Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ અધ્યાય સાતમો ૩૧૭ શ્રીકૃષ્ણ બોલ્યા : ચોંટયું મન હુંમાં, મારે આશ્રયે યોગ યોજતો; પાર્થ ! પૂરો મને નક્કી, જેમ જાણીશ તે સૂણ. ૧ વિજ્ઞાનયુકત આ જ્ઞાન, પૂર્ણપણે કહું તને, જે જાણ્યથી પછી લોકે, બીજાં રે” કે ન જાણવું. ૨ સિદ્ધિ સારુ મથે કોઈ, હજારો માનવી મહીં; મથતા સિદ્ધમાંથી કો, તત્ત્વથી જાણતો મને. ૩ હે (પૃથાના પુત્ર) પાર્થ! (તારા મનની આસકિત બીજી રીતે નહિ જાય તોયે કંઈ વાંધો નથી. એ મનની આસકિતને મારામાં જોડી દે અને બીજું કંઈ ન કરી શકે તો) મને વળગી જા. એમ કરવાથી) મને પૂરેપૂરો તું કેમ જાણી શકીશ તે (હું હવે તને કહું છું) સાંભળ. (મને પૂરેપૂરો જાણવો એટલે મારાં આ સ્થળ કાર્યો કે શરીરની ઓળખાણ કરવી એમ રખે સમજતો ! પાર્થ, એ રીતે તો તું મને નખથી શિખા લગી જાણે છે જ, પરંતુ મારી બીજી બાજુ તારાથી સાવ અજાણી છે. તે બાજુ અંતરના વિકાસ પછી જ જાણી શકાય છે. પણ હવે તો તારી એ બાજુ સમજવાની યોગ્યતા મેં જોઈ લીધી છે. એટલે જ) વિજ્ઞાન સહિત આ જ્ઞાન હું તને (વાણીમાં કહી શકાય તે રીતે, પ્રેરણાપૂર્વક) પૂરેપૂરી રીતે કહીશ કે જે જાણ્યા પછી જગતમાં બીજાં કશું જાણવાનું બાકી નહિ રહે. (તત્ત્વથી મને જાણી લીધો-એટલે કે યથાર્થ રીતે આત્માને ઓળખી લીધો હોય તો ચારિત્ર આપોઆપ આવે છે. બોલ, પછી બાકી શું રહ્યું? માટે જ કહું છું:પરંતપ ! હજારો મનુષ્યો પૈકી કોઈ વિરલ જ આવી સિદ્ધિ સારુ (આત્મસિદ્ધિ માટે) પ્રયત્ન કરે છે. બાકી તો મોટો ભાગ લૌકિક સિદ્ધિના ફંદામાં જ ફસ્યો રહે છે. અને કેટલાક તો આળસુનો પીર જ હોય છે.) હવે, આત્મસિદ્ધિ સારુ પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈક જ મને વાસ્તવિક રીતે-ખરેખરી રીતે-ઓળખી શકે છે. એવી મહાપ્રયત્ન પછી પ્રાપ્ત થતી 4 આજે તારી આગળ કહું છું. સાંભળ). નોંધઃ આપણે ઉપોદ્દઘાતમાં કહી ગયા, એ રીતે જવાબદારીપૂર્વક શ્રીકૃષ્ણચંદ્ર (જ્ઞાનવિજ્ઞાન યોગ” શરૂ કરે છે, અને અર્જુન એકચિત્તે એકાકાર થઈને સાંભળે છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 401