________________
મગજ પર મારને લીધે વિજય બાળક જેવી ચેષ્ટા, વાતો કરતો હતો.
ધર્મપ્રેમી પરિવારે ધર્મ કરવાનો ચાલુ રાખ્યો. ૮-૧૦ મહિને સંપૂર્ણ સારું થઇ ગયું. આજે ૨૦૦૦ની સાલમાં પણ તેને સંપૂર્ણ સારું છે. (નામ બદલ્યું છે.)
હે જૈનો ! તમે પણ શ્રદ્ધા વધારી ગમે તેવી આફતમાં આયંબિલ આદિ આરાધનાનો દ્રઢ નિશ્ચય કરો, જેથી સર્વ વિઘ્ન જાય અને આત્મશાંતિ થાય
'૮. ચોરને સુશ્રાવક બનાવ્યો
દેરાસરમાં ભાવનગરમાં ૪૩ માં કળશ વગેરેની ચોરી થઈ. ટ્રસ્ટીઓએ હોશિયારી વાપરી ચોરને પકડ્યો. મીટીંગમાં પ્રમુખ જુઠાભાઈએ પૂછ્યું, “બોલો મહાનુભાવો! આ ચોરનું શું કરશું?” ઘણાંએ સુચનો કર્યા કે પોલીસમાં ફરિયાદ કરો. આવાઓને સીધા કરવા. ફરી કોઈ ચોરી ન કરે. ધર્મપ્રેમી પ્રમુખશ્રીએ કહ્યું, “મારી વાત વિચારો. ચોરી જૈન યુવાને કરી છે. જેનો તન,મન,ધનથી ખૂબ ભક્તિ કરે. એ કદી દેરાસરમાં ચોરી કરે ? ન બને. તમે સંમતિ આપો તો આપણે આની તપાસ કરીએ. આપણી ફરજ છે કે બધાં જૈનની ભક્તિ કરવી. કોઈને પણ ખોટી રીતે દુઃખ ન આપવું. અને કદાચ ઉન્માર્ગે ગયો હોય તો પણ એને સન્માર્ગે લાવવો! આપણા સંતાનો ભૂલ કરે તો ચોકીએ લઈ જઈએ ?”
- ટ્રસ્ટીઓ બધાં આ વાતમાં સંમત થયા. તેને બોલાવ્યો. પૂછતાં જ રડતાં રડતાં તે બોલ્યો, “હું ખૂબ F E F [૧૫] કર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org