Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છના જૈન સંપ્રદાય સંબંધી સામાન્ય અનુભવ. ૧૧૧ कच्छना जैनसंप्रदाय संबंधी सामान्य अनुभव. ભુજ, માંડવી, મુદ્રા અને અંજાર એ કચ્છના ચાર શહેરમાં મુખ્યપ ગુર્જર જેની વસ્તી છે. સૌથી વધારે વસ્તી માંડવીમાં છે. તે બધાયમાં સ્થાનકવાસી ગણાતા હુંકોની પણ વસ્તી છે. આ તરફ સંવેગી સાધુજનોની ગેરહાજરીને લઈને જેની ભાઈઓ સ્વધર્મ વિષે જોઈએ એવી દ્રઢતા રાખી રહ્યા નથી. પતિ લકે કેટલેક સ્થળે છે, પણ મેટે ભાગે હવે તેમનું માન નથી. તેમના પૂર્વજોએ પ્રથમ કંઈક સારૂં પાણી બતાવેલું જણાય છે. પ્રથમ આ ચારે શહેરોમાં પ્રાય: એક સરખી રીતે તપગચ્છની આચરણ વર્તતી હતી; પણ થોડાક વર્ષ થયાં તેમાં કેટલોક વિક્ષેપ થવા પામેલ છે. દીર્ઘદ્રષ્ટિની ખામીથી મતાગ્રહી સાધુઓ આવી વિક્ષેપ પડાવી જાય છે, પણ તેનાં પરિણામ બહ માઠાં આવે છે. જો કે હાલ કંઇક શાન્તિ દેખાય છે. પણ મોતીની પેરે મન ફાટયાં પછી સંધાવા મુશ્કેલ પડે છે. લોક કેળવણીમાં પશ્ચાત છે. અબડાસામાં પ્રાય: અંચળની આચરણા દેખાય છે. ત્યાંના જેનો બધા સરલ પ્રકૃતિના દેખાય છે, તેથી તેઓ ઉપર ઉપદેશની અસર સારી થઈ શકે છે. આ તરફ સંવેગી સાધુઓનું વિચર્યું અ૬૫ થાય છે. કેટલાક સાધુઓ આ તરફનો વિહાર કઠણ સમજતા હશે પણું તેવી કઠીનતા જોવામાં આવતી નથી. ગુજરાત કાઠીયાવાડની સાથે સરખાવતાં લેકે સંવેગી સાધુ ઉપર એછા રાગી નથી, બલકે વધારે રાગી દેખાય છે. આ તરફના લોકોને મેટો ભાગ ખેડુત વર્ગનો છે. તેઓ સાધુના આગમનને મંગલઓચછવ સમજી પાખી પાળીને ધર્મ શ્રવણ કરી વ્રત નિયમે આદરે છે. અહીં તેમજ હાલાઈ અને કાંઠીના ભાગમાં પણ લેકે ભદ્રક પરિણામી લાગે છે. કેટલાક ગામમાં તે તપગચ્છના સંખ્યાબંધ ઘરો હોય છે પણ સાધુઓના તાપ્રકારના સમાગમને અભાવે જેમના વધુ સમાગમમાં આવે છે તેમની આચરણા પાળે છે. બાકી બારીકીથી તપાસ કરાય તો સંખ્યાબંધ ગામમાં સંખ્યાબંધ તપગચ્છી શ્રાવકોનાં ઘરો પણ છે. એમના હિતની ખાતર પણ આત્માથી સાધુ સાધ્વીઓએ આ તરફ વિહાર કરવો ઘટે છે. જોકે પરીક્ષાવંત પણ છે. દંબી લેકેને સત્કાર ઓછો થાય છે. આ ઉપરાંત વાગડ દેશ વિશાળ છે, તેમાં પ્રાય: સર્વત્ર તપગચ્છનીજ આચરણે પ્રવર્તે છે. તેમાં કેળવણીને પ્રચાર બહુ અલ્પ છે. તેમના હિત માટે સુસાધુ જનેએ અવશ્ય પ્રયત્ન કરવાની જરૂર જણાય છે. સુ ફિબહુના, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33