Book Title: Jain Adarsh Prasango Part 07
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 12
________________ બીજી રાત્રે પણ આવું જ બન્યું. હું તો ખૂબજ ગભરાઈ ગઈ. આમ રોજ રાત્રે થાય. કોઈ સાચું ન માને. મારે હવે શું કરવું ? આ ભયંકર દુઃખથી બચવા મેં સંકલ્પ કર્યો કે શ્રી મુનિસુવ્રતસ્વામીનો પાંચ હજારનો જાપ કરવો. ઘરનાં ગમે તેટલું દબાણ કરે તો પણ અન્ય દેવી-દેવતા ન માનવા એ નિયમ બરાબર પાળવો. આમ દ્રઢ મન કરી મંત્રેલું પાણી ફેંકી દીધું. બસ ત્યારથી આ બધી ઉપાધિ બંધ થઇ ગઈ. આ અનુભવથી મેં પાકો નિશ્ચય કર્યો કે કયારેય અન્ય દેવ માનવા નહીં.” આ સુશ્રાવિકા ખૂબ ધર્મશ્રધ્ધાળુ છે તેથી તેમનો નિર્ધાર એવો છે કે લીધેલા બાર વ્રત ખૂબ દ્રઢપણે પાળવા. તેમાં દોષ, અતિચાર ન લગાડવા. તેથી ઇતર દેવને કદી ન માનવા એ પાકો નિશ્ચય એમણે કર્યો. તમારે બધાએ પણ એ વિચારવું જોઈએ કે સર્વ જીવોના દિવ્ય સુખ અને શાંતિ માટે સદા તત્પર એવા તીર્થંકર ભગવાનમાં ઘણાને આજે દ્રઢ શ્રધ્ધા નથી અને ગુણરતિ, આચારહીન ફકીર વગેરેમાં વિશ્વાસ છે !! આ શું બુધ્ધિશાળીનું લક્ષણ છે ? હે સુજ્ઞ જૈનો ! દ્રઢ સંકલ્પ કરો કે ગમે તેવા દુઃખમાં કે સુખમાં સાચી શાંતિ તો અરિહંતના જાપ, ધ્યાન અને ધર્મ આરાધનાથી જ મળે. સર્વશ્રેષ્ઠ જૈન ધર્મનો પ્રભાવ ખરેખર અનંતો છે. કદાચ ભયંકર પાપોદયમાં બીજા મેલા દેવ વગેરેના કોઈ પ્રયોગો કરવા જ પડે તો પણ તારકદેવ તરીકે તો તીર્થંકરને જ દ્રઢપણે માનવા જોઈએ. ક 5 卐卐 Jain Education International ૧૦ சு For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20