Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) ભરાય છે અને ગાંધીજીની ચળવળ પછી હિંદુમુસભાનના ઝઘડાઓ વધવા લાગ્યા છે. ધર્મની દષ્ટિએ કઈ કાલે હિંદુ અને મુસલ્માનોની એક્તા સિદ્ધ થઈ નથી અને થવાની નથી. બ્રિટીશ આદિરાજ્યના બંદેબસ્તથી અને કોમમાં સુલેહશાંતિ જળવાઈ રહે એમ બને છે અને બનશે પણ ધર્મની દૃષ્ટિએ બન્નેમાં એકતા ન આવી શકે. રાજ્ય દ્રષ્ટિએ બન્નેને બાહ્યસ્વાર્થ એકસરખે હોવાથી બન્નેના ઉપર અન્યાય જુલ્મ થવાથી બને ધાર્મિક અમુકનીતિરીતિવ્યવસ્થાએ સંપીને વર્તે તે તે સ્વાર્થી સંબંધ હોવાથી સંધાય અને ત્રટે એમ વારંવાર બન્યા જ કરે. ધર્મની દૃષ્ટિએ હજી સુધી ગાંધીજીએ હિંદુઓની અને મુસભાનની એકતા-એકસંપી કરાવી નથી અને રાજકીય દૃષ્ટિએ પણ ખીલાફતની ચળવળ બંધ પડ્યા પછી ખરી એકસંપ થએલી દેખાતી નથી. કેટલાક હિંદુઓ અને મુસલ્માને રાજકીય દષ્ટિએ સંપીને ચાલે છે એમ કહીએ તે પણ તેથી અને કોમના મોટા ભાગમાં એકતા-સંપ જેવું વાતાવરણ ખીલ્યું નથી. ગાયની કલ પણ બંધ થઈ નથી, ગાયોની કુર્બાની પણ સર્વથા બંધ થઈ નથી. તેથી હાલ સુધી તો તેઓ હિંદુ મુસ્લીમ કોમની એક્તા કરનારા ગણું શકાય નહીં. તેમની હિંદુ મુસ્લીમ ઐક્ય કરવાની ભાવના સાચી છે. તે બને તો સારું. હિંદમાં બાવન લાખ ગાથે કપાય છે. તે ગમે તે રીતે પણ હિંદ સ્વતંત્ર થાય તો પણ ગાયો કપાવાની બંધી થાય એવું મુસલ્માનથી બ્રીસ્તિઓથી બનવું અશક્ય છે. ગાયની કતલ બંધ કરવાની હીલચાલ શરૂ કરવી જોઇએ, પણ ગાંધીજીએ હિંદની એકતા કરી તથા ગાયને મારવાની બંધી કરાવી એમાંનું હજી સુધી કશું બન્યું નથી, તેથી તેઓએ ધર્મગુરૂઓથી, શંકરાચાર્યો જેવાથી વિશેષ મહાન ધર્મકાર્ય હજી સુધી કર્યું નથી, એવું ધર્મકાર્ય કરવાની ભાવના અને થોડી ઘણી પ્રવૃત્તિ તે અનેક સાધુઓ તથા દેશનેતાઓ કરે છે, તેમ ગાંધીજી વગેરે પણ કરે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60