Book Title: Jain Adarsh Prasango Part 07
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
Catalog link: https://jainqq.org/explore/005431/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આ જૈત - આદપ્રસંમો ભાગ-૭ નૂતન વર્ષાભિનંદન પંન્યાસ ભદ્રેશ્વરવિજય For Personal & Private Use Only -App Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગો” પુસ્તક વિષે કેટલાક અભિપ્રાય પિvઆચાર્ય શ્રી રત્નસુંદરસૂરિ મ “નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા...આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબન રૂપ બને તેવો પણ છે.” મનિ શ્રી જયપઘવિજયજી: “અનંત કાળે મળેલ માનવ ભવમાં શ્રેષ્ઠ કમાણી કેવી રીતે થાય? આટલા અલ્પ આયુષ્યમાં અનંતા કર્મોનો નાશ કેવી રીતે કરવો? આવા ઘણા પ્રશ્નોના જવાબ સુંદર જૈન આદર્શ પ્રસંગોના ૩ ભાગ આપશ્રીએ મહેનત કરીને જૈનો તથા સર્વ સમક્ષ મૂક્યા તે વાંચવાથી જ મળી જાય છે. આપશ્રીનું કાર્ય ખૂબ પ્રશંસનીય છે...” મુનિ શ્રી યુગદર્શનવિજયજી: ધ જૈન આદર્શ પ્રસગો પુસ્તક ખૂબ વાંચવા જેવા છે. પહેલો પ્રસંગ વાંચ્યા પછી પુસ્તક પુરું ન થાય ત્યાં સુધી મૂકવાનું મન થતું નથી. સારા શ્રાવકોની અનુમોદના આ રીતે આ પુસ્તક વાંચનારા ઘણાં બધાં કરતાં હશે અને ઉત્તમ મનોરથો સેવતા થઈ ગયા હશે તે બધા જ પુણ્યાનુબંધી પૂણ્યના ભાગી આપશ્રી બન્યા છો. આ ચોપડી મેં જ્યારે જ્યારે વાંચી ત્યારે ત્યારે લગભગ તે પૂરી કરીને જ ઊભો થયો છું. આવો અનુભવ અનેક વાચકોને થયો હશે. વિશેષમાં પ્રત્યેક પ્રસંગે તમે જે વસ્તી ઓછી પ્રેરણા કરો છો તે તો ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે. તેનાથી તો ઊંધતો પણ જાગી જાય.” (ભશભાઈ, ભૂતપૂર્વ પ્રમુખ પાંચકુવા કાપડ મહાજન: “ અત્યારે મધુર કલરવથી વાતાવરણ આહલાદક બની ગયુ છે. ઊંઘ ન આવતાં મિત્ર પાસે વાંચવા પુસ્તક માગ્યું. ખૂબ સુંદર પુસ્તક છે એમ કહી મિત્રે જૈન આદર્શ પ્રસંગો વાંચવા આપ્યું. વાંચતા હદય પુલકિત બની ગયું. આપણા આત્માની ઉન્નતિ માટે આપણે કશું કરતાં નથી. પ્રસંગો વાંચી પ્રેરણા મળી, દિલમાં ભાવ જાગ્યા કે ધર્મ આરાધના માટે પણ આપણે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.” - -- વાંસારચક અન્ય અનેકોના પણ અભિપ્રાય આવ્યા છે. नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. તરફથી ભેટ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ગુલાબ જેમ ફૂલોનો રાજા છે તેમ આ પ્રસંગો જૈનોમાં શ્રેષ્ઠ ધર્મ આરાધકોના છે. આ વાંચવાથી અદ્વિતીય આનંદ પેદા થાય છે. જેમ નાસ્તિકો પણ વ્યાખ્યાન વગેરેથી ધર્મી બને છે તેમ આ પ્રસંગો વાંચવાથી ઘણા જૈનો આરાધના કરતા થાય છે, આરાધના વધારે છે. જેમ નોરવેલ નોળિયાને સાપના વિષથી બચાવે છે તેમ આ પ્રસંગો વર્તમાન વિલાસી વાતાવરણના પાપોથી તમારા જેવા જૈનોને બચાવે છે. આવા આરાધકોની આરાધના કદાચ જીવનમાં લાવી ન શકાય તો પણ તમે અનુમોદના કરી પુણ્યનું ભાથુ તો જરૂર બાંધજો. આજે પ્રાયઃ દુનિયા સ્વાર્થ અને વિલાસ પાછળ આંધળી બની છે ત્યારે કેટલાક ભણેલા સુખી જીવો પણ તત્ત્વ જાણી સંયમ લઈ ખૂબ સુંદર પાળે છે. તેમ કેટલાક શ્રાવક-શ્રાવિકાઓ પણ પુરૂષાર્થ ફોરવી સુંદર ધર્મારાધનાઓ કરી આત્મકલ્યાણ સાધે છે તેવા વર્તમાનમાં બનેલા દ્રષ્ટાંતોનો આમાં સંગ્રહ ક્યોં છે. ક્રિકેટપ્રેમીઓ જેમ સચીનની બેટીંગ જોઇ પોતે ક્રિકેટ રમવા પ્રેરાય છે તેમ તમારા જેવા ધર્મપ્રેમીઓને આ પ્રંસગો વાંચી કાંઈક આરાધના કરવાની તમન્ના જાગશે. આ ધર્મારાધના તમને ભવોભવ સુખ શાંતિ આપશે. તેથી આ પુસ્તકો ખાસ વાંચી મનને કેળવી ધર્મ ખૂબ વધારો એ શુભાશિષ. આત્મસુખ માટે હે જૈનો ! તમારે આવુ વાંચન વધારી મનને શુભ ભાવનાથી ભાવિત કરવું ખૂબ જરૂરી છે. સજજનો પણ એટલે જ અશુભ નિમિત્તોથી દૂર રહી સત્સંગ, સુવાંચન કરે છે. આજના કલિકાળના શ્રાવકો પણ આવી શ્રેષ્ઠ આરાધના કરે છે એ વિચારી તમારે પણ યથાશક્તિ ધર્મ વધારવા જેવો છે. આ પુસ્તકોના ૭ ભાગમાં પૂજા, સામાયિક,દાન,શીલ,તપાદિ અનેક વિષયો પર ટૂંકા સુંદર પ્રસંગો છે જે વાંચી ઘણાંએ શ્રદ્ધા,આરાધના,અનુમોદના વગેરે પ્રાપ્ત કર્યા છે. તમને પણ ઘણો લાભ થશે. વાંચી, વંચાવી, શુભ પ્રસંગે પ્રભાવના કરી સ્વહિત સાધો એ જ મનોકામના. આજ સુધીમાં આ પુસ્તકોથી બાળકોથી માંડી વૃદ્ધ સહુને ખૂબ લાભ થયો છે. આ વાંચી તમે કેટલી આરાધના વધારી અને તેથી શું લાભ થયા તેમજ આવો કોઈ ચોક્કસ અનુભવ હોય તો ગોરેગાંવ પ્રાપ્તિસ્થાને લખશો. આના ૧ થી ૬ ભાગો નજીકમાં છપાવવાના છે. જ્ઞાનભક્તિની ઈચ્છાવાળા જે ૧પ૦૦ રૂા. આપણે તેનું સૌજન્યમાં ૧ ભાગમાં ૫ હજાર નકલોમાં નામ છપાશે. ભાવનાવાળાએ ગોરેગાંવાદિ પ્રાપ્તિસ્થાને સંપર્ક કરવો. ૧૯. શે 第 卐 筑 For Personal & Private Use Only 卐 Page #4 -------------------------------------------------------------------------- ________________ કિંમત રૂા. ૨ (૧૦૦ લેનારને કન્સેશનથી માત્ર રૂ.૧.૫૦ માં મળશે.) આવૃત્તિ દ્વિતીયઃ ચૈત્ર પ૭ નકલઃ ૪૦૦૦ (આવૃત્તિ ૧ કા.૫૭ નકલ પ૦૦૦) પ્રાપ્તિસ્થાન અને સંપર્ક : મુંબઈ માં : બોરીવલી વે. અશ્વિનભાઈ એ/૫, મહાવીર નગર, ટે.૮૮ ૪૧ ૬૬ ગોરેગાંવ વે. : નિલેશ : ૮૭/ર, જવાહર નગર, ટે.૮૭ર ૭૪૪૮ મરીન ડ્રાઇવ ૭૬, પંચાસર બીલ્ડીંગ, બ્લોક નં.૧૩, ટે.ર૮૧ ૮૩ ૦૮ કાલબાદેવી : ગિરીશભાઈ : શીતલ ટેક્ષટાઈલ્સ, ૧૦૦, જુની હનુમાન ગલ્લી, દુકાન નં.૧૫, ૧લે માળે, ટે. ર૦૧ ૧૬ ૯૦ લુહાર ચાલ ને ટે.ર૦૬ ૦૨ ૦૫ ઝવેરી બજાર : ટે.૩૪ર ૬૮ ૮૩ અમદાવાદ. : રસિકલાલ રતિલાલ શાહ: એલ.કે. ટ્રસ્ટ બિલ્ડીંગ, પાંચ કુવા, અમદાવાદ-૩૮૦ ૦૦ર ટે.ર૧૭ પ૮ ૦૪/૨૧૭ પ૭ ૮૦ પાલડી : નિરંજનભાઈ : ૧૧, ભુમી એપા., ત્રીજે માળે, ૩૩ આનંદ નગર, ભદ્રા, ફતેહપુરા, ટે. ૬૬૩ ૮૧ ૨૭/૬૬૪ ૫૮ ર૩ ઓપેરા : ટે. : ૬૬૦૫૩૫ર આંબાવાડી : ટેઃ ૬૬૦ ૯૦ ૬૮ મહાલક્ષ્મી - ટે. : ૬૬૩૩૧૪૭ શાંતિનગર : ટેઃ ૭૫૫ ૧૭ ૭ર (પ્રકાશિત પુસ્તકો : લે. પં. ભદ્રેશ્વરરવિજય જૈન આદર્શ પ્રસંગો - ભાગ ૧ થી ૬ કિંમત દરેકના રૂ ૨ થી ૫ કેટલાક પ્રસંગો આપનાર સાધુ ભગવંતો વગેરેનો આભાર સોજન્ય : સ્વ. માનકુંવર બહેન નરોતમદાસ મહેતાના આત્મશ્રેયાર્થે શુભ પ્રસંગોએ પ્રભાવના કરવા યોગ્ય પુસ્તકો લો આ પુસ્તકોની બધા ભાગની પ્રગટ થઈ છે.) [ ૨] BF fi Fા For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧. શ્રી સીમંધરસ્વામીજીના અતિશય શ્રી સીમંધર ભગવાનના અતિશયથી અત્યંત બીમાર પણ તદ્દન સાજા થઇ ગયા !!! વડોદરાના કમલાબહેન ખૂબ બીમાર થઇ ગયા. દવા ચાલુ રાખવા છતાં રોગ વધતો ગયો. તેમને તો એમ જ થઇ ગયું હતું કે હવે મૃત્યુ તો પાસે જ છે. પથારીમાંથી ઉદ્ઘતું પણ ન હતું. સુતા સુતા માત્ર નવકાર ગણી શકતા હતા. સામે મોત જોઇ ડર લાગવા માંડયો કે હવે નક્કી દુર્ગતિમાં જવું પડશે, કારણ આરાધના તો કંઇ કરી નથી. આ ટેન્શનમાં એક વાર ભાવના થઇ કે શ્રી સીમંધરસ્વામી ભગવાન તો અત્યારે પણ હાજરાહજુર છે, અને તેમના એવા મહાન અતિશયો છે કે ઘણાં બધાં લોકોના રોગનો નાશ થઇ જાય છે. આ વિચાર આવતા જ એમણે ભગવાનને ભાવથી પ્રાર્થના કરી કે “ હે નાથ! આપના અતિશય અહીં સુધી ફેલાવો અને મારો રોગ નાશ કરો.” આ જ ભાવનામાં