Book Title: Jain Adarsh Prasango Part 07 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 6
________________ છે, તો અહીં ભરતક્ષેત્રમાં પ્રવર્તે તેમાં શું આશ્ચર્ય ! આ શ્રાવિકા રોજ ઊઠી શ્રી સીમંધર ભગવાનનું ચૈત્યવંદન ભાવથી કરતાં હતાં. પછી જ બધા કામ કરે. આમ શ્રધ્ધા ભક્તિવાળા ધર્મીને તરત લાભ થાય એમાં શી નવાઈ ! સીમંધર ભગવાનનો પ્રભાવ અહીં પણ પહોંચે જ છે, એ શ્રધ્ધા રાખો. ચાતુર્માસમાં આ શ્રાવિકાની આરાધના અને ભક્તિ જોઈ હતી. (નામ બદલ્યાં છે.) આ સત્ય પ્રસંગ જાણ્યા પછી મેં પણ વિચાર્યું કે સવારે શ્રી સીમંધરસ્વામી ભગવાનનું ચૈત્યવંદન ખૂબ જ ભાવથી કરી આત્મહિત સાધવું. મારી એક વાત ખૂબ વિચારો. શ્રી સીમંધરસ્વામીનો અહીં આજે પણ ઘણો પ્રભાવ છે ! તેથી પૂર્વાચાર્ય ભગવંતોએ ધર્મી જીવોના હિત માટે સવારે પ્રતિક્રમણમાં જ સીમંધર ભગવાનનું ચૈત્યવંદન ગોઠવ્યું. તમે પ્રતિક્રમણ કરનારા આ ચૈત્યવંદનમાં વેઠ ન ઉતારતા ગદ્ગદ્ થઈ સામે ભગવાન બીરાજે છે એમ કલ્પના કરી ખૂબ ભાવથી ચૈત્યવંદન કરો. પ્રતિક્રમણ ન કરનારા પણ પાંચ મિનિટ આ ચૈત્યવંદન ભાવથી કરી વિશિષ્ટ લાભ મેળવો એ અંતરની અભિલાષા. હે જૈનો ! તમે પણ આ વિચરતા સાક્ષાત્ શ્રી સીમંધર ભગવાનની ભક્તિ વગેરે ખૂબ શ્રધ્ધા અને ભાવથી કરી પવિત્રતા, શુભ પુણ્ય, નિર્જરા, સદ્ગતિ અને અંતે શિવગતિ આદિ આત્મિક લાભ પામો એ શુભેચ્છા...... 卐 卐 Jain Education International 卐 卐 ૪ For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20