Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાસ. ન કે આ ત્રણ પૂજા એક સાથે કરવામાં આવે છે. તેમાં જે પ્રકારના વિવેકની અપેક્ષા છે તે ભૂલી જવામાં આવે છે. મેઢે બોલે છે કે-અક્ષત શુદ્ધ અખંડશું, જે પૂજે જિનરાય, પરંતુ પોતે જે સ્વસ્તિક કરે છે તે અક્ષત કેવા છે તે ઉપર ધ્યાન આપતા નથી. કેટલીક વખત ચોખાની અંદર ધનેડીયાં અને બાવા પણું દેખાય છે કે જેની વિરાધના થાય છે. ફળ પણ સાધારણ અને નેવને સ્થાને સાકરને કકડો કે સાકરદાળી જેવી સાધારણ વરતુ ચઢાવે છે. નિરંતરને માટે તો ગમે તેમ હું પણ પર્વ દિવસે અથવા પિતાને ત્યાં લગ્નાદિ પ્રસંગે પુષ્કળ મીઠાઈ હોય ત્યારે તેમજ મેમાન પ્રાણા માટે પુષ્કળ મીઠાઈ લાવ્યા હોય કે કરાવેલ હોય ત્યારે પણ જિનેશ્વરની ભક્તિનું સ્મરણ થતું નથી. અને તે તે ઉત્તમ વસ્તુઓ પ્રભુ પાસે ધસ્વામાં આવતી નથી. ફળ પણ ઉત્તમ જાતિના ધરવામાં આવતા નથી. આ જિનપૂજા પ્રત્યે અપાદર સૂચવે છે. ૧૨. દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજાનો અવસર પ્રાપ્ત થાય છે. દ્રવ્યપૂજામાં પુષ્કળ વખત ગાળનાર પણ ભાવપૂજામાં બહુ મંદ આદરવાળા દેખાય છે. દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજાનું ફળ અનંતગણું કહેલું છે, છતાં તેના પ્રત્યે અત્પાદરનું રણ માત્ર સમ્ય ભાવની ખામી છે તેજ છે. દિનપરદિન ભાવપૂનમાં વધારે વઘારે આદર કરવાની જરૂર છે, એ વાત ધ્યાનમાં રાખવી. ૧૩. પ્રસંગે આંગી વિગેરેના સંબંધમાં થતી આશાતના જણાવવા - ચ છે. આંગીને પ્રસંગે પુષ્કળ દાવાઓ કરવામાં આવે છે કે જેની ગરમી આપણને પણ અસહ્ય લાગે છે. વળી ચોમાસાના દિવસે માં જીવવિરાધના પણ ઘણી થાય છે. કેટલીક વખત તે ઉઘાડા દીવા ગ્લાસ વિગેરેમાં મૂકવામાં આવે છે, તેમાં પણ પુષ્કળ વિરાધના થાય છે. આમ થવાથી ભકિતને બદલે આશાતના થાય છે. જ્યા વિના કરણી ફળદાયક થતી નથી. ૧૪. મહાત્મવાદિ પ્રસંગે વરઘોડાઓ કાઢવામાં આવે છે. તેમાં જે જિનબિંબનું અત્યંત સન્માન જળવાવું જોઈએ તે જાળવવામાં આવતું નથી. તેથી ભકિત થતી નથી પણ આશાતના થાય છે. આ પૂર્વે નીકળતી રથયાત્રાનું અનુકરણ છે. તે તે રથયાત્રા કેવી રીતે નીકળતી હતી તેના શાકત વર્ણન વાંચી જેવા, જેથી આપણે કેટલે અપાદર કરીએ છીએ તેની ખબર પડશે. . ૧૫. જિનમંદિરની અંદર બેશીને કેટલેક સ્થાને એવી વિકથાઓ અને નિંદા કરવામાં આવે છે કે જે સુરા રાંભળનારને અત્યંત કર્ણક લાગે છે. આ તો પ્રત્યક્ષ આશાતનાજ છે. દેરાસરની અંદર માત્ર ધર્મચર્ચા કરવી હોય, નવકારાદિનો જાપ કરવો હોય, વિધિ યુકત દેવવંદન કરવું હોય, પૂજા ભટ્ટવવી હાય ઈત્યાદિ પ્રશસ્ત હેતુ હોય તેજ વધારે વખત બેસવું, નહીં તે ત્યાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36