________________
જે ૨૨ પરિષદ સંહનમાં તત્પર બનાવે એનું નામ તત્વજ્ઞાન
જે ૧૪ રાજલોકનાં સમસ્ત જીવને અભય અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કરણા-ઉપેક્ષા-મૈગ્યાદિથી દિર્ગતને પૂરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉત્કૃષ્ટ સંયમની સાધનાનાં સાધક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે નમ્રતાની મૂરતી અને સમતાની સૂરતી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ત્યાગથી પણ વિશિષ્ટ વૈરાગ્યવાન્ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે સંઘ એકતાની પ્રખર હિમાયતી કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે મનોજય પ્રાપ્ત કરી આન્વંતર તપ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ઈન્દ્રિયજય પ્રાપ્ત કરી બાહ્યતપ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે મોહ રુપ અંધકારને દૂર કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પપરિણતીની રમણતાનો ત્યાગ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે શુદ્ધ આનંદના અદ્વિતીય ભોગી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સંઘ રુપ સરોવરમાં મધમધાયમાન સુવર્ણ કમળ એનું નામ તત્ત્વજ્ઞાન જે સુભાષિતોને સ્વ જીવનમાં ચરિતાર્થ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ક્ષમા-કરુણા-પ્રેમ-વાત્સલ્યતાનો દરિયો બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ચંદ્ર સમાન શીતલતા પ્રગટાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે ભારંડ પક્ષીની જેમ અપ્રમત્તતા લાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે સાગરની સમાન ગંભીરતા ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે સૂર્યની સમાન તેજસ્વિતા લાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે શાસકારોનાં વચનોને જણાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે મોક્ષમાર્ગમાં સાર્થવાહ બને એનું નામ તત્ત્વજ્ઞાન
જે સંસારવાસથી નિરંતર વિક્ત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે મૈત્રી-ભક્તિ અને શુદ્ધિનો ત્રિવેણી સંગમ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે દેવગુરુનાં ગૌરવને ગગનવ્યાપી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે બાલાજંતર અગણિત ગુણોનાં સ્વામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અજ્ઞાનતાનાં અંધકારને મિટાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે શાંતી સામ્રાજ્યનાં સમ્રાટ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
શુદ્ધ ચૈતન્યભાવમાં સદા રમણ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે ૧૪ પ્રકારે આત્યંતર ગ્રંથીઓને તોડાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૧૦ પ્રકારે સમાચારી પળાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે ૪૨ દોષ રહિત ગોચરી ગ્રહણ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે ૯ કોટિથી શુદ્ધ આહાર લેવડાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે ઈન્દ્રિય રુપી ઘોડાઓને વશ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે ૯ પ્રકારનાં બ્રહ્મચર્યની વાડોને ધારણ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે દેવ ગુરુની અનુમોદના કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે વિનય ધર્મ દ્વારા પરમપ્રભુતા પ્રાપ્ત કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે સમ્યક્ત્વાદિ ગુણો કટ્ટરતાથી પળાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે પુણ્ય-પ્રજ્ઞા-પવિત્રતાદિ વૈભવતાના ધણી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે નમ્રતા-નિખાલસતા-નિરાડંબરતા જીવનમાં લાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે પરમશાંતીનું અનુપમ સ્થાન ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે મૂર્તિપૂજાદિ માટે આસ્થા જગાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે
સૂત્ર અને અર્થનો પારગામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે જૈન સંસ્કૃતિ અને જૈનધર્મની ગૌરવગાથા એનું નામ તત્ત્વજ્ઞાન
