Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ૩૧૬ ગીતા દર્શન વ્યકિતજીવન તથા આત્મજીવન પાછળ કાર્ય કરી રહેલાં બળોનો ખ્યાલ આપવામાં આવશે. એટલે આ રીતે પણ આ અઘ્યાય મહત્ત્વનો છે. ગીતા મૌલિક છતાં નવીન અને વિસ્તૃતરૂપ પકડવું અહીંથી શરૂ કરે છે. જ્યાં જ્યાં શ્રીકૃષ્ણચંદ્ર 'હું'નો પ્રયોગ કરે, ત્યાં 'હું' શબ્દથી ‘અંતરાત્મા’ સમજવો. આ રીતે વિચારતાં પ્રત્યેક સાધકને પોતામાં કે બહાર ગુરુ જરૂર મળી રહેશે, અને શ્રીકૃષ્ણચંદ્રજીના 'હું' પ્રયોગથી જરાય નવાઈ કે અતિશયોકિત પણ નહિ લાગે. ઉપરાંત ઈશ્વર જગતનો કર્તા નથી એમ પાંચમા અઘ્યાયમાં કહ્યું છે તે, અને હવે 'હું' જ જગતનું અને જીવનનું પ્રભવસ્થળ અને પ્રલયસ્થાન છું, એ બે વચ્ચે વાસ્તવિકતાયે વિરોધ નહિ લાગે. પુકિત કરીને આપણે કહીશું કે 'હું’ના પ્રયોગથી કોઈ ન ચમકે ! 'હું'નો પ્રયોગ અભિમાનજન્ય હોય ત્યાં બાધક છે, પણ 'હું'નો પ્રયોગ આત્માર્થમાં હોય તો તે બાધક ન થતાં ઊલટો સાધક છે. દા.ત. "સો‘હમ્” પરંતુ આ બધું અનુભવ્યા વિના શ્રદ્ધા દૃઢ ન બને એ દેખીતું છે, એ માટે જ આ અઘ્યાયમાં "આત્મા શું, જગત શું, અને તે બે વચ્ચેનો સંબંધ કેવો ? સંસારનું કારણ શું ? નરાધમો આત્માને કયા કારણે નથી ભજી શકતા, અને નરસાધકો કયા કારણે અને કઈ રીતે પ્રભુને નામે કે દેવતાને નામે આત્માને ભજી શકે છે ? ભજનારાઓમાં કોણ શ્રેષ્ઠ છે અને તે પૈકી પણ કયા જ્ઞાનીનું જ્ઞાન અંતકાળેપ્રયાણ વખતે પણ સ્થિર ટકી રહે છે” એ હવે જોઈએ. सप्तमोऽध्यायः અઘ્યાય ૭ મો श्रीकृष्ण उवाच । मय्यासक्तमनाः पार्थ योगं युंजन्मदाश्रयः 1 || ૧ || 1 असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥ २ ॥ मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥ ३ ॥ 1

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 401