________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભકિતના મિષે થતી આશાતનાઓ.
૩૩ આવાં છુટાં પુ િવિવેક પૂર્વક-શોભનિક લાગે તેવી રીતે જિનબિંબ ઉપર ચઢાવવા જોઈએ. તેની અંદર જે અવિવેક કરવામાં આવે તે આશાતના છે. પુષ્પના હારના સંબંધમાં તો ખાસ વિચારવાનું છે. પુષ્પને સેયવડે ઘેચીને બનાવેલા હાર તો બીલકુલ રઢાવવા લાયક નથી. તેમાં તો પ્રત્યક્ષ આશાતના છે. જિનાજ્ઞાનો ભંગ ગ છે, જીવોની વિરાધના છે, અને દયાળુ ગણાતા શ્રાવક ભાઈઓને. ન છાજે તેવી પ્રવૃત્તિ છે. ભેળા ભકિતવાન ઘણા ભાઈઓના હૃદયમાં આ વાત હજુ બરા. બર ઉતરતી નથી અને સિદ્ધાચળાદિ તીર્થે આ વાત હદ ઉપરાંત વધારી દીધી છે, પરંતુ તે તદન અયોગ્ય છે, શપદ્ધવિધિ વિગેરે અનેક ગ્રંથોમાં પુષ્પ ચાર પ્રકારે ચઢાવવાના કહ્યા છે. તેમાં પ્રત્યક્ષ રીતે કુલ ગુંથીને હાર બનાવવાનું કહેલું છે, આ બાબત જેટલા આધારમાં જાણવા ઈછા હોય તેટલા બતાવી શકાય તેમ છે, પરંતુ આ ભકિતના નામે થતી આશાતના તે તદન અટકાવવાની આવશ્યકતા છે. આશા છે કે સુજ્ઞ જેન બધુઓ આ હકીકતપર ખાસ લક્ષ આપશે અને તે સત્વર દૂર રહેશે.
૯ પુષ્પ પૂજા પછી ધુપ, દીપ પૂજા કરવામાં આવે છે...આ અંગ્રપૂજા કહેવાય છે. અગ્રપૂજાઓ વાસ્તવિક રીતે ગર્ભગૃહ (ગભારા) ની બહારથી જ કરવા યોગ્ય છે, છતાં તે ગભારાની અંદર રહીને કરવામાં આવે છે, એટલું જ નહીં પણ ધુપ તો પ્રભુના મુખ સુધી લઈ જવામાં આવે છે. અજ્ઞાન પૂજા કરનારાઓ અગરવાટને કટકે ધુપધાજુમાં મૂક્યા સિવાય ઉબાડીઆની જેમ હાથમાં લઈને પ્રભુના મુખ સુધી લઈ જાય છે, અને તેની રાખ તેમજ તણખા પ્રભુના શરીર પર પડે છે. આ અજ્ઞાનતા દૂર કરવાની ખાસ આવશ્યકતા છે. તેમાં ભક્તિ કરતાં આશાતના થાય છે. દેરાસરની ભીંત ઉપર કોલસાવડે પિતાનું નામ લખનારા અજ્ઞાન માણસે જેટલું નુકશાન કરે છે તેટલું બલકે તેથી વધારા પડતું નુકશાન ગારાના તમામ ભાગને અંદર ધૂપ દીપ કરવાવડે શ્યામ કરી મૂકીને તેવા અજ્ઞાની માણસો કરે છે. આ બાબત ખાસ લક્ષ આપવા લાયક છે. (ધુપધાર્યું હોય તો તેના વડે જ ધુપ કરવો યોગ્ય છે.)
૧૦ દીપ પૂજા કરનારા દેરાસરની અંદરનું દેરાસરના દ્રવ્યથી લાવેલું ઘી તૈયાર જોઈને–તેમજ તેનો કરેલો દીપક તેયાર જઈને પોતે પણ દીવ ઉતારવા મંડી પડે છે. પરંતુ અગરવાટ સાધારણ ખાતાની હોય છે. તેવું આ કૃત નથી એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. વિશુદ્ધિના ખપી શ્રાવકે પિતાના ઘરનું ધી રાખીને તેનો ઢીપક કરી પિતે ઉતારે છે. દેરાસરના સુતરની વાટ પણું વાપરતા નથી.
૧૧ ત્યારબાદ પ્રભુની સન્મુખ ગભારાની બહાર બેશીને અક્ષત, ફળ ને
For Private And Personal Use Only