Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯૨ થી ન ધ પ્રકાશ [માનિ ગણાય છે, મરતા માણસને પણ નવો પ્રાણ આપે છે, છતાં આ કેસમાં તે વિષરૂપે પરિણમ્યું. દાકટરોનું કહેવું એવું હતું કે–તેને નસમાં આ ઇંજેકશન આપવાની કાંઈ જરૂર ન હતી. તેને ઇંજેકશન ન આપ્યું હતું તે તેનું મરણ થવા કાંઈ કારણું ન હતું. આવા સેંકડો ઈંજેકશનો હારપીટલમાં જ અપાય છે. તેણે પિતે પણ ઘણાને આપ્યા હતા. જે ઇંજેકશન તેને આપવામાં આવ્યું તેની બનીવટમાં કાંઈ વિકૃતિ થવી જોઈએ, એટલે આવું પ્રાણઘાતક પરિણામ આવ્યું. સવાલ એક જ થાય છે કે-દરરોજ અપાતા સેંકડો ઈંજેકશનમાં આના નસીબમાં જ કયાંથી આવું વિકારવાળું ઇજેકશને આવ્યું, જે બાબતને બીજો કોઈ ખુલાસો થઈ શકતો નથી. એક જ થઈ શકે કે-તેનું આયુષ્યકર્મ પૂરું થયું એટલે અમૃત ગણાતું ઇજેકશન વિષરૂપે પરિણમી તેના મૃત્યુનું નિમિત્ત બન્યું. આ દાખલા ઉપરથી જણાય છે કે સુખદુ:ખના સમાન કારણે હોવા છતાં, એકને સુખરૂપે અને બીજાને દુઃખરૂપે જે પરિણામ પામે છે તેનું કાંઈ અદઈ કારણ હોવું જોઈએ. કર્મ એ જ તે અહણ કારણ છે, બીજી દલીલ એવી કરવામાં આવે છે કે-જેમ યુવાન શરીરની પહેલા બાળ શરીર હોય છે, તેમ બાળ શરીરની પહેલા પણ બીજું શરીર તેના કારણે પે હાવું જોઈએ. મૃત શરીર નવા જતા બાળકના શરીરનું કારણ ન હોઈ શકે, કારણ તે શરીર તો રમીભૂત થયેલ હોય છે અને એક જ માંથી બીજા જન્મમાં જતાં અંતરાલે જૂનાં દારિક શરીરનું અસ્તિત્વ હોતું નથી એટલે બાળ શરીરના પૂર્વે જે બીજું શરીર છે તે ક જ છે અથૉત્ કામેણું શરીર છે. જીવ જન્માંતરમાં કાર્ય શરીર યુક્ત જ હોય છે અને તે કાણુ શરીર દ્વારા જ જીવ ના શરીરની રચના કરે છે. કારણને આશ્રીને કમની સિદ્ધિ ઉપરના ભાગમાં કરવામાં આવેલ છે. હવે કાર્યને આશ્રીને કર્મની સિદ્ધિ કરવામાં આવે છે. જગતમાં ચેતનારખ્યા-બુદ્ધિપૂર્વક કરેલ દરેક ક્રિયા ફળ આપતી જોવામાં આવે છે. ભૌતિક જગતમાં નો આ પ્રત્યક્ષ દેખાય છે. ખેડ માટે ક્રિયા કરવામાં આવે છે એટલે ખેતીની નીપજ ઉત્પન્ન થતી જોવાય છે. તે પ્રમાણે નૈતિક અને આધ્યાત્મિક જગતમાં પણ દરેક ક્રિયા મૂળવાળી હોવી જોઈએ. દાનાદિ શુભ ક્રિયા અને હિંસાદિ અશુભ ક્રિયાનું પણ મૂળ અવશ્ય હોવું જોઈએ. કોઈવાર કૃષિ આદિ ક્રિયા અફળ થતી જોવામાં આવે છે, તેમાં નિયમમાં વ્યભિચાર નથી, પણ તે ક્રિયા કરવામાં સાચી સમજણને મને સામગ્રીનો અભાવ હોવાથી તે નિષ્ફળ જાય છે. દરેક માસ અમુક કળા Aળવવાના હેતુથી ખેડ વિગેરે ક્રિયા કરે છે, અને સહકારી કારમાં સામેલ હોય u તે ક્રિયાનું ફળ અવશ્ય મળે છે. ભોતિક જગતમાં જે નિયમ છે કે–ક્રિયાનું ળ અવશ્ય હોવું જોઈએ તે જ નિયમ નૈતિક જગતને પણ લાગુ પડે છે. દાનાદિ કયાનું શુભ ફળ મળવું જોઈએ, અને હિંસાદિ ક્રિયાનું અશુભ ફળ મળવું Pઈએ. શુભ ફળ તે સુખ છે અને અશુભ ફળ તે દુઃખ છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32