________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભકિતને મિષે થતી આશાતનાઓ. વધારે વખત બેસવાથી દારિક દેહે બીજી પણ આશાતના થવાનો સંભવ છે.
૧૬ પૂજા ભણાવવા માટે ઘણા બંધુઓ પોતાના વખતને ભેગ આપે છે, પરંતુ તેમાં પ્રથમ તો ઉઘાડે મોઢે બોલવાથી પૂજાની ચોપડી ઉપર તેમજ દેરાસરમાં થુંક ઉડવાથી અને મુખની દુર્ગધી વિસ્તરવાથી આશાતના થાય છે. દેરાસિરની અંદર પ્રવેશ કરવાથી માંડીને નીકળે ત્યાંસુધી ઉઘાડે મુખે બોલવાનો નિ
ધજ છે. અષ્ટપુટ મુકેશ અને ઉત્તરાસનો છેડો તેજ ઉપયોગ માટે છે. આ બાબતને ઉપયોગ તદન રાખવામાં આવતા નથી. ઉપરાંત તે શું બોલે છે તેની અર્થ વિચારણા કરવામાં આવતી નથી, તેથી માત્ર પિપટપાઠ જેવું ઘણે અંશે થાય છે. પૂજા ભણાવવાનું ફળ પરમાત્માના ગુણાનુવાદ વિગેરેથી થતી ભાવપૂજાનું ફળ છે તેજ છે. તેની પ્રાપ્તિ અર્થ વિચારણાવિના થઈ શકતી નથી.
• ૧૭ પૂજ ભણાવવામાં તેમજ ચંત્યવંદનાદિ કરવામાં અને અજ્ઞાન માણસો એટલું બધું અશુદ્ધ બેલે છે કે કેટલીક વખત પરમાત્માની સ્તુતિને બદલે નિંદાવાચક શબ્દોનો ઉચ્ચાર થાય છે. કયું સ્તવન, કયારે, અને કયે સ્થાનકે બોલવું તેની વિચારણા તો અર્થશૂન્ય મનુષ્ય ક્યાંથી જ કરી શકે ? તેથી પૂજા અને સ્તવનાદિકના અર્થની વિચારણા કરવા માટે તેના અર્થ સમજવાનો ખપ કરવો અને શુદ્ધ શબ્દોચ્ચાર કરવા સાથે અર્થની વિચારણા કરવી, જેથી આશાતના અટકશે અને ભક્તિનું ફળ પ્રાપ્ત થશે. - ૧૮. આ પ્રસંગે જિનપૂજાના ઉપગરણ સંબંધી પણ ધ્યાન ખેંચવામાં આવે છે. દરેક ઉપગરણ સ્વસ્થ રહેવું જોઈએ. કળશ સીધા નાળવાવાળા જ વાપરવા જોઈએ કે જેમાં પાણીની અસર ન રહે, અને જીવજંતુ ઉત્પન્ન ન થાય. તે અંદરથી ને નાળવામાંથી લુવાઈને દરરોજ સાફ થવા જોઈએ. આમાં જેટલો પ્રમાદ થાય તેટલી જીવાવરાધના અને આશાતના છે, એટલું ધ્યાનમાં રાખવું.
આ લેખ આટલેથી જ બંધ કરવામાં આવે છે. આની અંદર પાસ મુખ્ય મુખ્ય બાબતેજ બતાવવામાં આવી છે. તે સિવાય બીજી નાની મોટી અનેક બાબતો એવી છે કે જેમાં વિચારશૂન્ય મનુષ્ય ઘણું ભૂલ કરે છે. પરંતુ કેટલીક ભૂલ અજ્ઞાનતાને યોગે માફ થઈ શકે તેવી હોય છે અને કેટલીક માફ થઈ શકે તેવી હોતી નથી. તેથી ભકિત કરવા જતાં ઉલટી આશાતના કરીને લાભને બદલે નુકશાન ન મેળવાય તેટલા માટે આ લેખ લખવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુ જો તેને સાર્થક કરશે એવી આશા છે.
For Private And Personal Use Only