Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 5
________________ ૪. પ્રથમ આવૃત્તિમાં સંવતવાર અનુક્રમણિકા માત્ર પ્રથમ બે ભાગમાં જ આપવામાં આવેલી. અહીં આખીયે સામગ્રીની સંવતવાર અનુક્રમણિકા આપવામાં આવી છે. ૫. પ્રથમ આવૃત્તિમાં માત્ર ત્રીજા ભાગમાં જ સ્થલસ્થાનાદિની તથા. રાજકર્તાઓની વર્ણાનુક્રમણ આપવામાં આવેલી. અહીં આખીયે સામગ્રીમાંથી સ્થલસ્થાનાદિની વર્ણાનુક્રમણ આપવામાં આવી છે. રાજકર્તાઓની અલગ વર્ણાનુક્રમણ નથી આપવામાં આવી, પણ બધાં જ ઐતિહાસિક વ્યક્તિનામોની સૂચિ આ આવૃત્તિમાં નવી કરવામાં આવી છે તેમાં રાજકર્તાઓનાં નામોને સમાવેશ થઈ ગયો છે. અહીં પણ સાધુનામમાં ગચ્છ અને ગુરુનામની ઓળખ, પ્રાપ્ત થઈ શકી ત્યાં, આપી છે. . વ્યક્તિનામોની વર્ણાનુક્રમણ ઉપરાંત વંશ ગૌત્રાદિનાં નામે, લહિયાઓનાં નામ તથા સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓનાં નામની વર્ણાનુક્રમણ આ આવૃત્તિમાં નવી જ ઉમેરવામાં આવી છે. | મનમાં એક એવી પ્રતિજ્ઞા રહ્યા કરી છે કે મેહનભાઈએ કરેલા કશા કામને શક્ય હોય ત્યાં સુધી રદ ન થવા દેવું, એમણે જે અધૂરું છેર્યું હોય તેની પણ પૂર્તિ કરવી. એમણે જુદાજુદા ભાગોમાં કૃતિઓની વર્ણાનકમણું બે જુદી જુદી રીતે કરી હતી. એ બને પદ્ધતિઓને સાચવવાજતાં હવે તો આખીયે કૃતસૂચિ બે પ્રકારે કરવાની થાય. તો એ કર્યું. એમણે કતિઓની સંવતવાર અનુક્રમણિકા અધૂરી છોડી હતી, એ પૂરી. કરવા જતાં પાનાંનાં પાનાં ભરાય, પણ એ પાનાં ભરાવા દીધાં. સંવતવાર અનુક્રમણિકાને ઓછી વિગતો સાથે સંક્ષેપમાં રજૂ કરી શકાઈ હોત (આવા. અન્ય ઘણા ગ્રંથમાં એમ થયેલું જોવા મળે છે, પણ મોહનભાઈની. પદ્ધતિની ઉપયોગિતા નિર્વિવાદ હતી. એટલે એનું સરલીકરણ કરતાં જીવ ન ચાલ્યું. કેટલીક નવી સૂચિએ. કરવાને લભ જગ્યા અને એ ખાળા ન શકાય. આમ, આ સૂચિગ્રંથનું કદ કંઈક ધારણું બહાર પણ વિસ્તરતું ચાલ્યું. છેવટે આ સૂચિગ્રંથ બધા ભાગોમાં સૌથી મટે બનીને રહ્યો – લગભગ ૯૦૦ પાનાને ! વિવિધ પ્રકારની સૂચિઓનાં હજારોની સંખ્યામાં કાર્ડ થાય, એને વનક્રમમાં ગોઠવવા પડે ને સંયોજિત કરવા પડે. આ ભારે પરિશ્રમભર્ય" ગંજાવર કામ પૈસા ખરચતાં પણ પાર પાડવું મુશ્કેલ. થોડાક નેહીઓએ નેહભાવે એ ન ઉપાડી લીધું હોત તો કેમ થાત એવો પ્રશ્ન મનમાં ઊઠયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 873