજાને ન પણ આવે. આ દૃષ્ટિથી જ આ સૂચિગ્રંથની કક્ષાએ શુદ્ધિવૃદ્ધિ સતત જડતી રહી તેની નોંધ લેવામાં કસર રાખી નથી. પ્રકારપ્રકારની સૂચિઓ, એમાં સમાવવામાં આવેલી ખાસ વીગતા, એમાં નિપજાવાયેલી ઝીણવટભરી વ્યવસ્થાઓ, અને સતત ચલાવાયેલી આ સાધનપ્રક્રિયા – આ સઘળાંનું પ્રેરક એક બીજું મહત્વનું દૃષ્ટિબિંદુ હતું. જૈન ગૂર્જર કવિઓ” એક અસાધારણ મૂલ્ય ધરાવતો સંદર્ભગ્રંથ છે. એમાં સાતસો વરસના આપણું સાહિત્ય, ઇતિહાસ, સમાજજીવન, ધર્મપરંપરા વગેરેને લાગતી કેટલી પ્રચુર માહિતી સમાયેલી છે! આટલી પ્રચુર દસ્તાવેજી સામગ્રી ધરાવતે અન્ય કોઈ ગ્રંથ ગુજરાતીમાં નજરે જ નથી ચડતે, પરંતુ અન્ય ભારતીય ભાષામાં હશે કે કેમ એ વિશે મને શંકા રહે છે. આ પ્રચુર દસ્તાવજ સામગ્રીને આપણાં અનેક વિદ્યાકાર્યોમાં આપણે ફલપ્રદ રીતે ઉપયોગમાં કયારે લઈ શકીએ ? આ કંઈ સળંગ વાંચવાને ગ્રંથ નથી જ, એ સંદર્ભગ્રંથ છે. આવા સંદર્ભગ્રંથમાંથી જોઈતી સામગ્રી મેળવી આપનારી કૂંચી તે વર્ણાનુક્રમિક સુચિ જ હોય છે. સૂચિવિભાગ જેટલો સમૃદ્ધ, એટલી ગ્રંથમાંની માહિતીને ઉપયોગમાં લેવાની સગવડ વધે છે. સૂચિની સહસ્ત્ર આંખેથી જ આવા સંદર્ભગ્રંથના વિશાળ જગતને પામી શકાય છે. વસ્તુતઃ પાનાંનાં પાનાં સુધી વિસ્તરતી આ સૂચિઓ જ જૈન ગૂર્જર કવિઓના અસાધારણ માહિતીભંડારને આપણને અંદાજ આપે છે. આટલાબધા કર્તાઓ, આટલીબધી કૃતિઓ, આટઆટલા કાવ્યપ્રકારે, આટલા સાહિત્યસભર સમયો, આટલા રાજાઓ-મંત્રીઓ શ્રેષ્ઠીઓ-સાધુજને-નગરજન-લહિયાઓ, આટલા સામાજિક વર્ગો, આટલાં ગામો – અહેહે, આ તો બહુરત્ના વસુંધરા છે! ખોદકામ કરનારા ને રત્નને પરખનારા-પરખાવનારાની જ વાટ જુએ છે. ઘણુ વાર હું કહેતા હેલું છું કે એલા જૈન ગૂર્જર કવિઓને આધારે પીએચ.ડી.ની ડિગ્રી માટેની સો થિસીસે તૈયાર થઈ શકે. થિસીસે નહીં તો સંશોધન નિબંધે તે જરૂર થઈ શકે. મુનિશ્રી શીલચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 873