Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૮ જેનધામ પ્રકારે. દૂર કરી તેના પર તે અનહદ ઉપકાર કરે છે. ચંદરાજાના સુશીળપણાનો અદ્ભુત ચમત્કાર અહીં પ્રગટ થાય છે. કનકધ્વજની તો તેથી જીંદગી સુધરી જાય છે. તે ચંદરાજાને પગે પડે છે. આવા ઉપકારી પુરૂ જગતમાં બહુ વીરલજ જણાય છે, પછી સિંહલરાજા પરિવાર સાથે સ્વદેશ સીધાવે છે. ધ ચંદરાજાને ગુણાવળીનું મરણ થાય છે. ગુણાવળીએ જે કે એક વખત ભૂલ તો કરી, પણ પછી તેને માટે તેણે એટલે બધે પસ્તાવે કર્યો અને કુર્ક ટપણામાં ચંદરાજાની એટલી બધી ભક્તિ અને પરિપાલના કરી કે જે ચંદરાજા છંદગી પર્યત ભૂલે તેમ નથી. શિવમાળાને તે જ્યારે પાંજરું આપતી નહોતી તે વખતે ચંદરાજાએ વચન આપ્યું હતું કે હું જે મનુષ્ય થઈશ તો તરતજ તને મળીશ ” આ વચન તેને યાદ આવે છે એટલે તે તેને મળવાને વધારે તેજાર થાય છે. અંત:કરણ એ પરસ્પરની સાક્ષી આપનાર છે. એક જે શુદ્ધ અંત:કરણથી ચાહે છે તો તે જેને ચાહે છે તે પણ જરૂર તેને ચાહ્યા સિવાય રહી શકતું નથી. આ અદલ ન્યાય કુદરતી રીતે જ પ્રવર્તે છે. રાત્રિએ તેનું સ્મરણ થયા પછી તેનાજ વિચારમાં સવાર પડે છે. અંદરાજા પહેલું કામ ગુણાવળીને ખબર આપવા માટે માણસ મેકલવાનું જ કરે છે. હજુ પણ વીર. વતીનો ભય તેના મનમાંથી દૂર થતો નથી. તેના ઘા હજી સાલ્યા કરે છે. તેથી માણસને તેનાથી અજાણ્યા રહેવાની ખાસ ભલામણ કરે છે. એ પત્ર લઈ જનાર સાથે જે સંદેશે કહેવરાવે છે તેમાં એક વાકય સ્વદેશભક્તિનું સૂચક છે. ચંદરાજ કહે છે કે “–પરદેશના ગુલાબ કરતાં સ્વદેશના કાંટા વહાલા લાગે છે.” આ ખરેખરી વાત છે. એનું નામ સ્વદેશાભિમાન છે. જેઓ પોતાની સ્વદેશભૂમિને ભૂલી જાય છે, તેઓ દેશદ્રોહી બને છે, તેઓજ ખરેખરા કૃતઘી છે. ચંદરાજા સર્વ પ્રકારે ઉત્તમ હતા, તેથી આ પ્રકારની સ્વદેશભક્તિને પણ તેના હૃદયમાં વાસ હતો. મારા આભાપુરી જાય છે. મંત્રીદ્વારા ગુણાવળીને મળે છે, અને તેને પત્ર આપીને તેમજ મુખેથી હકીકત કહીને અત્યંત પ્રસન્ન કરે છે. ગુણાવળી પણું વિરમતી સાસુથી બીહે છે, એટલે સેવકને તેનાથી અજાણ્યા રહેવાની ખાસ ભલામણ કરે છે, અને વધારે ચકચાર ન થાય તેટલા માટે તેને તરતજ પત્ર લખી આપીને વિદાય કરી દે છે. આ પ્રમાણે કર્યા છતાં પણ વાત છાની રહેતી નથી. “વાયે ઉડી જાયે વાત” એ વાક્ય પ્રમાણે આખી આભાપુરીમાં ચંદન રાજા કુકડા મટીને મનુષ્ય થયાની વાત ફેલાઈ જાય છે. કસ્તુરીને ગમે તેટલી જ કી રાખો. છતાં પણ તેની સુગંધ બહાર પડ્યા વિના રહેતી જ નથી. લોકેની ફ૮૫નાજ અપૂર્વ કામ કરે છે, તેના હૃદયમાં જ એવા સંકલ્પ ઉદ્દભવે છે, અને તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36