Book Title: Jain Adarsh Prasango Part 07
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 16
________________ ( ૭. ધર્મપ્રભાવે મૃત્યુથી બચ્યા સંસ્કારી અને ખૂબ ધર્મિષ્ઠ એવા મારા પરિચિત સુશ્રાવકની નીચે આપેલો તેમના પુત્રનો સંપૂર્ણ સાચો પ્રસંગ વાંચી ધર્મના અચિંત્ય પ્રભાવમાં શ્રધ્ધા વધારો. એન્જિનિયરીંગની છેલ્લી પરીક્ષા આપી ૨૫-૬-૮ ૨ એ વિજય વિધ્યાનગરમાં સગાને મળવા ગયો. ત્યાંથી મિત્ર સાથે સ્કૂટર ઉપર ફરવા નીકળ્યો. રતે અકસ્માત થયો. સ્કૂટર અથડાયું. બંને પડયા. મિત્ર બચી ગયો. વિજયને માથામાં ભારે ઇજા થઈ. સાંભળી સગા પહોંચી ગયા. ખૂબ સીરીયસ જોઈ સ્થાનિક ડૉક્ટર પાસે પ્રાથમિક સારવાર કરાવી. લોહી અને લૂકોઝના બાટલા આપવા માંડયા. વડોદરા હોસ્પીટલમાં લઈ જવા સલાહ મળી. એબ્યુલન્સમાં S.S.G. હોસ્પિટલમાં લઈ ગયાં. ડૉક્ટરોએ તપાસી કહ્યું કે બ્રેઇનમાં મોટી કેક પડી છે. કાન પાસે હાડકું ભાંગવાથી લોહી વહેતું હતું. તેથી આખો ત્રાંસી થઈ ગઈ હતી. ડૉક્ટરોએ ૭૨ કલાકની મુદત આપી. સાથે જ કહી દીધું કે કોઈ આશય લાગતી નથી. બચે તો ૭૨ કલાક પછી ઓપરેશન કરવાની હૈયાધારણ આપી. વિજયના દાદા ઘણા ધર્મિષ્ઠ હતા. તેમના સંસ્કારોથી પરિવાર પણ ઘર્મી હતો. બધાએ ૩ દિવસ ખૂબ ધર્મ આરાધના કરી. સાંકળી આયંબિલ ઘરનાંએ શરૂ કર્યા. ઘર્મપ્રતાપે ૩ દિવસે વિજયે આંખ ખોલી!! બીજે દિવસે કાનનું ઓપરેશન કર્યું અને સફળ થયું. કય ક [૧૪] E F કપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20