Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 10
________________ પ્રભાવ કામ કરી રહ્યા છે (જેમકે ક્યાંક રાજદરબારો સાથેનો સંબંધ કારણભૂત છે) એની શોધ થઈ શકે. વિષયો, પદ્યબંધે વગેરે પરત્વે જૈન પરંપરા જૈનેતર પરંપરા સાથે ક્યાં ક્યાં કેટલે સંબંધ પ્રગટ કરે છે એને અભ્યાસ થઈ શકે. કૃતિઓનાં મંગલાચરણે પણ અભ્યાસને એક રસિક વિષય બને. મંગલાચરણમાં કયા તીર્થકરેની ને દેવદેવીઓની સ્તુતિ મળે છે? કઈ તીર્થકરની સ્તુતિ ન હોય અને માત્ર સરસ્વતીની કે ગણપતિની કે અંબિકા જેવી જૈનેતર પરંપરામાં સ્વીકૃત દેવીની જ સ્તુતિ હેય એવી કૃતિઓ કેટલી છે? એમાંથી કવિ સ્વભાવ વિશે કઈ તાસ્વણી થઈ શકે તેમ છે ? દેવચંગણિની કઈ કૃતિઓમાં (ભા.૫.૨૭–૩૮) મળે છે એવી, કેઈ નામ વિનાની, અજ અનાદિ જ્યોતિરૂપ સહજાનંદસ્વરૂપ પરમાત્માને થયેલી વંદના અન્યત્ર પણ છે ? કવિના અધ્યાત્મબોધની કઈ વિશિષ્ટતા એમાં રહેલી છે ? ૩. સાહિત્યપ્રકારોનાં નામની, વળી, એક જુદી જ દુનિયા છે. એનો ઈતિહાસ, એના સંકેતે અને એ સંકેતોમાં પ્રવેશેલી શિથિલતા અને થયેલી ભેળસેળ – આ બધું સજ્જ અને સૂક્ષ્મ-તીક્ષણ દષ્ટિવાળા સંશોધકની અપેક્ષા રાખે છે. ૪. “જૈન ગૂર્જર કવિઓમાં થયેલી હસ્તપ્રતોની વિગતભરી નેંધ આપણને ઘણું કહી શકે એમ છે. જેમકે કઈકઈ કૃતિઓની હસ્તપ્રતો વિપુલ પ્રમાણમાં મળે છે? એની પાછળ ક્યાં કારણે કામ કરી રહ્યાં હોય એમ લાગે છે? હસ્તપ્રત લખનારા કેણ છે? એમાં જૈનેતર લહિયાઓ પણું દેખાય છે તો એ વ્યવસાયી લહિયાઓ જ છે કે સાહિત્યકૃતિના રસથી હસ્તપ્રત લખી હોય એવા દાખલા પણ મળે છે ? હસ્તપ્રત કેણે લખાવી છે, જેના પઠનઅથે લખાઈ છે? હસ્તપ્રત લખનાર તરીકે કોઈ વાર શ્રાવિકાનું નામ મળે છે, પણ જેના પઠનઅર્થે હસ્તપ્રત લખાઈ તેમાં તે ઘણુ વાર શ્રાવિકાઓનાં નામો મળે છે તો આમાંથી સ્ત્રીઓનાં અક્ષરજ્ઞાન અને વિદ્યાપ્રીતિ-ધર્મ પ્રીતિ વિશે કશું તારણ થઈ શકે ? હસ્તપ્રતલેખનની સેવા વધુમાં વધુ બજાવી હોય એવા કણકણ છે? હસ્તપ્રત કઈ પરિસ્થિતિમાં લખાઈ (જેમકે વરસાદની ઝડી વરસતે લખ્યું છે) તેની, હસ્તપ્રતની લેવેચની ને માલિકીની તથા બીજી કેટલીક લહિયાની અંગત પ્રકારની ને મળે છે તે પણ કોઈ ને કઈ રીતે સૂચક બને. ૫. કૃતિઓના ઉત ભાગોમાં તથા હસ્તપ્રતોની પુપિકાઓમાં જૈન ગો, સાધુઓ, રાજવીઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, વંશગેત્રે, ગામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 873