Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Author(s): Charitraratnavijay
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 10
________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા પ્રકાશકીય નિવેદન.. જૈનધર્મ તે અનાદિકાળથી ચાલતો આવે છે તેમજ અનંતકાળ સુધી આ જૈનધર્મપૃથ્વી ઉપરથી અનંતાનંત આત્માઓને મોક્ષે જવામાં નિમિત્ત બનવાનો છે વળી કહેવાતા આ જૈનશાસ્ત્રો (જેનાગમો) માં વિશ્વ સંબંધી સંપૂર્ણ વ્યવસ્થા, અસંખ્ય દ્વીપ-સમુદ્રોથી વ્યાપ્ત મધ્યલોક, ખગોળ સંબંધી સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારા વગેરે, ઉર્ધ્વલોક રુપે રહેલ ૧૨ દેવલોક - ૯ ગ્રેવેયક - ૫ અનુત્તરાદિ, અધોલોક રુપે રહેલ ૭ નરકો, તેમજ પ્રકીર્ણક રુપે રહેલ જૈનશાસનના છુટા-છવાયા પદાર્થોની બાબતે પાયાની નકકર હકિકતો આપવામાં આવેલી છે. જે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ પણ છે. આ વિશ્વનું તેમજ તેમાં રહેલા પદાર્થોનું જે સાચુ સ્વરુપ છે તેનું વર્ણન કરતાં શાસ્ત્રોને જૈનધર્મમાં “દ્રવ્યાનુયોગ” તરીકે ઓળખાવવામાં આવે છે, આ દ્રવ્યોના ગુણોથી થતી સૂક્ષ્મ ગણતરીને “ગણિતાનુયોગ” કહેવામાં આવે છે, આ દ્રવ્યોને પારખીને મોક્ષ મેળવવાનો જે ભવ્ય પુરુષાર્થ કરવામાં આવે છે તેને “ચરણકરણાનુયોગ” કહેવામાં આવે છે. તેમજ જેઓ ચરણકરણાનુયોગને સાધીને મોક્ષે જાય છે તેવા વિશિષ્ટ આત્માઓની કથાને “ધર્મકથાનુયોગ” કહેવામાં આવે છે. પ. પૂ. ત્રિશતાધિક દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવ શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. ની પાવન પ્રેરણાને ઝીલીને મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મ. સા. એ.JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામે ગ્રંથને રચી.....જીવવિચાર, નવતત્ત્વાદિ પ્રકરણ ગ્રંથોની સૃષ્ટિમાં આ એક નવા ગ્રંથનો સમાવેશ કરાવી જૈનશાસનના ચરણે એક અદ્ભુત ગ્રંથની ભેટ ધરી છે. જે ખરેખર ખૂબ જ અનુમોદનીય છે, આવા અનેક ગ્રંથો જૈનશાસનના ચરણે ભેટ ધરતા રહે....... તેવી મુનિશ્રીને ભાવભરી વિનંતિ કરીએ છીએ. JAIN COSMOLOGY (સર્વજ્ઞકથિત વિશ્વ વ્યવસ્થા)નામક ગ્રંથની પ્રથમ આવૃત્તિ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જતા અને વધુ માંગ આવવાથી દ્વિતીય આવૃત્તિનું ચતુર્વિધ શ્રી સંઘના ચરણોમાં પ્રકાશન કરતા અને આનંદની અનુભૂતિ કરીએ છીએ...... તેમજ આધુનિક વિજ્ઞાનમાં અંધશ્રદ્ધા ધરાવતા સૌ કોઈ આ ગ્રંથ વાંચી વિશ્વના સાચા સ્વરુપનો જ્ઞાન મેળવી તેનો ઉપયોગ પોતાના આત્માના ઉદ્ધાર માટે કરે તેવી અંતરની ભાવના સાથે.. લિ. જિનગુણ આરાધક ટ્રસ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 530