Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) તમાં તે તે તીર્થકરના અધિષ્ઠાયક શાસનદેવ સહાય પણ કરી શકે છે. એવા ઘણા દાખલાઓ સાંભળેલા છે તેથી તેમાં કશું આશ્ચર્ય નથી. તેમજ તેમાં જૂઠાણું નથી. હાલમાં વિધમાન શ્રીવિજયનેમિસુરિ, શ્રીવિજયસિદ્ધિસૂરિ, શ્રીસાગરાનંદસૂરિ, શ્રીવિજયકમલસૂરિ, શ્રીવિજયનીતિસૂરિ, શ્રીકૃપાચંદ્રસૂરિ, વગેરે આચાર્યો સૂરિમંત્રને દરરોજ પ્રાતઃકાળમાં જાપ કરે છે અને શ્રીમેઘવિજયજી વગેરે પન્યાસે, વર્ધમાનવિદ્યા, રષિમંડલ મંત્ર વગેરે કે જે દેવાધિષ્ઠિત વિધામંત્ર છે તેઓને જાપ કરે છે, તેથી શાસનદેવ ગુપ્તરીતે અને પ્રત્યક્ષ આવીને પણ સહાય કરે છે એમ જૈનશાસ્ત્રોના આધારે સિદ્ધ થાય છે. શ્રી મેહનલાલજીમહારાજ હને સુરતમાં કહેતા હતા કે જિનકુશલસૂરિ કે જે ભુવનપતિમાં ગયા છે તેમની મહને સહાય છે અને તે કોઈકવાર પ્રત્યક્ષ દર્શન આપે છે. શ્રી યશોવિજયજીઉપાધ્યાયને સરસ્વતીદેવીએ પ્રત્યક્ષ દર્શન આપ્યું હતું અને જ્ઞાનમાં મદત કરી હતી. તેવા મહાપુરૂષો કદાપિ જૂ બોલતા નથી. આ ઉપરથી વાચકો સમજી લેશે કે, મલ્લિનાથ, પાનસરા મહાવીર, કેશરીયાજી, સંખેશ્વર, મહુડી વગેરે તીર્થસ્થળના અધિષ્ઠાતા દેવો ચમત્કારી છે. તેઓ તીર્થંકર પ્રભુના ભક્ત છે તેથી સાધર્મિક જેનેને વ્યાવહારિક તથા ધાર્મિક બાબતમાં મદત કરી શકે છે, તેઓ સર્વ જેનોને મદત કરી શકે એ કંઈ નિયમ નથી, તેઓ પ્રભુની સેવાભક્તિજન્યપુણ્યોદયાનુસારે સહાયક થાય છે અને પ્રભુની સેવા ભક્તિથી પાપકર્મને અનિકાચિત કર્મોદય પણ નષ્ટ થઈ જાય છે. શાસનદેવ રાગી અને દેવી તથા બાહ્યશક્તિવાળા અને વૈક્રિય શરીરી છે. તેઓ સદાકાલ તેઓની સ્થાપિત મૂર્તિમાં રહે છે, વાસ કરે છે એ કંઇ નિયમ નથી, તેઓની મૂર્તિ આગળ મંત્ર જપનારા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60