એ રમવા માંડયા ! આ ભાવથી મન પ્રસન્ન બની ગયું ! ઊંઘ આવી ગઈ ! હવે જુઓ ભગવાનનો ચમત્કાર! બીજા દિવસે કમલાબહેન જાગ્યા ત્યારે તેમને સ્ફૂર્તિ લાગવા માંડી. સહેલાઈથી ઊભા થઇ શકયા. મનમાં એમ થવા લાગ્યું કે હવે કોઇ તકલીફ નથી ! પછી તો તબીયત સુધરવા લાગી. અઠવાડિયામાં તો રોગ સંપૂર્ણ મટી ગયો!!! ભગવાનના અતિશય નરકમાં પણ કામ કરે 卐 卐 ૩ 卐 卐 For Personal & Private Use Only 卐 ' Page #6 -------------------------------------------------------------------------- ________________ છે, તો અહીં ભરતક્ષેત્રમાં પ્રવર્તે તેમાં શું આશ્ચર્ય ! આ શ્રાવિકા રોજ ઊઠી શ્રી સીમંધર ભગવાનનું ચૈત્યવંદન ભાવથી કરતાં હતાં. પછી જ બધા કામ કરે. આમ શ્રધ્ધા ભક્તિવાળા ધર્મીને તરત લાભ થાય એમાં શી નવાઈ ! સીમંધર ભગવાનનો પ્રભાવ અહીં પણ પહોંચે જ છે, એ શ્રધ્ધા રાખો. ચાતુર્માસમાં આ શ્રાવિકાની આરાધના અને ભક્તિ જોઈ હતી. (નામ બદલ્યાં છે.) આ સત્ય પ્રસંગ જાણ્યા પછી મેં પણ વિચાર્યું કે સવારે શ્રી સીમંધરસ્વામી ભગવાનનું ચૈત્યવંદન ખૂબ જ ભાવથી કરી આત્મહિત સાધવું. મારી એક વાત ખૂબ વિચારો. શ્રી સીમંધરસ્વામીનો અહીં આજે પણ ઘણો પ્રભાવ છે ! તેથી પૂર્વાચાર્ય ભગવંતોએ ધર્મી જીવોના હિત માટે સવારે પ્રતિક્રમણમાં જ સીમંધર ભગવાનનું ચૈત્યવંદન ગોઠવ્યું. તમે પ્રતિક્રમણ કરનારા આ ચૈત્યવંદનમાં વેઠ ન ઉતારતા ગદ્ગદ્ થઈ સામે ભગવાન બીરાજે છે એમ કલ્પના કરી ખૂબ ભાવથી ચૈત્યવંદન કરો. પ્રતિક્રમણ ન કરનારા પણ પાંચ મિનિટ આ ચૈત્યવંદન ભાવથી કરી વિશિષ્ટ લાભ મેળવો એ અંતરની અભિલાષા. હે જૈનો ! તમે પણ આ વિચરતા સાક્ષાત્ શ્રી સીમંધર ભગવાનની ભક્તિ વગેરે ખૂબ શ્રધ્ધા અને ભાવથી કરી પવિત્રતા, શુભ પુણ્ય, નિર્જરા, સદ્ગતિ અને અંતે શિવગતિ આદિ આત્મિક લાભ પામો એ શુભેચ્છા...... 卐 卐 卐 卐 ૪ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨. સંયમ સંકલ્પથી પ્લેગ નાશ મુંબઈમાં ધારશીભાઈ રહેતા હતા. એક વાર પ્લેગ (મરકી)નો રોગ મુંબઇમાં ફાટી નીકળ્યો. આ ધારશીભાઈના માતા-પિતા તથા બહેનને પણ પ્લેગની ગાંઠ થઈ. થોડા વખતમાં ત્રણે મૃત્યુ પામ્યાં. બધાં લોકોની જેમ ધારશીભાઈ ખૂબ ટેન્શનમાં હતાં. હવે મારું મોત નક્કી છે. શું કરું? ગાંઠ તો તેમને પણ થઈ હતી. એ અરસામાં એમના પુણ્યોદયે એક કલ્યાણમિત્રે તેમને કહ્યું, “ધારશી! જ્ઞાનીઓ માનવભવમાં શ્રેષ્ઠ વસ્તુ સંયમને બતાવે છે. તારું મૃત્યુ તને નજીક લાગે છે. પરંતુ સમયનો અભુત પ્રભાવ હોવાથી સંયમના સંકલ્પનો પણ મહાન પ્રભાવ છે. તેથી તે સંકલ્પ કર કે ગાંઠ મટે તો ચારિત્ર લેવું !” હળુકર્મી ધારશીભાઈને વાત સાચી લાગી. ખરેખર તેમણે સંકલ્પ કર્યો ! માત્ર બે દિવસમાં ગાંઠ રુઝાઈ ગઈ !!! પછી તો પ્લેગ સંપૂર્ણ મટી ગયો !! જેમ શાસ્ત્રોમાં અનાથી મુનીનો અસાધ્ય રોગ સંયમ પ્રતિજ્ઞાથી મટી ગયો એમ આમણે કલિકાળમાં પણ સંયમનો સાક્ષાત્ પ્રભાવ જોયો !! પછી તો ચારિત્ર લીધું. નામ ચારિત્રવિજય પડયું. આ ચારિત્રવિજયજીએ ખુશ થયેલા રાજા પાસેથી જમીન માંગી “શ્રી યશોવિજય જૈન ગુરૂકુળ” સ્થાપ્યું. તમે પણ ચારિત્રનો અભિગ્રહ લો અથવા સંકલ્પ કરો કે ભાવના ભાવો. છેવટે યથાશક્તિ શ્રાવકના આચારો પાળતાં હું ઊંચું શ્રાવકપણે પાળે એવી ભાવના કરો. એના પણ ઘણાં સુંદર ફળ છે. F T F [૫] F T F. