________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ. “અનાજ વિધવા માટે અ૪.” (૧) સર્વ પ્રાણીઓમાં મનુષ્ય જે કે ઉત્તમ પ્રાણી કહેવાય છે, પણ મનુષ્યમાં વિધવા સ્ત્રીઓ તો સર્વ પ્રાણીઓ કરતાં પણ અત્યંત કંગાળ સ્થિતિમાં મૂકાચેલી છે, એમ સર્વ કોઈને અનિચ્છાએ પણ સ્વીકારવું જ પડશે.
( ૨ ) રમી એ મૂળથી જ અબળા કહેવાય છે અને તેમાં પણ જ્યારે તેનું ભાવરૂપી અમૂલ્ય રત્ન નિર્દય કાળના પ્રહારોથી લુંટાઈ જાય છે, ત્યારે તે તે તદ્દન નિરાધાર અને લાચાર હાલતમાં આવી પડે છે.
(૩) મુંગું પ્રાણ રસ્તામાં ઉગેલું ઘાસ ખાઈને પોતાનું પેટ ભરી શકે છે; ઉડતું પ્રાણી તરૂવરપર ઉગેલાં ફળમાંથી પિતાનું પોષણ કરી શકે છે, પણ અનાથ વિધવાઓ સાસરેથી હડધુત થાય છે, ને પિયરમાં પણ બોજારૂપ મનાય છે. રસ્તામાં ઉગેલું ઘાસ તે ખાઈ શકતી નથી અને તરવરે ઉત્પન્ન કરેલાં ફળ લેવા તે જંગલમાં જઈ શકતી નથી.
(૪) હિંદુ સંસારમાં વિધવાઓ એ પગના ખાસડાના તળીયાં કરતાં પણ કનિષ્ઠ ગણાય છે. રસ્તે જતાં કોઈને સામે મળે તે અપશુકન થયાનું કહી તેના પર બાહ્ય નહિ તો આન્તરિક ધિક્કારનો વષદ વરસાવવામાં આવે છે, બીજી તરફ તેને પિતાનું ચારિત્ર વિશુદ્ધ રાખવાની અને નિતિ માર્ગ પર પ્રયાણ કરવાની મહાન ગસમાન સૂચનાઓ કરવામાં આવે છે.
(૫) એટલું તો સ્વીકારવું જ જોઈએ કે આપણો દેશ એ એક મહાન પુન્યશાળી, ગેરવશાળી અને આખી દુનિયામાં સર્વોત્તમ રથાન પામેલા પરમ પવિત્ર દેશ છે, પવિત્રતા અને શુદ્ધ ચારિત્ર એજ તેને વડીલોપાત વારસો છે, અને તેટલા માટે વિધવાઓએ પોતાને વૈધવ્યકાળ અત્યન્ત પવિત્રતાથી સદાચાર અને સન્માર્ગ સૂચક વ્યતિત કરવો જોઈએ. પુનર્લગ્નની હિમાયત કરનારાઓ પણ શુદ્ધ વૈધવ્યધર્મ પાળનારને ઉત્તમ સ્ત્રીની ઉપમા આપવાને સંમત છે, અને તેટલા માટે ઉત્તમ દેશમાં સ્ત્રીઓ ઉત્તમ પદને પ્રાપ્ત કરનારીજ નિવડવી જોઈએ. એ સાચેસાચી હકીકત છે.
( ૬ ) હવે પ્રશ્ન એ થાય છે કે-આજે કમનશીબ પાંચ વર્ષથી તે વીશ વર્ષ સુધીની વિધવા હજારોની સંખ્યામાં ઉભરાય છે, તેઓ શુદ્ધ ચારિત્રવાનું રહેવી જોઈએ એ સત્ય છે. પરંતુ એ અનાથ વિધવાઓ હિંદુ સંસારમાં સર્વ પ્રાણીઓ કરતાં કંગાલ સ્થિતિમાં મૂકાયેલી છે ત્યારે તેમની પવિત્રતા જળવાઈ રહેવાનો સવોત્તમ ઈલાજ કયો છે?
( ૭) સંસાર સુધારાના હિમાયતીઓ, દેશના નેતાઓ અને પરોપકારી ત્યાગી મહાત્માઓ તથા શ્રીમંતા કહે છે કે ગામેગામ વિધવાશ્રમ સ્થાપવા
For Private And Personal Use Only