________________
અઘ્યાય સાતમો
નથી, પરંતુ આ વાત દીવા જેવી ચોખ્ખી હોવા છતાં આ ત્રિગુણી ભાવો વડે મોહેલું સધળું જગત એમ ઓળખી શકતું જ નથી કે (હું) આ (ત્રણે ભાવો)થી પર (નિરાળ અને શ્રેષ્ઠ છું, તથા અવિનાશી છું. (નાશવંત વસ્તુમાં જ કાયમી સુખ શોધવા રાત દહાડો વલખાં મારે છે, પડછાયા પાછળ જ માથાં ફોડે છે. કેવી નવાઈની વાત છે !)
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते
|| ૪ ||
અજબ ત્રિગુણાળી આ, મારી માયા જ દુસ્તર; જે મારે શરણે આવે, તે જ એને તરી શકે. ૧૪
૩૨૫
(ખરેખર અર્જુન ! એથી જ કહું છું કે) મારી ત્રણ ગુણવાળી માયા જ અજબ અને તરવામાં ઘણી મુશ્કેલ છે, પણ જેઓ મારું જ શરણું (અનન્ય ભાવે) સ્વીકારી લે છે, તે જરૂર એને તરી જાય છે.
નોંધ : વિકાર અને સંસ્કાર બધું આત્માને લીધે જ છે, પણ વિકાર એ આત્માની નબળી બાજુ છે, જ્યારે સંસ્કાર એની સબળી બાજુ છે. સબળી બાજુ જે જીવ વળે તે અવશ્ય સબળી અને નબળી બન્ને બાજુથી નિર્લેપ રહી શકે તેવી તટસ્થ આત્મદશા પામે એ સમજી શકાય છે. પણ સવાલ એ છે કે વિકાર એ નબળી બાજુ હોવા છતાં જીવ તેમાં કેમ જલદી ખેંચાય છે ? એનું કારણ એની અજ્ઞાનને લીધે પડી ગયેલી કુટેવ છે. શ્રીકૃષ્ણગુરુએ કહ્યું કે જેમ યોનિ સ્થાને ગર્ભસંયોગે ઊપજેલી ઓળ ગર્ભને પોતાને જ આવરી લે છે તેમ આત્મજન્ય મોહ એના જ સ્વરૂપ જ્ઞાનને આવરી લે છે. તેથી આ બધાના મૂળ કારણરૂપ આત્માતત્ત્વને તો તે ભૂલી જ જાય છે. શ્રીકૃષ્ણગુરુ તેથી કહે છે કે આ આત્માના પ્રભાવે જન્મેલી હોવા છતાં એ માયાને તરી જવી એ જીવને માટે ભારે મુશ્કેલ થઈ પડે છે. પરંતુ ત્યાં લગી જ એ મુશ્કેલ છે કે જ્યાં લગી એણે વિશુદ્ધ આત્માનું અંતઃકરણપૂર્વક શરણું લીધું નથી. જો એ એકમાત્ર એનું જ શરણું સ્વીકારી લે, તો પછી માયા તરવી જરાય મુશ્કેલ નથી. ભવસાગર એને માટે સૂકાઈ ગયેલો જ ભાસે છે.
આટલું વિચાર્યા પછી હવે સવાલ એ છે કે આત્માને શરણે કોણ કોણ આવે છે અને કોણ નથી આવતા. અને વળી તે શાથી નથી આવતા અને શાથી આવે છે. એ