________________
બીજી આવૃત્તિના સંપાદકનું
નિવેદન જૈન ગૂર્જર કવિઓને આ સાત ગ્રંથ સંપૂર્ણપણે સૂચિગ્રંથ છે. એમાં આગલા ભાગમાં આવેલી સામગ્રીની વિવિધ પ્રકારની વર્ણાનુક્રમિક સૂચિ આપવામાં આવેલી છે, એક કાલાનુક્રમિક સૂચિ પણ છે.
જૈન ગૂર્જર કવિઓ'ની આ બીજી આવૃત્તિ તે પુનઃમુદ્રણ નથી, એમાં સામગ્રીની પુનવ્યવસ્થા થઈ છે અને સંશોધન પણ થયું છે. આથી પ્રથમ આવૃત્તિની સૂચિઓ કામ ન આવે અને નવેસરથી જ કરવી પડે એ દેખીતું છે. ઉપરાંત અહીં પ્રથમ આવૃત્તિની સૂચિ-વીગતેમાં કેટલાક ફેરફાર કરવાનું થયું છે, અધૂરી મુકાયેલી સૂચિઓ પૂરી કરવાનું થયું છે અને કેટલીક નવી સૂચિઓ પણ દાખલ કરી છે. દરેક સૂચિને આરંભે મૂકવામાં આવેલી સંપાદકીય નંધમાં આ ફેરફાર-ઉમેરાની માહિતી આપવામાં આવેલી છે, પરંતુ એમાંની મુખ્ય બાબતે તરફ અભ્યાસીઓનું અહીં લક્ષ દરવું જરૂરી છે:
૧. કસૂચિમાં સાધુકવિઓ પરત્વે ગ૭ ને ગુરૂનામની ઓળખ દાખલ કરવામાં આવી છે. આથી એક જ નામ ધરાવતા કર્તાઓ અહી સ્પષ્ટ રીતે જુદા પડી આવે છે.
૨. પ્રથમ આવૃત્તિમાં પહેલા બે ભાગમાં મોટી તથા નાની કતિઓની સૂચિ જુદી પાડવામાં આવેલી અને ત્રીજા ભાગમાં સળંગ વર્ણાનુક્રમિક કૃતિસૂચિને સ્થાને વર્ગીકૃત કૃતિસૂચિ જ આપવામાં આવેલી. અહીં મોટી અને નાની કૃતિઓને ભેદ જતો કર્યો છે અને સળંગ વર્ણાનુક્રમિક કતિસૂચિ તથા વર્ગીકૃત કૃતિસૂચિ બને આપી છે. પ્રથમ આવૃત્તિમાં નાની કતિઓની સૂચિમાં મર્યાદિત કૃતિઓને જ સમાવેશ હતો; અહીં બધી જ નાની કૃતિઓને સમાવેશ કરવાને આશય રાખ્યો છે. વર્ગીકૃત કૃતિસૂચિના મુખ્ય વિભાગે અહી થોડી જુદી રીતે કરવા ઉપરાંત પ્રકારનામોની ‘દૃષ્ટિએ પણ પેટાવગીકરણ કર્યું છે.
૩. પ્રથમ આવૃત્તિમાં કર્તા તથા કૃતિઓની વર્ણાનુક્રમણમાં જૈનેતર કર્તા-કૃતિઓને સમાવેશ નહોતે; અહીં સમાવેશ કરી લીધું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org