Book Title: Jain Adarsh Prasango Part 07 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 7
________________ ૨. સંયમ સંકલ્પથી પ્લેગ નાશ મુંબઈમાં ધારશીભાઈ રહેતા હતા. એક વાર પ્લેગ (મરકી)નો રોગ મુંબઇમાં ફાટી નીકળ્યો. આ ધારશીભાઈના માતા-પિતા તથા બહેનને પણ પ્લેગની ગાંઠ થઈ. થોડા વખતમાં ત્રણે મૃત્યુ પામ્યાં. બધાં લોકોની જેમ ધારશીભાઈ ખૂબ ટેન્શનમાં હતાં. હવે મારું મોત નક્કી છે. શું કરું? ગાંઠ તો તેમને પણ થઈ હતી. એ અરસામાં એમના પુણ્યોદયે એક કલ્યાણમિત્રે તેમને કહ્યું, “ધારશી! જ્ઞાનીઓ માનવભવમાં શ્રેષ્ઠ વસ્તુ સંયમને બતાવે છે. તારું મૃત્યુ તને નજીક લાગે છે. પરંતુ સમયનો અભુત પ્રભાવ હોવાથી સંયમના સંકલ્પનો પણ મહાન પ્રભાવ છે. તેથી તે સંકલ્પ કર કે ગાંઠ મટે તો ચારિત્ર લેવું !” હળુકર્મી ધારશીભાઈને વાત સાચી લાગી. ખરેખર તેમણે સંકલ્પ કર્યો ! માત્ર બે દિવસમાં ગાંઠ રુઝાઈ ગઈ !!! પછી તો પ્લેગ સંપૂર્ણ મટી ગયો !! જેમ શાસ્ત્રોમાં અનાથી મુનીનો અસાધ્ય રોગ સંયમ પ્રતિજ્ઞાથી મટી ગયો એમ આમણે કલિકાળમાં પણ સંયમનો સાક્ષાત્ પ્રભાવ જોયો !! પછી તો ચારિત્ર લીધું. નામ ચારિત્રવિજય પડયું. આ ચારિત્રવિજયજીએ ખુશ થયેલા રાજા પાસેથી જમીન માંગી “શ્રી યશોવિજય જૈન ગુરૂકુળ” સ્થાપ્યું. તમે પણ ચારિત્રનો અભિગ્રહ લો અથવા સંકલ્પ કરો કે ભાવના ભાવો. છેવટે યથાશક્તિ શ્રાવકના આચારો પાળતાં હું ઊંચું શ્રાવકપણે પાળે એવી ભાવના કરો. એના પણ ઘણાં સુંદર ફળ છે. F T F [૫] F T F. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20