Book Title: Jain Drushtie Gita Darshan Part 2 Author(s): Santbal Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 8
________________ % મૈયા ગીતાના બીજા ગ્રંથ અંગે સવિશેષ બે બોલ ગીતાના છઠ્ઠા અધ્યાયને અંતે જોયું કે જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાથી ભરેલો યોગ સાધનાર યોગી સર્વોત્તમ છે. પ્રથમ ગ્રંથમાં કુલ્લે છ અધ્યાયો આવી ગયા છે. એ છ અધ્યાયોમાં જ્ઞાન, કર્મ અને ભકિતની વાતો જરૂર આવે છે; પરંતુ તેમાં વિશેષતા કર્મયોગને અપાઈ છે. અર્જુન એક જિજ્ઞાસુ સાધક હતો. તેની સામે ધર્મ રૂપે આવી પડેલું યુદ્ધ એ કર્મ હતું. યુદ્ધ પણ ભાઈઓ ભાઈઓ વચ્ચેનું હોવાથી તથા યુદ્ધમાં વડીલો અને ગુરુજનો સુધ્ધાં હોવાથી લાગણીઓનો સવાલ સારી પેઠે ઊભો થાય તેમ હતું. આ યુદ્ધ માત્ર વાણી ઠંદ્ર નહોતું પણ શસ્ત્રદ્ધતું હતું. લોહીની નીકો વહે તેવું હતું. આવા વિચિત્ર સંયોગોમાં પણ લાગણીઓને આડે આવવા દીધા વગર કર્તવ્ય ભાવે ચાલ્યા જવું, એ નાનીસૂની વાત ન હતી. ગીતાના પ્રથમ ભાગના છ અધ્યાયો એ ખ્યાલ આપી જાય છે કે જિજ્ઞાસુ સાધકે કર્મયોગમાં મનને પ્રથમ મક્કમ કરવું જોઈએ. જો તે પહેલેથી જ જ્ઞાનમાર્ગમાં તણાઈ જાય તો કાં તો તેને જ્ઞાનમાર્ગ છોડીને કર્મયોગમાં આવવું જ પડે અથવા જ્ઞાનમાર્ગનો મૂળ પાયો કાચો રહેવાથી વિકાસને બદલે પતન થઈ જાય. એકલા કર્મથી પણ કાંઈ પતે નહીં, કર્મયોગ પછીથી જિજ્ઞાસુ સાધક માટે ભકિત જોઈએ. આ છ અધ્યાયોમાં આત્મા, પરમાત્મા અને જગતની સચરાચર સૃષ્ટિની વાતો જરૂર આવે છે; પરંતુ છેવટે તો એ બધાનું લક્ષ્ય ભક્તિ યોગ તરફ છે અને તે પણ વ્યકત થતા ઈશ્વર તરફના ભક્તિ યોગ તરફ છે. (૧) જ્ઞાન વિજ્ઞાન યોગ (૨) અક્ષર બ્રહ્મયોગ (૩) રાજવિદ્યારાજગુહ્યયોગ (૪) વિભૂતિયોગ (૫) વિશ્વરૂપ દર્શનયોગ (૬) ભકિતયોગ. એ છયે અધ્યાયોમાં અનેક બાબતો દેખાય છે, પણ શ્રીકૃષ્ણ ગુરુદેવ અર્જુનનું ધ્યાન - .. મત્પરમાં ભક્તા સ્ત”તીવ મે પ્રિયાઃ' એટલે કે મને જે અજોડ માનીને ભજે છે, તે જ ભકતો મને ઘણા વહાલા છે, – એ તરફ દોરી જાય છે. જોકે દિવ્યચક્ષુ આપીને ભગવાન કૃષ્ણ પોતાનો ઈશ્વરીયોગ બતાવી દે છે, પણ એ યોગ આંખે ન દેખાય, તો યે જો નિસ્પૃહી અને સત્ય નિષ્ઠ ગુરુદેવ હોય તો ત્યાં તેમના અનુભવો ઉપર શ્રદ્ધા રાખીને ચાલવામાં સાચા અને જિજ્ઞાસુ સાધકPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 401