Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ એવો પુરુષાર્થ અમારી મુદ્રણ સમિતિના સભ્યો સર્વશ્રી ભૂપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ ઝવેરી, શ્રી ગાંગજીભાઈ પી. શેઠિયા, શ્રી ઉષાબહેન પી. શાહ, શ્રી વસુબહેન ભણશાલી અને શ્રી જવાહરભાઈ ના. શુક્લે કર્યો, અને સતત પરિશ્રમ કરી આ સમિતિના સભ્યોએ અમને ગૌરવવંતા કર્યા છે. સંઘબળનું આ સંઘફળ છે. આ સર્વે પ્રત્યે અમે હૃદયનો આનંદ જ વ્યક્ત કરીએ છીએ. ઉપરાંત આ ગ્રંથ નિર્માણ માટે સતત દોડધામ કરનારા અમારા કર્મનિષ્ઠ કર્મચારીઓ મુખ્યત્વે મેનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક, ભાઈ અશોક પલસમકર, ભાઈ હરિચંદ્ર નવાળે, ભાઈ મનસુખભાઈ મહેતા અને બહેન શ્રી જયાબહેન વીરાને તો કયા શબ્દોમાં નવાજીએ ? હૈયું, હામ અને હાથ આ ત્રણેનો સુમેળ હોય તો જ શુભ આકાર પ્રાપ્ત થાય. બધી સામગ્રી અને સાહિત્ય એકત્રિત કરવા માટે પૂ. તારાબહેન અને પૂ. રમણભાઈનાં સુપુત્રી બહેન શ્રી શૈલજાને અમે ખૂબ ખૂબ પરિશ્રમ આપ્યો છે. એમના રાત-દિવસના પુરુષાર્થ વગર આ ગ્રંથો આટલા બધા સમૃદ્ધ અને શોભિત ન જ થાત. એમના પ્રતિ માત્ર ઋણભાવથી વિશેષ લખીએ તો એમનો મીઠો ઠપકો અનુભવવો પડે. આ બધી પરિકલ્પનાના સૂત્રધાર સંયોજક અમારા સર્વેના નાના ભાઈ જેવા, બુદ્ધિધન ધનવંતભાઈને તો અમારે આજ્ઞા કરવાની જ હોય, અને આજ્ઞા કરતા રહેવાના જ. હૃદયમાં સ્થિર થયેલા આ અમારા નાના ભાઈને શબ્દથી શું કામ બહાર આવવા દઈએ ? આટલા વિશાળ કાર્યનો અમે આરંભ તો કર્યો, પણ મનમાં ધનરાશિની ચિંતા હતી. પણ સાથે સાથે શ્રદ્ધા પણ હતી જ. પરંતુ પૂ. રમણભાઈની સુવાસ અને અમારા પૂર્વસૂરિઓનાં પુણ્ય અને પુરુષાર્થનો અમને અનોખો અનુભવ થયો. એને ચમત્કાર પણ કેમ ન કહેવાય ? “પ્રબુદ્ધ જીવનના ૧૬ ફેબ્રુઆરીનો કડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ અંક વાચકો પાસે જેવો પહોંચ્યો અને એમાં છેલ્લા પૃષ્ઠ ઉપર ડો. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભ' ગ્રંથોની માહિતી પ્રગટ થતાં જ એ જ માસની ૨૦૨૨ તારીખની આસપાસ જ એક દાનવીર સુશ્રાવકનો અમને ફોન આવ્યો, અને નમ્રતાપૂર્વક અમને આ ગ્રંથો માટે માતબર રકમ સ્વીકારવાની વિનંતિ કરી અને તરત જ માતબર રકમનો ચેક મોકલી આપ્યો ! પૂ. રમણભાઈ આવા કેટકેટલા શુભ આત્મામાં બિરાજ્યા હશે ? અમારાં કેટલાં બધાં સદ્દભાગ્ય કે અમને આવા સુશ્રાવક જ્ઞાનીજનનો સહવાસ અને સદૂભાવ પ્રાપ્ત થયો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 348