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩. નૂતન વર્ષે અભિનંદન નવા વર્ષનાં નવલા પ્રભાતે એક મહાન જૈનની સાધના વાંચો. નૂતન વર્ષે સર્વે ઇચ્છે છે કે આજનો દિવસ અને આ વર્ષ સુખશાંતિમાં વીતો. આ સુશ્રાવિકાએ બેસતા વર્ષે જે એવું શ્રેષ્ઠ કાર્ય કર્યું કે તેણે માત્ર એક જ વર્ષ નહીં, એક ભવ નહી, પણ ભવોભવ દિવ્ય શાંતિ અને સુખનું રિઝર્વેશન કરાવી લીધું !!! આ શ્રાવિકાએ મરતાં જે સમાધિ સાધી તે જાણવા ને પામવા જેવી ઘટના છે. એ ધર્મિષ્ઠાબહેન ૨૦૫૪ ના બેસતા વર્ષે સ્વર્ગવાસી બન્યા. પાલીતાણામાં માંગલિક શ્રવણ, પૂજા આદિ આરાધના કરી એ સપરિવાર સ્વગામ જવા નીકળ્યાં. ધંધુકા પાસે ગાડી વૃક્ષ સાથે ટકરાતાં એકસીડન્ટમાં તેમના બે સંતાન તો તરતજ મૃત્યુ પામ્યા. બે જણને ખૂબ વાગ્યું. ધર્મિષ્ઠાબહેનને પણ વાગ્યું. પણ બહારથી ખાસ માર લાગતો ન હતો. જો કે અંદર મૂઢ માર ઘણો હતો, તેથી તેમનું પણ થોડા સમયમાં મોત થયું.) છતાં પતિએ તેમને પૂછયું કે “શું થાય છે ?” તો તેમણે કહ્યું કે “ખાસ તફલીફ નથી. મને નવકાર, નવસ્મરણ સંભળાવો!” - આ શ્રાવિકાની આત્મહિતચિંતા ગજબની હશે. કારણકે એમના સંજોગો વિચારવા જેવા છે. સાથે પતિ અને પરિવાર છે. ભયંકર અકસ્માત થયો છે. આવા વખતે માણસને મારા સંતાનો વગેરેને વાગ્યું નથી ને? વગેરે ચિંતા થાય જ. આમના તો બે સંતાનો મર્યા અને E F [ ૬] F G H For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અન્ય બે જણને ખૂબ વાગ્યું અને બીજા બે બાળકો સાથે જ હતા. ત્યારે તો એ માતાને પોતાના સંતાનો અને પરિવારની ખૂબ ચિંતા હોય. પરંતુ એ શ્રાવિકાને ખ્યાલ આવી ગયો હશે કે મોત પાસે છે, તેથી સ્વઆરાધના માટે સાવધ થઈ ગયા ! કોઈ પણ ચિંતા ન કરતા પોતાને માત્ર નવકાર સંભળાવવાની જ વાતો કરે છે !!! આ બહેન પણ પુત્ર વત્સલ હતાં. ગાડીમાં પણ મૃત્યુને દિવસે પણ તે સંતાનોને નવી સ્તુતિ વગેરે ગોખાવતા હતાં ! આવી મમતામયી મા સમાધિ મૃત્યુ પામવા સતર્ક બની ગઈ. ઇજાગ્રસ્તોને ટ્રકમાં હોસ્પીટલમાં લઈ જતા હતાં. આ શ્રાવિકાને રસ્તામાં શ્વાસની તક્લીફ થઈ હતી. છતાં પતિએ શું થાય છે એમ પૂછતાં એ જવાબ ઉડાવી દઈ બહેને આગ્રહ કર્યો, “મને નવકાર સંભળાવો.” આનું કારણ છે. આ બહેને જીવતાં ઘર્મ આત્મસાત્ કરેલ ! ખૂબ ગુણીયલ હતી. બાળવયથી જ ધર્મઅભ્યાસ, તપ વગેરે કરવા માંડેલા ! શ્રાવિકાઓમાં, સગાસંબંધીઓમાં સર્વની આદરપાત્ર આ ધર્મિષ્ઠા બહેનના આખા જીવનમાં ધર્મ જ પ્રધાન હતો !!! આ શ્રાવિકા સંતાનોને, સંઘને સદા આરાધના કરાવતી રહેતી. પોતાના પતિની હોસ્પીટલમાં ચિકિત્સા માટે પધારેલ બધાં સાધુ, સાધ્વીની ખડે પગે સેવા કરતી. જો કે પોતે તત્ત્વવેત્તા હતી. મારા પ.પૂ. ગુરૂદેવ માટે આ બહેનને આતિશય આદર હતો! છતાં દરેક * F F [૭] F F Fા For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સમુદાયના સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ ભાવભક્તિથી કરતી હતી !! કદી કોઇની પણ નિંદા ન કરે !!! આ જ બાબત એ સિદ્ધ કરે છે કે આ શ્રાવિકાને મોક્ષની લગની હતી !! ફાલતુ બાબતોથી એ અલિપ્ત હતી ! આખા જીવનમાં આરાધેલા ઘર્મે જ એને મરતાં સમાધિ સમર્પી દીધી ! આપણે અનંતવાર મર્યા પણ મરતા સમાધિ એક વાર મળી નથી. તેથી જ જિનશાસને પણ જય વીયરાય વગેરેમાં સમાધિની પ્રાપ્તિ માટે ખૂબ ભાર આપ્યો છે. તે જૈનો ! તમે પણ સમાધિ મૃત્યુની મહત્તા સમજી જીવન ધર્મમય બનાવો. ધર્મિષ્ઠાબહેને રસ્તામાં જ ટ્રકમાં જ નવકારના શ્રવણ અને રટણ કરતાં કરતાં સદ્ગતિ સાધી લીધી ! તેમના પતિની પ્રસિદ્ધિથી દૂર રહેવાની ભાવનાથી નામ વગેરે બદલ્યાં છે. તે આત્મહિત ચાહકો ! જો તમને ઘર્મમાં ખરેખર શ્રધ્ધા છે તો આ એક જ ધ્યેય રાખો કે સમાધિ મૃત્યુ મળે માટે જીવન ભાવ ધર્મમય બનાવવું. હે ભવ્યો ! તમે સર્વત્ર સમાધિને સાધો એ એક માત્ર નૂતન વર્ષે અભિનંદન. ૪. ઇતર દેવ માનવાના નુકશાન વડોદરામાં એક ધર્મપ્રેમી સુશ્રાવિકા રહે છે. આપણે એમનું નામ કલ્પિતાબહેન રાખીયે. એ બીમાર હતાં. ઘરનાં દોરા-ધાગા કરવાનું કહેવા લાગ્યા. પરંતુ આ કલ્પિતાબહેન અન્ય દેવ-દેવી ન માનવાના પોતાના નિયમમાં મક્કમ રહ્યાં. કંટાળીને ઘરનાં વારંવાર કહેવા R E F [૮] E F Fા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ લાગ્યાં કે દોરા કર. મટી જશે. આ શ્રાવિકા પણ રોગથી કંટાળેલા. પરંતુ ધર્મમાં શ્રધ્ધા ઘણી તેથી દોરાની વાત ન માની. * ઘરના એક સભ્ય એક વાર કોઈ મુસલમાનનું મંત્રેલું પાણી લાવી પીવા કહ્યું. આ બહેને ના પાડી. ઘરનાં બધાંએ બહુ દબાણ કર્યું કે બધાને હેરાન કરે છે. તારે પીવું જ પડશે. અનિચ્છાએ એમને પીવું પડ્યું. જોવા જેવું એ છે કે જ્ઞાનીઓની વાતની અવગણના કરવાથી કેટલું નુકશાન થાય છે એ આ સત્ય ઘટના આપણને બતાવે છે ! આજના જૈનો પણ દુઃખથી છૂટવા ને સુખ મેળવવા ગમે તે ઉપાય કરવા દોડે છે. પણ તમારે એ દ્રઢ શ્રધ્ધા પેદા કરવા જેવી છે કે આપણું હિત તો જ્ઞાની કહે તેમ કરવામાં જ છે!! | દોરાનાં કડવા ફળ તમે જાણી લો. એ જ દિવસે મધરાતે એમની છાતી પર ખૂબ વજન લાગ્યું. જાણે કોઈ ચઢી બેઠું છે. સાથે જ તે મેલી દેવી માંસના લોચાની થાળી લાવી આ બહેનને બીવરાવવા લાગી. બહેન ખૂબ ડરી ગયાં. આગળની વાત એમના શબ્દમાં વાંચો. ' “મને લાગ્યું કે કદાચ કોઈ મુસ્લિમનું ભૂત હશે. ધર્મશ્રધ્ધા હોવાથી શ્રી મુનિસુવ્રતસ્વામિ ભગવાનનો જાપ શરૂ કર્યો. પછી જાપ ઝડપથી કરવા માંડી, કલાકે ઊંઘ આવી ગઈ. સવારે ઘરનાંને બધી વાત કરી. કોઈ માનવા તૈયાર નહીં. તું આ દવા ન કરવા ખોટા બહાનાં કાઢે છે, એમ ઘરનાં ઉપરથી ઠપકો આપવા લાગ્યાં. કર કા F [ ૯] E F F For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ બીજી રાત્રે પણ આવું જ બન્યું. હું તો ખૂબજ ગભરાઈ ગઈ. આમ રોજ રાત્રે થાય. કોઈ સાચું ન માને. મારે હવે શું કરવું ? આ ભયંકર દુઃખથી બચવા મેં સંકલ્પ કર્યો કે શ્રી મુનિસુવ્રતસ્વામીનો પાંચ હજારનો જાપ કરવો. ઘરનાં ગમે તેટલું દબાણ કરે તો પણ અન્ય દેવી-દેવતા ન માનવા એ નિયમ બરાબર પાળવો. આમ દ્રઢ મન કરી મંત્રેલું પાણી ફેંકી દીધું. બસ ત્યારથી આ બધી ઉપાધિ બંધ થઇ ગઈ. આ અનુભવથી મેં પાકો નિશ્ચય કર્યો કે કયારેય અન્ય દેવ માનવા નહીં.” આ સુશ્રાવિકા ખૂબ ધર્મશ્રધ્ધાળુ છે તેથી તેમનો નિર્ધાર એવો છે કે લીધેલા બાર વ્રત ખૂબ દ્રઢપણે પાળવા. તેમાં દોષ, અતિચાર ન લગાડવા. તેથી ઇતર દેવને કદી ન માનવા એ પાકો નિશ્ચય એમણે કર્યો. તમારે બધાએ પણ એ વિચારવું જોઈએ કે સર્વ જીવોના દિવ્ય સુખ અને શાંતિ માટે સદા તત્પર એવા તીર્થંકર ભગવાનમાં ઘણાને આજે દ્રઢ શ્રધ્ધા નથી અને ગુણરતિ, આચારહીન ફકીર વગેરેમાં વિશ્વાસ છે !! આ શું બુધ્ધિશાળીનું લક્ષણ છે ? હે સુજ્ઞ જૈનો ! દ્રઢ સંકલ્પ કરો કે ગમે તેવા દુઃખમાં કે સુખમાં સાચી શાંતિ તો અરિહંતના જાપ, ધ્યાન અને ધર્મ આરાધનાથી જ મળે. સર્વશ્રેષ્ઠ જૈન ધર્મનો પ્રભાવ ખરેખર અનંતો છે. કદાચ ભયંકર પાપોદયમાં બીજા મેલા દેવ વગેરેના કોઈ પ્રયોગો કરવા જ પડે તો પણ તારકદેવ તરીકે તો તીર્થંકરને જ દ્રઢપણે માનવા જોઈએ. ક 5 卐卐 ૧૦ சு For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૫. સુપ્રીમ સાધના આજના સપરમા (શ્રેષ્ઠ) સુપ્રીમ દિવસે એક શ્રાવકની સુપ્રીમ સાધના વાંચી જરૂર અનુમોદના ભાવથી કરી સુપ્રીમ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જો. જોધપુરના જોહરમલજી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ધર્મની ભાવના વધતી ગઈ. સંસારમાં સાધુના આંશિક આચારો પાળવા મન ઊલ્લસિત થયું. એક પૈસો પાસે રાખવાનો નહીં!!! વાહનનો ઉપયોગ લગભગ નહીં કરવાનો !! કપડાં ટૂંકા અને મેલાં પહેરવાના!