________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શ્રી
ધર્મ પ્રકાશ.
મુકામ કર્યા. થોડીવારે તે દિજાધાના વિચાર ફર્યો અને પલ્લી પતિની સેવના કરી સુંદરીને મેળવવાનો નિશ્ચય કર્યો. ત્યાં જ રહી પલ્લી પતિની નાના પ્રકારે સેવા કરવા લાગ્યો દુષ્કર કાર્યો કરીને થોડા દિવસમાં તેને સંપૂર્ણ વિશ્વાસ મેળવ્યો.
કામવાસના કેવી બુરી છે : પિતાની ઇચ્છા ફળીભૂત થવાને માણસ કેવા કાર્યો કરે છે. તેમાં પણ કામાંધ માણસ કોઈ પણ પ્રકારનું અકાર્ય કરતા લજવાતો નથી-ડરતો નથી પાપનો ભય ગણતો નથી. જ્યારે પહલી પતિની સાથે બરાબર પ્રીતિ જામી ત્યારે તે દિજાધમે શ્રાવસ્તીમાં પુહિતના ઘર ઉપર ધાડ પાડવા વિજ્ઞપ્તિ કરી. પલ્લી પતિએ કબુલ કર્યું અને થોડે દિવસે લાગ જોઈ રાત્રી સમયે તે નગરમાં દાખલ થઈ પુરોહિતના ઘર ઉપર ધાડ પાડી. બીજાઓએ તેના ઘરનું સઘળું દ્રવ્ય લઈ લીધું. આ પાતકી બ્રાહ્મણે તે ગુણસુંદરીને જ જોઈ અને તે ક્યાં હતી ત્યાંથી તેને પકડી લીધી. ધાર્યું કાર્ય સિદ્ધ કરી તેઓ પલ્લીમાં આવ્યા.
ગુણસુંદરીને પલ્લીમાં લાવ્યા પછી તેણે તેને સારી રીતે આદર સત્કાર કર્યો અને તે જેમ ખુશી થાય તેવા પ્રયત્ન કરવા માંડયા. પોતાની દુજનની જેવી મીઠી વાણીથી કેટલાક દિવસ સુધી તેને વિનોદ આપવાને પ્રયત્ન કરી એક દિવસ વેદરૂચિ બે —-ભદ્ર! તારા ગુણોએ મારા ચિતનું હરણ કર્યું છે તે હવે તું મને પાછું આપ. તારા વિના હું જાણે અંત અવસ્થામાં હોઉં એવો થઈ ગયો છું. તું ધર્મવતી છે તેથી હવે મારા ઉપ૨ કૃપા કરી મને જીવન આપ. અગર છે કે તું દૂર હતી તે પણ સ્વમમાં જાગૃતાવસ્થામાં, ઘરમાં, બહાર સર્વ ઠેકાણે તારુજ સ્મરણ અને તારાજ પ્રતિભાસ થતો હતો.' - “જાણતી નથી કે તમે મને ક્યાં અને કયારે જોઈ તથા તમારું ચિત્ત કેમ હરાયું !” આશ્ચર્ય પામતી ગુણસુંદરી બોલી.
પછી તે કામાંધે સર્વ વૃત્તાત કહી બતાવ્યો અને તેને માટે પોતાની આવી સ્થિતિ થઈ, પલ્લીમાં વાસ કરે પડ્યો, ધાડ પાડી વગેરે સર્વે જણાવી દીધું. ગુણસુંદરીએ વિચાર્યું કે આ મારી ઉપર અત્યત રાગવાન છે. હું એકલી શરણ રહિત છું. આસપાસના માણસે સર્વે અનાર્ય અને નીચ જાતિના છે માટે શીલનું રક્ષણ શી રીતે થશે? મૃત્યવિના બી જે ઉપાય
For Private And Personal Use Only