Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. મહા અનર્થ કર્યો. જ્યાં હું અને કયાં આ, એની આગળ હું શું બિસામાં! હસી સમાન ગુણસુંદરી પણ આવા ઉત્તમ પુરૂષને મુકી મારી જેવા દુનની સાથે કેમ વિલાસ કરે. એ વિશુદ્ધ બુદ્ધિથી પિતાનું શીલ નિર્મળ રાખ્યું અને મને નરકમાં પડતો બચાવ્યા. તેપણું દુe બુદ્ધિને લીધે કરેલા અકાર્યના પાપથી હું શીરીતે છુટીશ. હવેથી આવો અપરાધ હું કદી પણ નહિ કરું અને એ મહા સતીનું નિરતર સ્મરણ કરીશ. એમ વિચાર કરે છે ત્યાં પુશમના ચાકરેએ આવી તેને સ્વસ્થ કર્યો. મર્દન કરી સ્નાન કરાવ્યું અને પછી નિર્મળ વસ્ત્રો પહેરવાને આપ્યા. સર્વેએ સાથે બેસી ભોજન કર્યું. એમ પિોતાને સર્વકાળ વેદરૂચિ ત્યાં સુખે નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસ દૈવયોગે તેને રાત્રીમાં સર્પ ડ તેથી અચાનક પિકાર પાડો. ઘરના સર્વે માણસો જાગી ઉઠયા. પુણ્યશમાએ પાસે જઈ તપાસ કર્યો છે તે મુછ ખાઈને પડયો હતે. ઘણા મંલિકોને બોલાવી નાના પ્રકારના પ્રતિકાર કર્યા પણ કોઈ રીતે ફેર પડ્યો નહિ. તેની વાણીને રોધ થયે, અંગસ્થિર થઈ ગયું અને શબવત્ થઈને પડ. કોઈ પણ ઉપાયથી શાંતિ ન થઈ ત્યારે પુણયશર્મા નિરાશ થઈ શક કરવા લાગ્યો. તે સમયે ગુણસુંદરીએ ત્યાં આવી હાથમાં નિર્મળ જળ લઈ–“જે મેં નિર્મળ અને નિષ્કલંક શીલ પાળ્યું હોય તો આનો દેહ નિર્વિષ થાઓ” એમ બેલી ત્રણ અંજલિ છાંટી. તે જ ક્ષણે તે સાવધ થઈ બેઠે થયો. ગુણસુંદરીના શીલનું એવું મને હાસ્ય જોઈ નગરના સર્વે લોક આશ્ચર્ય પામ્યા અને તેની પૂજા કરવા લાવ્યા. નગરજનોને ગુણસુંદરીની પૂજા કરતા જોઈ વેદરૂચિએ આશ્ચર્ય પામી સર્વ વૃત્તાંત પુળ્યો અને પોતાને તેણે જીવિતદાન આપવાની વાત જાણી અત્યંત ખુશી થશે. સની આગળ પડી ગુણસુંદરીને ઉદ્દેશીને બોલ્યો--પૂર્વે તું મારી બેન હતી; સાંપ્રતકાળે જીવિતદાન આપવાથી મારી માતા થઈ, પાપ કાર્યથી મને અટકાવ્યું તેથી તું મારી ગુરૂ છો. તારૂં મહામ્ય મેં હ વેજ જાણ્યું. હવે તું ઉપદેશ કર એમ હું વતું. હું તારેજ સેવક છું. તે સાંભળી સતી શિરોમણિ ગુણસુંદરી બોલી–ભાઈ પરદા રાગમનને ત્યાગ કર. એ વ્રત ગ્રહણ કરવાથી તે સર્વ રીતે સુખ પામીશ. પરસ્ત્રી ગમનથી કીર્તિને નાશ થાય છે, વૈભવનો ક્ષય થાય છે, કલેશ વિરોધ વધે છે માટે તેને ત્યાગ કર. એનું મહાભ્ય તેં નજરે પણ જોયું છે તે હવે વધારે શા વખાણ કરવા. માટે સાવધાન મનથી તું એ વ્રત અંગીકાર કર. તે સમયે વેદરૂચિએ પ્રસન્ન ચિત્તથી શીલવત અંગીકાર કર્યું પછી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20