________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાના રામ ઉપરથી નીકળતો સાર.
—
સમશ્યા-રાધાપતિકે કર વસે, પંચજ અક્ષર લેજો રે,
પ્રથમ અક્ષર દૂરે કરી, વધે તે મુજને દેજે રે. વાં૩૫. ઉ૦ દરશન. જે હવે સુરજકુંડથી, વિઘન થયાં વિસરાળ રે, તે સહુ પુણ્ય પસાયથી, ફળશે મંગળમાળ રે. વાં૩૬ ઈમ લખી લેખ ગુણાવળી, પ્રેગ્યો પ્રીતમ પાસ રે, દીપવિય કહે ચંદની, હવે સહુ ફળશે આશ રે. વાંટ ૩૭
હવે આ હકીકત વિરમતીના જાણવામાં આવશે અને તે અનેક પ્રકારના તર્કવિતર્ક કરશે, જેને પરિણામે પુણ્યની પ્રબળતાથી ચંદરાજાને તે કાંઈપણ ઈજા કરી શકશે નહીં, પરંતુ પિતે પરાજય પામશે અને ચંદરાજા આભાપતિ થશે. આ હકીકત આપણે હવે પછીના પ્રકરણમાં વિગતવાર વાંચશું. હાલ તો આ પ્રકરણમાંથી જે સાર ગ્રહણ કરવા યોગ્ય છે તે આ નીચે પ્રદર્શિત કરવામાં આવે છે.
પ્રફળ ૨૪ માનો સાર. - સિંહલરાજાને રાજસભામાં બોલાવી મકરધ્વજ રાજા જે વચનો કહે છે તે બધા તે મનપ સાંભળી રહે છે, એક શબ્દ પણ બેલી શકતો નથી. તેનું કારણ પિતાને ગુહો પિતે સમજી શકે છે તે જ છે. ગુન્હો રાંક છે. ખોટે બચાવ ખરી વખતે કરી શકાતા જ નથી. સામે ચંદરાજાને બેઠેલા જુએ એટલે પછી બચાવ શું કરે ? બીજે વખતે ખોટી રીતે બચાવ કરનારા પણ ખરે વખતે ગુન્હો કબુલ કરે છે અથવા મન થઈ જાય છે. - મકરધ્વજ રાજા શિક્ષા ફરમાવે છે ત્યારે પણ તેઓ કાંઈ બોલી શકતા નથી, પરંતુ શ્રીપાળ રાજાની જેવા એકાંત ઉપકારી ચંદરાજા કહ્યા વિના રહી શકતા નથી. તેઓ અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિથી મકરધ્વજ રાજાને સમજાવે છે અને સિંહલરાજાને સપરિવાર છુટકો કરાવે છે. સજ્જનની આવી જ રીતિ હોય છે. તે ઉપકારીને બદલે તે પ્રાણસાટે પણ વાળે છે, પરંતુ અપકારી ઉપર પણ ઉપકાર કરનારા હોય છે. ચંદરાજા કહે છે કે “જે ભુંડું કરનારનું આપણે પણ ભુંડું કરીએ તો ભુંડાને રૂડામાં ફેર ?” આ વાક્ય ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. આવા સજજને જગતમાં વીરલ હોય છે. ઘણું તે અધમ વૃત્તિના હોય છે કે જેઓ ઉપકારીને પણ અપકાર કરે છે. ઉપકારીને ઉપકાર કરનારા મધ્યમ કહેવાય છે. ઉત્તમ તે અપકારીનો પણ ઉપકાર કરે તેજ કહેવાય છે. આપણે એમાંની કઈ પંક્તિમાં છીએ તેનો વાંચકે વિચાર કરી લેવો.
ચંદરાજાએ સજનતા બતાવ્યા પછી પ્રેમલાનો વારો આવે છે, તે પણ પિતાની સદ્દવૃત્તિ બતાવી આપે છે. પિતાના નામમાત્ર સ્વામી કનકધ્વજને કુષ્ટ
For Private And Personal Use Only