________________
પૂજા કરતાં કરતાં તો ઘણા વખતની અંતરની ઉત્કૃષ્ટ અભિલાષાને કારણે મનમાં જ શુભ ભાવ જાગ્યો અને પ્રભુને સાચા હૃદયથી પ્રાર્થના કરી, “હે સર્વજીવકલ્યાણકારી ! નવકારવાળી ધ્યાનથી ગણી શકું એટલું કરી આપ ! મારે બીજું કાંઈ જોઈતું નથી.”હે જૈનો ! જુઓ. સાચી ભાવના ખરેખર સફળ થાય છે, તેથી જ શ્રાધ્ધવિધિમાં પણ પૂર્વાચાર્યોએ શ્રાવકોને ધર્મના મનોરથ રોજ કરવાની વિધિ બતાવી છે. આ બહેનને ત્યારે માળા ગણતાં ખરેખર તલ્લીનતા આવી ગઈ ! ખુશ ખુશ થઈ ગયાં.
આ શ્રાવિકા કહે છે કે ત્યારથી મને નવકારવાળીમાં સ્થિરતા પ્રાપ્ત થઈ છે. તે પુણ્યશાળિઓ! તમે પણ નવકારવાળી ગણતાં હશો. પણ ઘણાં બધાની ફરિયાદ છે કે નવકારવાળીમાં ખોટા વિચારો બહુ આવે છે. મારે તમને પૂછવું છે કે માળામાં વેઠ ઉતારો તો લાભ ઘણો ઓછો મળે ને ? તેથી તમને પણ આ મહેચ્છા હશે કે નવકારવાળી ખૂબ સારી રીતે ગણવી. તો આ સત્ય પ્રસંગથી નક્કી કરો કે તમે પણ શંખેશ્વર વગેરે તીર્થમાં જાઓ ત્યારે દિલથી ગદ્ગદ્ થઈ પ્રાર્થના કરો તથા રોજ પૂજા આદિ ભક્તિ પછી પ્રભુને હૈયાથી વિનવો કે દાદા! શાશ્વત મંત્ર મારાથી ખૂબ ભાવથી ગણાય એટલું કરી આપી સફળતા મળશે. અને અંતરની સાચી ભાવનાથી અશુભ કર્મોનો નાશ કરશે. અનંતા જીવોએ આ શાશ્વત મંત્રધ્યાનથી અપૂર્વ કલ્યાણ કર્યું છે. તમે આની ભાવપૂર્વક આરાધના કરો એ શુભાશિષ. E F G (૧ ૩] T F F
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org