Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 6
________________ 5 વિના રહેતા નથી, કીર્તિદા જોશી તેા આરંભથી જ જૈન ગૂર્જર કવિઓ'ની મારી કામગીરીમાં સાથે રહ્યાં છે પણ આ ગ્રંથમાં તે! તે ઉપરાંત દીપ્તિ શાહ, નીતા કાઠારી, લિપિ કાઠારી, કાંતિ પટેલ, ગાભાજી ઠાકાર અને પ્રા. કાંતિભાઈ ખી. શાહને મક્કે ખેાલાવવાનાં થયાં. પાંચસાત જણાં વળગ્યાં અને બેત્રણ જણે તે ધૂણી ધખાવી ત્યારે આ કામના છેડે આવ્યા. ઢગલાબંધ કાડ પરથી પ્રેસકૅાપી કરવાનું કામ પણ કપરું. એ પણ આ સ્નેહીએએ સંભાળી લીધું. એમણે માકમાં કહ્યું પણ ખરું, ‘જયંતભાઈ, તમે લહિયાઓનાં નામેાની યાદી કરી છે એમાં અમારાં નામ પણ મૂકજો. અમે પણ લહિયાનું કામ કર્યું છે.' મને એમ હતું કે આ સૂચિત્રયમાં મારું કામ ઓછું ને હળવું રહેશે. કરનારાં કા કરે અને પછી પ્રેસકૅાપી તૈયાર થાય. મારે તે માત્ર નજર નાખવાની. પરંતુ એવું કંઈ થયું નહીં. મારું કામ અન્ય ગ્રંથાને મુકાબલે આ ગ્રંથમાં ધણું ભારે બની ગયું. સૂચિએ કેમ વધારે ઉપયેગી થાય તેના વિચાર આવવા લાગ્યા, કૅટલીક વીગતા સાચવવી જરૂરી માનવાનું થયું, વર્ણાનુક્રમની અને પ્રતિનિર્દેશની ચેાસ પદ્ધતિ અપનાવવાની થઈ, અને આમ ઘણે તબક્કે મારી સ`ડાવણી ને સક્રિયતા અનિવાર્ય બની ગઈ. તૈયાર થયેલી સામગ્રીની ચકાસણી કરવાનું પણ આવશ્યક બન્યું કેમકે ગ્રંથમાંની સામગ્રી એવા પ્રકારની હતી કે એમાંથી માહિતી લેવામાં ભૂલ થવાની ઠીકઠીક શકયતાએ રહેતી હતી. ગુરુનામને સંભ્રમ થાય, દૂર પડેલું ગુચ્છતામ ધ્યાન બહાર જાય, લહિયાનું નામ જલદી પરખાય નહીં' વગેરે. આવડી મેાટી સામગ્રીની ચકાસણી તેા કેટલા સમય અને શ્રમ માગે? મારી કામગીરી આટલેથી અટકી નહીં. સૂચિ નિમિત્તે ઘણા સંદર્ભો સૌંકલિત થતા ગયા તેમ મૂળ સામગ્રીમાં રહી ગયેલા દાષા પક્ડાતા ગયા. એક કૃતિ એકથી વધુ વાર નાંધાઈ ગયાનું દેખાયું, ખાટાં કર્તાનામ દાખલ થઈ ગયાનું દેખાયું, ગુરુપરંપરા બરાબર પક્ડાઈ નહાય કે અણુસમજ કે ભ્રષ્ટ પાઠને કારણે નામેા ધ્યાનમાં ન આવ્યાં હેાય એવું જણાયું, રચનાસમયના નિર્ણય વિશે ફેરવિચાર કરવાને આવ્યા વગેરે. આ બધી ભૂલસુધારણાનું પ્રતિબિંબ સૂચિકક્ષાએ પાડવાનું ઇચ્છવું" તેથી મૂળમાં લાણી હકીકત છે તે ભૂલ ગણવી એવી નોંધ આ સૂચિઓમાં વારવાર કરવાની થઈ અને આ સૂચિઓ કેવળ યાંત્રિક સૂચિ ન રહેતાં સંશોધિત સુચિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 873