Book Title: Jain Adarsh Prasango Part 07
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 9
________________ અન્ય બે જણને ખૂબ વાગ્યું અને બીજા બે બાળકો સાથે જ હતા. ત્યારે તો એ માતાને પોતાના સંતાનો અને પરિવારની ખૂબ ચિંતા હોય. પરંતુ એ શ્રાવિકાને ખ્યાલ આવી ગયો હશે કે મોત પાસે છે, તેથી સ્વઆરાધના માટે સાવધ થઈ ગયા ! કોઈ પણ ચિંતા ન કરતા પોતાને માત્ર નવકાર સંભળાવવાની જ વાતો કરે છે !!! આ બહેન પણ પુત્ર વત્સલ હતાં. ગાડીમાં પણ મૃત્યુને દિવસે પણ તે સંતાનોને નવી સ્તુતિ વગેરે ગોખાવતા હતાં ! આવી મમતામયી મા સમાધિ મૃત્યુ પામવા સતર્ક બની ગઈ. ઇજાગ્રસ્તોને ટ્રકમાં હોસ્પીટલમાં લઈ જતા હતાં. આ શ્રાવિકાને રસ્તામાં શ્વાસની તક્લીફ થઈ હતી. છતાં પતિએ શું થાય છે એમ પૂછતાં એ જવાબ ઉડાવી દઈ બહેને આગ્રહ કર્યો, “મને નવકાર સંભળાવો.” આનું કારણ છે. આ બહેને જીવતાં ઘર્મ આત્મસાત્ કરેલ ! ખૂબ ગુણીયલ હતી. બાળવયથી જ ધર્મઅભ્યાસ, તપ વગેરે કરવા માંડેલા ! શ્રાવિકાઓમાં, સગાસંબંધીઓમાં સર્વની આદરપાત્ર આ ધર્મિષ્ઠા બહેનના આખા જીવનમાં ધર્મ જ પ્રધાન હતો !!! આ શ્રાવિકા સંતાનોને, સંઘને સદા આરાધના કરાવતી રહેતી. પોતાના પતિની હોસ્પીટલમાં ચિકિત્સા માટે પધારેલ બધાં સાધુ, સાધ્વીની ખડે પગે સેવા કરતી. જો કે પોતે તત્ત્વવેત્તા હતી. મારા પ.પૂ. ગુરૂદેવ માટે આ બહેનને આતિશય આદર હતો! છતાં દરેક * F F [૭] F F Fા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20