Book Title: Jain Adarsh Prasango Part 07
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 11
________________ લાગ્યાં કે દોરા કર. મટી જશે. આ શ્રાવિકા પણ રોગથી કંટાળેલા. પરંતુ ધર્મમાં શ્રધ્ધા ઘણી તેથી દોરાની વાત ન માની. * ઘરના એક સભ્ય એક વાર કોઈ મુસલમાનનું મંત્રેલું પાણી લાવી પીવા કહ્યું. આ બહેને ના પાડી. ઘરનાં બધાંએ બહુ દબાણ કર્યું કે બધાને હેરાન કરે છે. તારે પીવું જ પડશે. અનિચ્છાએ એમને પીવું પડ્યું. જોવા જેવું એ છે કે જ્ઞાનીઓની વાતની અવગણના કરવાથી કેટલું નુકશાન થાય છે એ આ સત્ય ઘટના આપણને બતાવે છે ! આજના જૈનો પણ દુઃખથી છૂટવા ને સુખ મેળવવા ગમે તે ઉપાય કરવા દોડે છે. પણ તમારે એ દ્રઢ શ્રધ્ધા પેદા કરવા જેવી છે કે આપણું હિત તો જ્ઞાની કહે તેમ કરવામાં જ છે!! | દોરાનાં કડવા ફળ તમે જાણી લો. એ જ દિવસે મધરાતે એમની છાતી પર ખૂબ વજન લાગ્યું. જાણે કોઈ ચઢી બેઠું છે. સાથે જ તે મેલી દેવી માંસના લોચાની થાળી લાવી આ બહેનને બીવરાવવા લાગી. બહેન ખૂબ ડરી ગયાં. આગળની વાત એમના શબ્દમાં વાંચો. ' “મને લાગ્યું કે કદાચ કોઈ મુસ્લિમનું ભૂત હશે. ધર્મશ્રધ્ધા હોવાથી શ્રી મુનિસુવ્રતસ્વામિ ભગવાનનો જાપ શરૂ કર્યો. પછી જાપ ઝડપથી કરવા માંડી, કલાકે ઊંઘ આવી ગઈ. સવારે ઘરનાંને બધી વાત કરી. કોઈ માનવા તૈયાર નહીં. તું આ દવા ન કરવા ખોટા બહાનાં કાઢે છે, એમ ઘરનાં ઉપરથી ઠપકો આપવા લાગ્યાં. કર કા F [ ૯] E F F Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20