________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ, . પશ્ચિમના લોકોના બુદ્ધિબળથી થયેલી રેલવે, તાર, ટેલીફોન, સ્ટીમરો વિગેરે ચક્ષુ આગળ ખડાં થયાં, અને પળવાર , એવો પણ ભાસ થયો કે નિઝતિમાં પડ્યા રહેતા તે સંસાર પ્રવાહમાં તદન પાછળજ પડી, આર્થિક દુ:ખમાં કુબકી મારવાની છે. ઊભી રહેલી રેલવે ચાલી. જાણે પોતાની ચાલવાની પ્રવૃત્તિથી આખા જગતને ઉલ્લંઘન કરી જવાની ઈચ્છા રાખનું છે૧ તેવા ફાડા મારતું એન ચાલ્યું. તેની પાછળ ખટપટાટ કરતા ડબાએ ઘસડાવા લાગ્યા. વિચાર વિમળ તેગે ફેરવ્યું. પ્રવૃત્તિમાં ખટપટ જ રહી છે એવો તે બેધ આપતા છે તેવું જ ગુવું. મન ગુંચવાડામાં પડ્યું. તેવામાં પૂવક્ત ભક્તિમાન હૃદયથી બીજે ગાન ગવાયાં કરતાં હતાં તે ઉપર લક્ષ્ય ગયું.
ચાલ જરૂર જક, તાક કેસા સોડા એ પદ સંભળાયું સંસાર પ્રવાહમાં અને મુસાફરી કરવી છે તો નિદ્રામાં–આળસમાં વખત ન ગુમાવતાં કાર્ય પ્રવાહમાં ચાશ નું ભાન - વ્યું. ગાનની કેટલીક કડીઓ ગવાઈ હતી. : * -
તેજ પરબાદ જાગ, તું ભી તેરે કાજ લાગ,
ચિદાનંદ સાથ પાય, થા ન આયુ વણા: ચાલા. એ કહી સંભળાઈ. પ્રસાદ તજી કામકાજમાં લાગવા પ્રથમ પદ પ્રેરણા કરતું હોય તેવું લાગ્યું. પરંતુ ચિદાનંદ-પરમાત્માનો સાથ પામીને આયુષ્યને વૃથા ન ગુમાવવું એ પદે ગુંચવાડો ઊભો કર્યો. આયુષ્ય વૃથા કેબ ન જાય એ યુક્તિ કઈ રીતે હાથ લાગે ? આ આર્થિક સંપત્તિમાં અને કળા કૌશલ્યમાં વૃદ્ધિ પામેલાં ગણાતાં પશ્ચિમાન્ય લોકો અને બીજા તેને અનુસરી અહિક રાંપત્તિ મેળવનારાઓ કહે છે કે નિરંતર પ્રકૃત્તિમાં પડી, સંસારના કાર્યોમાં ઝબલાઈ તેમજ રચ્યા પચ્યા રહી મથન કર્યા કરીએ તેજ સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે અને આપણા મહાત્માજને નિરંતર નિત્તિ માર્ગજ પ્રવર્તન કરવા સૂચવે છે. એ બંનેના પરસ્પર વિરોધિભાવને કઈ રીતે અનુસરાય. સંસાર ત્યાગ કરી જે નિવૃત્તિને ગ્રહણ કરીએ તે અર્થ સંપત્તિની કોઈ જરૂર પણ ન પડે અને સુખે નિવૃત્તિમાર્ગની સાધના થાય. પણ ગૃહસ્થાશ્રમમાં રહેતાં તે નિરંતર દ્રવ્યનીજ સહાય જોઈએ; દ્રવ્ય વિના એક ડગલું પણ આગળ વધાય નહીં, એક પળ પણ સુખ ભોગવાય નહીં અને પ્રત્તિમાં પડયા વિના દ્રવ્ય પ્રાપ્ત થાય નહીં, ત્યારે કરવું શું ? કેવી રીતે વર્તન કરવાથી બંને માર્ગ સધાય.
For Private And Personal Use Only