Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંબોધસત્તરી. થળી કેડીને સિંહાસન કર્યું. રાજાના સેવકોએ ખડગાદિક પ્રહાર કરવા માંડયા તે સઘળા તેને મુગટ, કુડલ, હાર, બાજુબંધ વિગેરે આભૂષણરૂપ થઈ ગયા. એકદમ રાજને ખબર થઈ. રાજા ત્યાં આવ્યો. અને સિંહાસનાદિક જેઈને બહુજ ચમત્કાર પામ્યો. શારાન દેવીએ તેના શિલ ગુણ સંબંધી અને રાણીના દૂશળ સંબંધી આકાશવાણી કરી. રાજાએ મોટા આડંબર સાથે તેને શેહેરમાં લાવી, મોટી પહેરામણું કરીને ઘેર પહોંચાડયા. અભયાને દેશપાર કરી. શેઠ ઘરે આવ્યા એટલે મનોરમાએ કાઉસગ્ગ પા. અનુક્રમે તેઓ ધર્મારાધન કરીને સદ્ગતિના ભાજન થયા. જેમનું નામ અદ્યાપિ પર્યત ઉત્તમજનો પ્રાત:કાળે સંભાર્યા કરે છે. ઇતિ સુદર્શન શ્રેષ્ટિ કથા. હવે એવું ઉત્તમ શિયળ પણ કુમિત્રની સંગતિમાં સ્થિર રહી શકતું નથી માટે કુમિત્રના સંગમને તજી દેવા માટે શાસ્ત્રકાર કહે છે. वरं वाही वरं मचू, वरं दारिद्दसंगमो । वरं अरण्णवासो अ, मा कुमित्ताणसंगमो ॥५८॥ અર્થ-વ્યાધી, મૃત્યુ અને દારિદ્રને સંગમ તેમજ અરણ્યમાં વાસ એ સઘળું શ્રેષ્ઠ છે પરંતુ કુમિત્રનો સંગમ શ્રેષ્ટ નહીં. ૫૮. ભાવાર્થ-એટલી વસ્તુઓ થાઓ પણ કુમિત્ર એટલે ધર્મ રહિત પુરૂપને સંગમ ન થાઓ. વ્યાધિ ઉપન્ન થાય તે શ્રેષ્ટ પણ કુમિત્રને સંગમ શ્રેષ્ટ નહીં, મૃત્યુ પણ ગ્લાય પરંતુ કુમિત્રનો સંગમ સ્લાય નહીં, દરિદ્રતાની પ્રાપ્તિ સારી પણ કુમિત્રનો સંગ સારો નહીં, તેમજ અટવીમાં વસવું તે સારું પણ કુમિત્રમાં વસવું સારું નહીં. અર્થાત્ વ્યાધિ, મૃત્યુ, દરિદ્રતા અને અરણ્યવાસ એ સઘળું કબુલ કરવું પણ કુમિત્રનો સંગ અંગીકાર કરવે નહીં. કારણ કે એથી એ ચારે વસ્તુઓ કરતાં પણ વિશેષ અનર્થનો સંભવ છે. માટે તે સર્વથા ત્યાજ્યજ છે. વળી એ વાતની પુષ્ટીને માટે જ કહે છે. – ___अगीयथ्थ कुसीलेहिं, संगं तिविहेण वोसिरे । मुख्वमग्गास्सिमे विग्धं, पहमी तेणगा जहा ॥५॥ ભાવાર્થઅગીતાર્થ અને કુશીલીયાને સંગ વિવીધ કરીને તજી દે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20