Book Title: Jain Adarsh Prasango Part 07
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 5
________________ ૧. શ્રી સીમંધરસ્વામીજીના અતિશય શ્રી સીમંધર ભગવાનના અતિશયથી અત્યંત બીમાર પણ તદ્દન સાજા થઇ ગયા !!! વડોદરાના કમલાબહેન ખૂબ બીમાર થઇ ગયા. દવા ચાલુ રાખવા છતાં રોગ વધતો ગયો. તેમને તો એમ જ થઇ ગયું હતું કે હવે મૃત્યુ તો પાસે જ છે. પથારીમાંથી ઉદ્ઘતું પણ ન હતું. સુતા સુતા માત્ર નવકાર ગણી શકતા હતા. સામે મોત જોઇ ડર લાગવા માંડયો કે હવે નક્કી દુર્ગતિમાં જવું પડશે, કારણ આરાધના તો કંઇ કરી નથી. આ ટેન્શનમાં એક વાર ભાવના થઇ કે શ્રી સીમંધરસ્વામી ભગવાન તો અત્યારે પણ હાજરાહજુર છે, અને તેમના એવા મહાન અતિશયો છે કે ઘણાં બધાં લોકોના રોગનો નાશ થઇ જાય છે. આ વિચાર આવતા જ એમણે ભગવાનને ભાવથી પ્રાર્થના કરી કે “ હે નાથ! આપના અતિશય અહીં સુધી ફેલાવો અને મારો રોગ નાશ કરો.” આ જ ભાવનામાં એ રમવા માંડયા ! આ ભાવથી મન પ્રસન્ન બની ગયું ! ઊંઘ આવી ગઈ ! હવે જુઓ ભગવાનનો ચમત્કાર! બીજા દિવસે કમલાબહેન જાગ્યા ત્યારે તેમને સ્ફૂર્તિ લાગવા માંડી. સહેલાઈથી ઊભા થઇ શકયા. મનમાં એમ થવા લાગ્યું કે હવે કોઇ તકલીફ નથી ! પછી તો તબીયત સુધરવા લાગી. અઠવાડિયામાં તો રોગ સંપૂર્ણ મટી ગયો!!! ભગવાનના અતિશય નરકમાં પણ કામ કરે 卐 卐 ૩ 卐 卐 For Personal & Private Use Only www.jainelibrary.org 卐 Jain Education International '

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20