જે લોકાગ્રગત ભગવંતોનું ધ્યાન ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે પરમોપકારી અરિહંતોનાં અતિશયો જણાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે સમ્યક્ દર્શન નિર્મળ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે
સમ્યક જ્ઞાનની ગુણવત્તા વધારે એનું નામ તત્ત્વજ્ઞાન
လူ
સમ્યક્ ચારિત્રની ચુસ્તતા જીવનમાં લાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે સમ્યક્ તપોધનમાં રમતા રાખે એનું નામ તત્ત્વજ્ઞાન
જે જૈનશાસનનો અનુપમ અડગ સેનાની બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે અખંડ એવા આત્મતત્ત્વનાં અનુલક્ષી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે દેશ વિરતિધર-સર્વવિરતિધર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે સાવધ નિવૃત્તિ અને નિરવધ પ્રવૃત્તિનાં સ્વામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન નશ્વરતાનો નાશ કરી શાશ્વત ધર્મનો સાદ સુનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે શિબિોનાં માધ્યમથી હજારો-લાખોને સન્માર્ગમાં લાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અર્થદજ્ઞાનનાં અંતરંગ રહસ્યોનાં જાણકાર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વજ્ઞ શાસનનાં મર્મને સમજાવે એનું નામ તત્ત્વજ્ઞાન જન્મ-જરા-મરણને દુઃખ રુપ માની સંયમ લેવડાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વ જીવો પ્રતિ કરુણાવાન્ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે ચાલતા ફરતા જંગમતીર્થની જેમ સાક્ષાત્ હોય એનું નામ તત્ત્વજ્ઞાન જે ઈચ્છિત ફળને આપવા માટે કલ્પવૃક્ષ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન
જે સ્વાત્મરક્ષક-સંપ્રદાય રક્ષક-શાસન રક્ષક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરહિત કાર્યોમાં જ એક માત્ર આસક્ત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે નિર્દોષ-નિર્મલ-નિષ્પાપી પ્રવૃત્તિનાં સ્વામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે આગમોનાં અર્થ-ભાવના-પરમાર્થને યથાર્થ રુપે જણાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે જડ વસ્તુઓ પ્રતિ અખંડ વૈરાગ્યવાન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે જીવ માત્ર પ્રતિ “સવિ જીવ કરુ...”નીભાવના ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે સંઘ અને શાસન માટે આવતા આક્રમણો સામે લાલબત્તી બને એનું નામ તત્ત્વજ્ઞાન
જે પુણ્યાઈ અને પ્રભુતાનો સુભગ સમન્વય કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વે ગુણોમાં પ્રધાન ગુર્વજ્ઞાકારી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પંચવિધ મિધ્યાત્વથી સદાય મુક્ત રાખે એનું નામ તત્ત્વજ્ઞાન
જે ઉપશમલબ્ધિ ઉપકરણલબ્ધિ અને સ્થિરહસ્તલબ્ધિ ધારક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે પ્રતિદિન પરોપકાર કરવાના વ્યસની બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે સ્વસ્વાર્થ ગૌણ કરી પરાર્થ કરવાના કોડ જગાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે મહાપુરુષોનાં આદર્શોને સામે લાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે સર્વતોમુખી સિદ્ધિનાં સ્વામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે અકાર્ય તર્કશૈલીથી લોકોનાં શંસયો ભાંજે એનું નામ તત્ત્વજ્ઞાન
જે દરેક સમયે વીતરાગ ભાવને પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટાવે એનું નામ તત્ત્વજ્ઞાન સમસ્યાઓ આવતા સમાધાન અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે પ્રતિકુલતામાં પણ પ્રસન્નતા વધારે એનું નામ તત્ત્વજ્ઞાન જે અનુકુલતામાં પ્રશમતા વધારે એનું નામ તત્ત્વજ્ઞાન
જે જીવનપર્યંત દ્રવ્ય ભાવ સમાધિ યુક્ત જીવન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે આત્માનાં હિતની અપેક્ષા કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
આત્માનાં અહિતની ઉપેક્ષા કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે આશ્રિતવર્ગોમાં દોષોનો નિકાસ અને ગુણોનો વિકાસ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે અપ્રમત્તભાવે પઠન-પાઠનમાં લીન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે સેવા-સમર્પણનો પ્રતિદિન યોગ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન
જે ઉન્માર્ગમાં સ્થિત લોકોને સન્માર્ગમાં લાવે એનું નામ તત્ત્વજ્ઞાન