________________
ગીતા દર્શના
અધ્યાય સાતમો
ઉપોદ્દઘાત ઘણા સાધકો શ્રદ્ધાળુ હોય છે. જ્ઞાનની તાલાવેલી ધરાવનારા જિજ્ઞાસુ હોય છે. અમુક હદનું જીવનશોધન અને એને લીધે થયેલો વિકાસ પણ એમનામાં હોય છે, છતાં પોતાની મેળે બહુ સ્થિર પુરુષાર્થ નથી કરી શકતા, પરંતુ જે પાત્ર પરત્વે પોતાની શ્રદ્ધા હોય, તે દોરે તે માર્ગે શ્રદ્ધાબળને લીધે માથું કોરે મૂકીને મળી શકે છે. તેવા સાધકોને ગુરુની ભારે અગત્ય છે. અર્જુન એવી કોટિમાંનો જ એક સાધક હતો. એની જિજ્ઞાસા, શ્રદ્ધા અને અર્પણની અહીં લગી કસોટી કર્યા બાદ જ્યારે શ્રીકૃષ્ણચંદ્ર બોલ્યા કે ગુરુદેવને અંતરાત્મા સાથે સમર્પણ કરી શ્રદ્ધાપૂર્વક ભજે છે તે શ્રદ્ધાળુ ભક્ત અલ્પ પ્રયત્ન પણ આ યોગ પામે છે. જો કે મનની સાવ અસ્થિરતા તો ન જ ચાલે. પણ સામાન્ય પ્રકારની સ્થિરતા હોય તોયે ગુરુદેવની દોરવણી પર વફાદારીથી વળગીને ચાલનાર ઉચ્ચ કોટિનો ઉપાસક જન્મ જન્માંતરે પણ મોક્ષ મેળવનાર થાય છે. અને એનું આદરેલું અધવચ રહેતું નથી, તેમજ કરેલું કશુંય અફળ જતું નથી.
આ વચનો સાંભળતાં જ અર્જુનની દષ્ટિ શ્રીકૃષ્ણચંદ્ર પર ઠરી ગઈ. આ વખતની એની તન્મયતા જોઈ શ્રીકૃષ્ણચંદ્રજી ભારે ખુશ થઈ ગયા.
પણ ગુરુદેવ એટલે કોઈ શ્રદ્ધાપાત્ર પુરુષનો દેહ જ ન સમજી બેસે ! અહીં અર્જુન પણ શ્રીકૃણચંદ્રના શરીરને જ માથે એ સમર્પણ ન કરી નાખે તે સાર હવે શ્રીકૃષ્ણચંદ્રને માથે મોટી જવાબદારી આવે છે. ગયા અધ્યાયમાં જ્ઞાનવિજ્ઞાન તૃપ્તાત્મા” એવું જે યુક્તયોગીનું વિશેષણ હતું, તેવા જ યુક્તયોગી અને અર્જુનના ગુરુદેવ, શ્રીકૃષ્ણચંદ્ર મહાત્મા છે. એટલે હવે તેઓને માથે ફરજ હોઈને તેઓ જાતે જ પોતાના સ્થૂળ દેહની પાછળ પોતાનું આત્મજીવન કેવું છે એ સ્વરૂપજ્ઞાન; અને આત્મા સાથે જોડાયેલાં જગતજીવન અને અન્ય જીવજીવનનો, ક્યાં, કેટલો અને કેવા પ્રકારનો સંબંધ છે, તે સ્વરૂપવિજ્ઞાન સમજાવે છે, આથી જ આ અધ્યાયનું નામ – "જ્ઞાનવિજ્ઞાન યોગ” બંધ બેસતું છે. અત્યાર લગી વ્યકિત જીવન અને આત્મજીવનની વાતો તો આવી, પણ હવેથી વિશ્વજીવનની વાતો અને