માત્ર એક ટંક જ ભોજન કરવાનુ ! પછી તો એકાંતરે ઉપવાસ કરવા માંડયાં!! વાળનો લોચ કરાવતા!!! આવા વેશને કારણે કૂતરા ભસે. વર્ષમાં ૫-૭ વાર કરડી જાય. પરંતુ સારા કપડાં પહેરવાની ભાવિકોની સલાહ ન જ સ્વીકારી! આચારમાં પૂરા મક્કમ! અને છતાં કૂતરાને મારે તો નહીં જ, ભગાડે પણ નહી!! અને ક્યારેય કૂતરા પર ક્રોધ કર્યો નથી!!! આવા વેષને કારણે અજાણ્યા તેમને ચોર, ભિખારી માને. પરંતુ તેઓ તેના ઉપર પણ જરાય અપ્રીતિ ન કરે!!! આમની ઘણી બધી વાતો છે. માન્યમાં ન આવે એવી એમની ઘોર સાધના હતી! રમણલાલે પ્રબુદ્ધ જીવનમાં આમની સાધનાનો સુંદર ચિતાર આપ્યો છે. રમણલાલને એમનો પરિચય અને મળવાના પ્રસંગો બન્યા છે. આ જોહરમલે ઘણાં પરીષહો સહન કર્યાં. 卐 卐 卐 ૧ ૧ 5 For Personal & Private Use Only 5 45 Page #14 -------------------------------------------------------------------------- ________________ અપમાન રોજ-બરોજ હસતાં હસતાં સહ્યાં!! મચ્છરોના ડંખથી આતમાનેં એવો અભ્યસ્ત બનાવી દીધો કે સમતાથી ડંખ સહન કરે!! સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે આરાધના નિયમિત કરતા! સંસ્કૃત, પ્રાકૃતનો અભ્યાસ કર્યો. પૂજ્યશ્રી જંબૂવિજય મ.સા.ના આગમ સંશોધનના કામમાં આમણે ઘણી ભક્તિ કરી છે!! રાતના મૌન પાળે !! ૭૧ વર્ષે ન્યુમોનિયા થયા છતાં હોસ્પીટલમાં જવાની કે દવા લેવાની ચોખ્ખી ના પાડી દીધી!!! કેવી દેહ-નિસ્પૃહતા!! આવા એક સુપ્રીમ સાધક સમાધિથી સ્વર્ગમાં પહોંચી ગયા હશે!! હે મારા આત્મીયબંધુઓ! તમે આ વાંચી મહાન પ્રાચીન કવિની આટલી વાત સ્વીકારો. “દોહિલો માનવભવ લાધ્યો, તુમે કાંઇ કરીને સાધો.....” અર્થાત્ ગમે તેમ કરીને પણ આ દુર્લભ રૂડા ભવમાં થોડીઘણી પણ ધર્મસાધના કરી લો. ૬.ભક્તિપ્રભાવે માળામાં માંસ્થરતા વડોદરાના કલ્પિતાબહેન મારા સુપરિચિત છે. એમનો આ અનુભવ ધ્યાનથી વાંચી તમે બધાં પણ આ શ્રેષ્ઠ લાભ મેળવો. આ સુશ્રાવિકા નવકારવાળી ગણે. પણ ફાલતુ ઘણાં વિચારો આવે. તેમને ઘણી વાર થતું કે આ શાશ્વત સર્વશ્રેષ્ઠ મંત્રમાં તલ્લીનતા આવે તો કેવું સારું. એક વાર ભીલડીયાજી યાત્રાએ ગયાં. ત્યાં પ્રભુદર્શન કરતાં તેમને આનંદ આનંદ થઇ ગયો ! 卐卐 卐 ૧ ૨ 卐 For Personal & Private Use Only 卐 卐 Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂજા કરતાં કરતાં તો ઘણા વખતની અંતરની ઉત્કૃષ્ટ અભિલાષાને કારણે મનમાં જ શુભ ભાવ જાગ્યો અને પ્રભુને સાચા હૃદયથી પ્રાર્થના કરી, “હે સર્વજીવકલ્યાણકારી ! નવકારવાળી ધ્યાનથી ગણી શકું એટલું કરી આપ ! મારે બીજું કાંઈ જોઈતું નથી.”હે જૈનો ! જુઓ. સાચી ભાવના ખરેખર સફળ થાય છે, તેથી જ શ્રાધ્ધવિધિમાં પણ પૂર્વાચાર્યોએ શ્રાવકોને ધર્મના મનોરથ રોજ કરવાની વિધિ બતાવી છે. આ બહેનને ત્યારે માળા ગણતાં ખરેખર તલ્લીનતા આવી ગઈ ! ખુશ ખુશ થઈ ગયાં. આ શ્રાવિકા કહે છે કે ત્યારથી મને નવકારવાળીમાં સ્થિરતા પ્રાપ્ત થઈ છે. તે પુણ્યશાળિઓ! તમે પણ નવકારવાળી ગણતાં હશો. પણ ઘણાં બધાની ફરિયાદ છે કે નવકારવાળીમાં ખોટા વિચારો બહુ આવે છે. મારે તમને પૂછવું છે કે માળામાં વેઠ ઉતારો તો લાભ ઘણો ઓછો મળે ને ? તેથી તમને પણ આ મહેચ્છા હશે કે નવકારવાળી ખૂબ સારી રીતે ગણવી. તો આ સત્ય પ્રસંગથી નક્કી કરો કે તમે પણ શંખેશ્વર વગેરે તીર્થમાં જાઓ ત્યારે દિલથી ગદ્ગદ્ થઈ પ્રાર્થના કરો તથા રોજ પૂજા આદિ ભક્તિ પછી પ્રભુને હૈયાથી વિનવો કે દાદા! શાશ્વત