Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 9
________________ વિજયગણિ સાથે એક વખત આવી વાત થતાં એમણે સૂચવ્યું કે તમે એવા સંશોધનવિષયની યાદી જરૂર આપે. ડે. હરિવલ્લભ ભાયાણીએ આપણું સંશોધનક્ષેત્રની માઠી દશાનું એવું ઘેરું ચિત્ર આલેખ્યું છે કે સંશોધનવિષયની યાદી આપવી એ રણમાં બી વરવા જેવું લાગે. પણ ક્યારેક રણમાં પણ બી ઊગી નીકળતાં હોય છે. એ ચમત્કાર સંજય એવી આશાથી “જૈન ગૂર્જર કવિઓ'ની સામગ્રીમાંથી સૂચિત થતા સંશોધનવિષયોની શેડી ખણખોદ તે કરીએ જ: ૧. મધ્યકાળના સાતસો વરસના આ જૈન સાહિત્યમાં મુખ્ય પ્રદાન જૈન સાધુકવિઓનું છે, પણ જૈન સાધવીઓ અને શ્રાવકનું પણ થોડું પ્રદાન દેખાય છે. એ કેટલું અને કેવું છે? જૈન સાહિત્યનું સર્જન કરનાર કઈ જૈનાશ્રિત બ્રાહ્મણ, ચારણ આદિ કવિ ખરા ? જૈન સાધુકવિઓમાં પણ વિવિધ ગ૭ અને પરંપરાઓનું શું પ્રદાન છે? કઈ સાધુપરંપરાએ સાહિત્યસર્જનની પ્રણાલી ઊભી કરી હોય એવું દેખાય છે ? આ વિવિધ સમુદાયોના સર્જનમાં વિષ, કાવ્યપ્રકારો વગેરે પરત્વે કઈ ખાસ રુચિ કે વલણે જોવા મળે છે ખરાં? ૨. આ ગાળાની કૃતિઓમાં વિષય, પ્રકાર, રચનાશૈલી, પદ્યબંધ વગેરેની દૃષ્ટિએ અપાર વૈવિધ્ય છે. એને લગતાં ઘણાં બધાં તારણોને અવકાશ છે, કેટલાક લોકપ્રિય વિષયો, પ્રકારે વગેરે દેખાવાનાં, તે કેટલાક વિરલ વિષયે, પ્રકારે પણ જડવાના. દાખલા તરીકે, જૈન કથાઓમાં શ્રીપાળ કથાની લોકપ્રિયતા ઊડીને આંખે વળગે એવી છે. આ શા કારણે જૈન તીર્થ - કરોમાં સૌથી વધુ પ્રભાવક પાશ્વનાથ સ્વામી હોવાનું, એમના વિશે રચાયેલી સ્તુતિસ્તવનાદિ પ્રકારની રચનાઓની પ્રચુરતાં જોતાં, સમજાય છે. ઋષભદેવ, નેમિનાથ અને મહાવીર સ્વામી પણ જરાક એમના પછી આવે. આ ચાર તીર્થકરો વળી અન્ય તીર્થકરોને મુકાબલે જૈન પરંપરામાં અનેરું સ્થાન ભોગવે છે એમ કહી શકાય. બીજી બાજુથી બારમાસા, ફાગ જેવી રસાત્મક કૃતિઓ તો નેમિનાથ (અને રાજિમતી)ને અનુષંગે જ વિપુલ પ્રમાણમાં મળે છે. વિવિધ વિષયોના ધાર્મિક-સામાજિક સંકેત તપાસી શકાય, ઐતિહાસિક સામગ્રી ધરાવતી કૃતિઓ મોટી સંખ્યામાં મળે છે એની નોંધ લઈ શકાય અને એમાં જોવા મળતી તરાહોને અભ્યાસ કરી શકાય તથા ચારણું શિલીનાં કાવ્યો જૈન સાધુ કવિઓને હાથે રચાયાં છે એમાં કયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 873