Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મળે છે. શ્રી સર્વ પ્રથમ મિથાત્વગુણસ્થાનક કહ્યું છે. મિથ્યાત્વ છે તેમાંથી જ સમકિતમાં જવાનો માર્ગ ખુલ્લે થાય છે તેથી મિથ્યાત્વદશામાં પણ મિથ્યાત્વ ગુણસ્થાન ગણાય છે, તેવી રીતે તીર્થ સ્થળોમાં સ્ત્રી પુત્રાદિકની ઇચ્છાએ જનારાઓ તથા શાસન દેવદેવીઓની બાધા માનનારા જેને પણ ત્યાંથી જ આગળનું ઉચ્ચ શિક્ષણ વર્તન પાળવાના અનુભવોને પ્રાપ્ત કરે છે. માટે ધંટાકર્ણ વીરાદિની નિંદા કરનારાઓએ સત્યજ્ઞાન તથા લેકોની ધર્મ પાળવાની પદ્ધતિનો ખાસ અનુભવ કરવો જોઈએ કે જેથી તેઓ જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ પ્રરૂપણ કરી પાપના ભાગી ન બને. માણસા વિ. સં. ૧૮૮૦ ના મહાવીર જયંતી પ્રસંગે ઉજવાયેલી વીર જયંતીના નામે જ્ઞાત પુત્ર મહાવીર નામના ચોપાનીયામાં બાધાસંબંધી લખ્યું છે તે સંબંધી જાણવાનું કે ઘંટાકર્ણવીરની બાધા નામના નિયમોની હારમાળા લીંબોદરાના શા. તલકચંદે છપાવી બહાર પાડી છે તે કંઈ અમારા તરફથી જણાવવામાં આવી નથી, તેથી તે સંબંધી અને જવાબદાર નથી. ઘંટાકર્ણ મહાવીર યક્ષ સંબંધી પૂર્વે લખાઈ ગયું છે તેથી હવે તે સંબંધી વિશેષ લખવાનું રહ્યું નથી. હાલના કેટલાક સુધારક જનો, કે જેઓ રાજકીય પ્રવૃત્તિવાળા ધર્મશ્રદ્ધાચારથી કુતર્કો નાસ્તિકસંશયી બનેલાઓ છે તેઓનો વિશ્વાસ કરશે તે ઠગાશો. કેટલાક તો રશિયાના બશેવિકોના જેવા વિચારે ધરાવે છે અને હિંદના દરેક ધર્મના ધર્મગુરૂઓનો અને ધર્મના રીવાજોને નાશ કરવા ઇરછે છે. સાધુઓની-ત્યાગીઓની સંસ્થાને નાશ કરવા હાલમાં દેશસમાજ સુધારક દળો પૈકી ઘણુ નાસ્તિક દળોની પ્રવૃત્તિ થઈ છે, તેઓ ત્યાગીઓની નિવૃત્તિને ધિક્કારે છે, તે પૈકી કેટલાક આંગ્લભાષાદિ કેળવણી પામેલાઓ છે અને તેઓ જૈનશાસ્ત્રમાં ઘણે કલ્પિત ભાગ વધી ગયું છે, એમ માને છે, તેમાંથી કેટલાક તો જૈનશાસ્ત્રમાંનાં સ્વર્ગ અને નરક તો પુરાણોની પેઠે પૂર્વાચાર્ય ઉભાં કરેલાં છે એમ માને છે. કેટલાક સુધરેલ નાસ્તિક જેનો તે ત્યા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60