Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 11
________________ વગેરેનાં અપરંપાર નામ સચવાયાં છે તેને તે ઈતિહાસ અને સમાજજીવનના આપણુ અભ્યાસમાં ખૂબ કામમાં લઈ શકાય. વિવિધ જૈન ગછે ને એની શાખાપ્રશાખાઓ વિશેની ઘણીબધી માહિતી અહીં પડેલી, છે તથા ગુરુપટ્ટાવલી રચવા માટેની અસાધારણ મેટી દસ્તાવેજી સામગ્રી અહી સમાયેલી છે. જ્યાં વંશગે સમાજમાં વધારે આગળ પડતાં રહ્યાં છે, કયાં ગામો સાહિત્યસર્જન ને હસ્તપ્રતલેખન સાથે વધુ સંકળાયાં છે ને શા કારણે વગેરે અનેક નાનીમોટી બાબતોને પ્રકાશમાં આણી શકાય. વ્યક્તિનામો અને ગામનામોનું ભાષાકીય અધ્યયન પણ થઈ શકે, કેમકે એમાં ચોક્કસ પ્રકારની ભાતે જોવા મળે છે, ચોક્કસ પ્રકારના ઘટકના, ઉપયોગથી બનેલાં એ નામ હોય છે. સાધુનામાની એક ભાત છે, તે. સાધવીનામની બીજી ભાત છે. સાધુનામમાં તાબર, દિગબર અને લેકાગ૨છના સાધુઓનાં નામોની જુદી ભાત જોઈ શકાય છે. ઇતર વ્યક્તિનામમાં રાજવીઓ-રજપૂત, શ્રેષ્ઠીઓ-વણિકા, બ્રાહ્મણે વગેરેનાં નામોની ભાતે. પણ કેટલેક અંશે જુદી પડતી દેખાશે. સ્ત્રીઓનાં નામોને અભ્યાસ અલગ રીતે થઈ શકે અને એમાં અમારાં, કવર, કુશલાં, કેડાં જેવાં “આંકારાંત નામે અવશ્ય ધ્યાન ખેંચે. સ્ત્રી-પુરુષમાં સમાનપણે મળતાં નામ કે એમનાં નામની કેટલીક સમાન ભાત પણ લક્ષમાં લેવી પડે. બીબી' જેવો મુસલમાની શબ્દ “અનોપજી' જેવા શ્રાવિકા નામ સાથે જોડાય એ હકીક્ત પણ નોંધપાત્ર બને. ૬. આ બધી સામગ્રીને સમયસંદર્ભે અભ્યાસ કરવાનું કામ જુદું બને. સાહિત્યપ્રવૃત્તિનો વેગ કે એની મંદતા ધરાવતા સમયગાળાઓ જોઈ શકાય છે ? એને માટે જવાબદાર પરિબળે ક્યાં હતાં એ કહી શકાય છે સમયસંદર્ભે વિષયો, સાહિત્યપ્રકારો વગેરેની ચડતી પડતી થયેલી પ્રથમ નજરે દેખાય છે, તો એને આલેખ આપી શકાય. નામોની ભાત સમય જતાં કેટલુંક પરિવર્તન પામી હોય, એની વ્યવસ્થિત તપાસ થઈ શકે. (જેમકે, “અભય” એ પૂર્વઘટકવાળાં નામે પ્રચાર આગલા સમયમાં વધારે દેખાય છે, ત્યારે “અનુપ અને પ’ એ પૂર્વઘટકવાળાં નામોને પ્રચાર પાછળના સમયમાં વિશેષ દેખાય છે.) આ અને આવી અનેક પ્રકારની તપાસમાં આ ગ્રંથશ્રેણીને કામમાં લેવાય એમાં જ એની ખરી સાર્થકતા છે. બને આવૃત્તિના સંપાદકાએ લીધેલ શ્રમ પણ ત્યારે જ લેખે લાગ્યો કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 873