મંત્ર મારાથી ખૂબ ભાવથી ગણાય એટલું કરી આપી સફળતા મળશે. અને અંતરની સાચી ભાવનાથી અશુભ કર્મોનો નાશ કરશે. અનંતા જીવોએ આ શાશ્વત મંત્રધ્યાનથી અપૂર્વ કલ્યાણ કર્યું છે. તમે આની ભાવપૂર્વક આરાધના કરો એ શુભાશિષ. E F G (૧ ૩] T F F For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૭. ધર્મપ્રભાવે મૃત્યુથી બચ્યા સંસ્કારી અને ખૂબ ધર્મિષ્ઠ એવા મારા પરિચિત સુશ્રાવકની નીચે આપેલો તેમના પુત્રનો સંપૂર્ણ સાચો પ્રસંગ વાંચી ધર્મના અચિંત્ય પ્રભાવમાં શ્રધ્ધા વધારો. એન્જિનિયરીંગની છેલ્લી પરીક્ષા આપી ૨૫-૬-૮ ૨ એ વિજય વિધ્યાનગરમાં સગાને મળવા ગયો. ત્યાંથી મિત્ર સાથે સ્કૂટર ઉપર ફરવા નીકળ્યો. રતે અકસ્માત થયો. સ્કૂટર અથડાયું. બંને પડયા. મિત્ર બચી ગયો. વિજયને માથામાં ભારે ઇજા થઈ. સાંભળી સગા પહોંચી ગયા. ખૂબ સીરીયસ જોઈ સ્થાનિક ડૉક્ટર પાસે પ્રાથમિક સારવાર કરાવી. લોહી અને લૂકોઝના બાટલા આપવા માંડયા. વડોદરા હોસ્પીટલમાં લઈ જવા સલાહ મળી. એબ્યુલન્સમાં S.S.G. હોસ્પિટલમાં લઈ ગયાં. ડૉક્ટરોએ તપાસી કહ્યું કે બ્રેઇનમાં મોટી કેક પડી છે. કાન પાસે હાડકું ભાંગવાથી લોહી વહેતું હતું. તેથી આખો ત્રાંસી થઈ ગઈ હતી. ડૉક્ટરોએ ૭૨ કલાકની મુદત આપી. સાથે જ કહી દીધું કે કોઈ આશય લાગતી નથી. બચે તો ૭૨ કલાક પછી ઓપરેશન કરવાની હૈયાધારણ આપી. વિજયના દાદા ઘણા ધર્મિષ્ઠ હતા. તેમના સંસ્કારોથી પરિવાર પણ ઘર્મી હતો. બધાએ ૩ દિવસ ખૂબ ધર્મ આરાધના કરી. સાંકળી આયંબિલ ઘરનાંએ શરૂ કર્યા. ઘર્મપ્રતાપે ૩ દિવસે વિજયે આંખ ખોલી!! બીજે દિવસે કાનનું ઓપરેશન કર્યું અને સફળ થયું. કય ક [૧૪] E F કપ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મગજ પર મારને લીધે વિજય બાળક જેવી ચેષ્ટા, વાતો કરતો હતો. ધર્મપ્રેમી પરિવારે ધર્મ કરવાનો ચાલુ રાખ્યો. ૮-૧૦ મહિને સંપૂર્ણ સારું થઇ ગયું. આજે ૨૦૦૦ની સાલમાં પણ તેને સંપૂર્ણ સારું છે. (નામ બદલ્યું છે.) હે જૈનો ! તમે પણ શ્રદ્ધા વધારી ગમે તેવી આફતમાં આયંબિલ આદિ આરાધનાનો દ્રઢ નિશ્ચય કરો, જેથી સર્વ વિઘ્ન જાય અને આત્મશાંતિ થાય '૮. ચોરને સુશ્રાવક બનાવ્યો દેરાસરમાં ભાવનગરમાં ૪૩ માં કળશ વગેરેની ચોરી થઈ. ટ્રસ્ટીઓએ હોશિયારી વાપરી ચોરને પકડ્યો. મીટીંગમાં પ્રમુખ જુઠાભાઈએ પૂછ્યું, “બોલો મહાનુભાવો! આ ચોરનું શું કરશું?” ઘણાંએ સુચનો કર્યા કે પોલીસમાં ફરિયાદ કરો. આવાઓને સીધા કરવા. ફરી કોઈ ચોરી ન કરે. ધર્મપ્રેમી પ્રમુખશ્રીએ કહ્યું, “મારી વાત વિચારો. ચોરી જૈન યુવાને કરી છે. જેનો તન,મન,ધનથી ખૂબ ભક્તિ કરે. એ કદી દેરાસરમાં ચોરી કરે ? ન બને. તમે સંમતિ આપો તો આપણે આની તપાસ કરીએ. આપણી ફરજ છે કે બધાં જૈનની ભક્તિ કરવી. કોઈને પણ ખોટી રીતે દુઃખ ન આપવું. અને કદાચ ઉન્માર્ગે ગયો હોય તો પણ એને સન્માર્ગે લાવવો! આપણા સંતાનો ભૂલ કરે તો ચોકીએ લઈ જઈએ ?” - ટ્રસ્ટીઓ બધાં આ વાતમાં સંમત થયા. તેને બોલાવ્યો. પૂછતાં જ રડતાં રડતાં તે બોલ્યો, “હું ખૂબ F E F [૧૫] કર For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ચિંતાતુર હતો. પત્ની છ માસથી બીમાર હતી. બાળકો નાના હતાં. તેથી નોકરીમાં ક્યારેક મોડું થતું. શેઠે કાઢી મૂક્યો. પત્નીની દવા, ભુખ્યા બાળકોની રડારોડ આ બધી મુંઝવણોમાં કોઈ ઉપાય સૂઝતો ન હતો. ન છૂટકે ચોરી કરવી પડી, જૈન છતાં મેં ભયંકર પાપ કર્યું છે. મને સજા કરાવો. પણ મારી પત્ની અને છોકરાં નિર્દોષ છે. એમના માટે કાંઈક કરજો....” બધાં ટ્રસ્ટી સમજી ગયાં કે અતિ દુઃખમાં માણસ ગમે તે કામ કરી બેસે. છતાં ખાતરી કરવા પાકી