Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~ જ જૈનધર્મ પ્રકાશ. મારી શરીરેષ્ટાથી મને જણાય છે કે જરૂર મારા શરતાજ-મારા સ્વામીને કને મેળાપ છે –તેમને વિશે થયા સેળ વર્ષ થઈ ગયા છે. તે ખતે કુળદેવીએ પણ કહ્યું હતું કે સેળ વર્ષ પછી તેને પતિને મેળાપ થશે. તેને તાકડા બરાબર મળે છે. પણ મારા મનમાં મેટે સંદેહ છે કે-જ્યાં આભાપુરી ને ક્યાં મારા ભત્તર. અહીંથી ગયા પછી કશે સંદેશો કે કાગળપત્ર પણ નથી. તેને મેળો શી રીતે થશે ? પણ દેવીનું વચન મિથ્યા થાય તે પણ સંભાવતું નથી. કેમકે દેવવાણી અમેઘ હોય છે, એમ સા કહે છે. હવે તેની ખબર પડશે. મને વારંવાર એમ થયા કરે છે કે હજારે ગાઉને આંતરો શી રીતે બાંગશે? બાકી આજે અંતઃકરણમાં ખાત્રી થાય છે કે જરૂર મારા પતિ મને મળવા જોઈએ.” આ પ્રમાણેનાં પ્રેમલાનાં વચને સાંભળીને સખીઓ બેલી કે“હે બહેન ! તારૂં વચન ખરૂ પડજે. પીયરનો ને ગમે તેટલો હોય પણ સ્ત્રીને સાસરૂ જ પ્યારું લાગે છે. વળી ચંદરાજા જે તારો પ્રાણેશ તે સૌને સાંભરે તેમ છે. કેઈ તેને ભૂલે તેમ નથી. તારૂં તપ એવું છે કે જરૂર તને તેનો મેળો થશે. દેવીએ આપેલી અવધી ઘણી લાંબી હતી તે પણ પૂરી થઈ છે, તે હવે તારા પતિ મળવા જ જોઈએ; કેમકે કાળે કરીને તે ઉંબરાનું વૃક્ષ પણ કળે છે, કેરડાને પત્ર પુછપ આવે છે અને ખાલી સરોવર જળવડે ભરાય છે, તે તારૂં વાંચ્છિત કેમ ન ફળે? ફળવું જ જોઈએ. ” આ પ્રમાણે સખીઓ પરસ્પર વાત કરે છે તેવામાં ન પાંજરૂ સાથે લઈ રાજદરબારમાં આવ્યા. રાજાને મળ્યા અને આશીષ આપીને કહ્યું કે “હે રાજેન્દ્ર ! અન્ય છે તારા સોરઠ દેશ ને વિમળાપુરી નગરીને ! બહુ દિવસથી તે નગરી જેવાની હેશ હતી તે આજે પૂરી પડી છે. પૂર્વના પૂયથી તમારા દર્શન કરવાની અમારી આશા પણ પૂર્ણ થઈ છે. અમે બહુ દેશમાં ક્યાં પણ એક આભાપુરી જોઈ છે તેવી આ વિમળાપુરી દીઠી. બીજી કઈ નગરી એવી દીઠી નથી. આ પ્રમાણે કહીને તેઓએ નાટક કરવાની તૈયારી કરી. - પ્રથમ એક ઠેકાણે જમીન પવિત્ર કરી ત્યાં કુસુમનો ઢગલો કરી તેની ઉપર પાંજરું મૂક્યું. પછી ઘણો લાંબો વાંસ ઉભો કર્યો અને તેના દર ચોતરફ બાંધી દીધા. ખીલા મારીને તેને દ્રઢ કર્યા. પછી શિવમાળા તમામ શણગાર સજી પુરૂષો વેશ ધારણ કરીને વશના મૂળ પાસે આવીને ઉભી રહી, તેને જોઈને આખી સભા ચમત્કાર પામી. રાજા પણ વિચારવા લાગ્યું કે આવી સુરૂપ કન્યા કેણું હ? સાક્ષાત્ રવિપ્રભા જેવું તેનું તેજ છે. પછી રાજાએ તરતજ નાટક જેવા પ્રેમલાને બોલાવી. તે પણ આવીને પિતાના મેળામાં બેઠી. રાજાએ પુત્રીને કહ્યું કે આ નાટકીઆએ આભાપુરીથી આવ્યા છે તેનું નાટક છે. આ નટપુત્રી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33