તપાસ કરાવી. વાત તદ્દન સત્ય હતી. જુઠાભાઇએ પૂછ્યું,“આ જૈનનું શું કરવું છે ?” એક ટ્રસ્ટીએ કહ્યું કે,“આના પાપમાં આપણે પણ જવાબદાર છીએ. સંઘના જૈનોને દુ:ખ આવે તો આપણે પણ સહાય કરવી જોઈએ.” વિચારણા કરીને ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે આના ઘરે તાત્કાલીક દવા અને બે માસનું અનાજ પહોંચાડીએ. અને નોકરી અપાવવી જેથી કાયમ માટે એનું દુઃખ દૂર થાય. આજે એના પુત્રો સુખી છે. આ વાત યાદ કરીને કહે છે, “શ્રી સંઘના અમે અત્યંત ૠણી છીએ!! જૈનત્વના પ્રેમી ટ્રસ્ટીઓએ અમને જેલને બદલે મહેલ આપ્યો!!! એમના રૂડા પ્રતાપે આજે અમે ખૂબ સુખી છીએ! સંધનો ઉપકાર અમારા વંશવારસોને સદા યાદ રહેશે !” હે જૈનો ! તમે જૈનપણાનું મહત્ત્વ સમજી સાધર્મિકોની સર્વ રીતે ભકિત કરી સ્વપરહિત સાધો એ મંગલ કામના. આદર્શ પ્રસંગો ભાગ ૭ સંપૂ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ (અને અંતે * હે વાચક, પુસ્તક ગમ્યું ? * તો આમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા સંકલ્પ કરી યોજનાબદ્ધ પુરૂષાર્થ કરવા જેવો છે. તો સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા જોઈએ. * તો આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ લાભ થશે. ક મિત્રો, સ્વજનો, પડોશીઓ વગેરે પ-૨૫ ને ભેટ આપવાથી તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે ! આ શુભ પ્રસંગો વાંરવાર આવતા હોય છે. ક્યારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાંને લાભ થયો પણ છે. 'ગામે-ગામ ઘરે-ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના,અનુમોદનાની પ્રેરણા મળશે.તમને અલ્પ ઘનથી પરોપકારનું અમાપ પુણ્ય મળશે. * પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ પુસ્તક ભાગ ૧ થી ૬, ૫૦૦૦ કોપી સાથે પ્રગટ થાય છે. * પહેલા ભાગની ૬ વર્ષમાં ૧૦ આવૃત્તિ અને બાકીના ભાગની પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે. (આની કુલ ૧,૩૩,૭૦૦ નકલો પ્રગટ થઈ છે.) * સધળા ભાગ વાંચો,વંચાવો,વસાવો,વિચારો,વહેંચો * ભાગ ૧ થી ૪ કન્સેશનથી રૂા.૩.૫૦/- માં અને * ભાગ ૫ કન્સેશનથી રૂા.૧.૫૦/-માં અને ભાગ ૬ રૂ. ૨/ માં મળશે. * આવા પ્રેરક સત્ય પ્રસંગો મને માકલી આપો. * ભાગ-૮ પ્રાય: કારતક માસમાં પ્રગટ થશે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ * ? દલ હા મોટા મોટા માથાઓને પણ એકાંતે અસાર આ સંસારમાં અવાર નવાર અવનવી - આફતો આવ્યા જ કરે છે. છે. આપત્તિઓ પાપથી જ આવે છે. વિપત્તિઓથી બચવા અને સાચા સુખો મેળવવા પાપ ઘટાડી ધર્મ વધારવો જોઈએ. હે જૈનો ! તમે ધર્મપ્રેમી છો, છતાં આ કલિકાળમાં સર્વત્ર પ્રસરેલા પાપ અને સ્વાર્થના વાતાવરણથી તમે પણ ઓછા વત્તા ખરડાયા હશો. આ ભયંકર દોષો તમારું ભયંકર અહિત કરશે. કોઈ પણ રીતે એનાથી બચવું જરૂરી છે. હે પુણ્યશાળીઓ ! આજીવિકા આદિ અનેકવિધ ચિંતાઓમાં ફસાયેલા તમને આ માનવભવને સફળ કરવા ધર્મ વધારવાની અને પાપ ઘટાડવાની ભાવના પણ ઘણી વાર થતી હશે. આ શ્રેષ્ઠ ભાવના પૂર્ણ કરવાનો સુંદર ઉપાય આમાંના પ્રસંગો એકાગ્રતાથી વાંચવા એ પણ છે. ગુલાબ જેવા મઘમઘતા આ સત્ય પ્રસંગો વર્તમાનકાળના હોવાથી ખૂબ પ્રેરક છે. અમાસની અંધારી રાત્રે આહલાદક પ્રકાશ રેલાવતા ટમટમતા તારલા ને... - . A . 8.1 [-) પવિત્ર પ્રસંગો તમને Serving JinShasan અનુમોદનાનું પુણ્યાનુ આત્મહિત કરવા સમર્થ બ વા પ્રસંગોમાંથી . 125532 શીઘ કરશો. SO - ન , વિ જન ) C) GOD GO) 0 SHIVANGEE ENTERPRISES - 8775770 gyanmandir@kobatirth.org મા cubationem