Book Title: Jain Adarsh Prasango Part 07
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 3
________________ ગુલાબ જેમ ફૂલોનો રાજા છે તેમ આ પ્રસંગો જૈનોમાં શ્રેષ્ઠ ધર્મ આરાધકોના છે. આ વાંચવાથી અદ્વિતીય આનંદ પેદા થાય છે. જેમ નાસ્તિકો પણ વ્યાખ્યાન વગેરેથી ધર્મી બને છે તેમ આ પ્રસંગો વાંચવાથી ઘણા જૈનો આરાધના કરતા થાય છે, આરાધના વધારે છે. જેમ નોરવેલ નોળિયાને સાપના વિષથી બચાવે છે તેમ આ પ્રસંગો વર્તમાન વિલાસી વાતાવરણના પાપોથી તમારા જેવા જૈનોને બચાવે છે. આવા આરાધકોની આરાધના કદાચ જીવનમાં લાવી ન શકાય તો પણ તમે અનુમોદના કરી પુણ્યનું ભાથુ તો જરૂર બાંધજો. આજે પ્રાયઃ દુનિયા સ્વાર્થ અને વિલાસ પાછળ આંધળી બની છે ત્યારે કેટલાક ભણેલા સુખી જીવો પણ તત્ત્વ જાણી સંયમ લઈ ખૂબ સુંદર પાળે છે. તેમ કેટલાક શ્રાવક-શ્રાવિકાઓ પણ પુરૂષાર્થ ફોરવી સુંદર ધર્મારાધનાઓ કરી આત્મકલ્યાણ સાધે છે તેવા વર્તમાનમાં બનેલા દ્રષ્ટાંતોનો આમાં સંગ્રહ ક્યોં છે. ક્રિકેટપ્રેમીઓ જેમ સચીનની બેટીંગ જોઇ પોતે ક્રિકેટ રમવા પ્રેરાય છે તેમ તમારા જેવા ધર્મપ્રેમીઓને આ પ્રંસગો વાંચી કાંઈક આરાધના કરવાની તમન્ના જાગશે. આ ધર્મારાધના તમને ભવોભવ સુખ શાંતિ આપશે. તેથી આ પુસ્તકો ખાસ વાંચી મનને કેળવી ધર્મ ખૂબ વધારો એ શુભાશિષ. આત્મસુખ માટે હે જૈનો ! તમારે આવુ વાંચન વધારી મનને શુભ ભાવનાથી ભાવિત કરવું ખૂબ જરૂરી છે. સજજનો પણ એટલે જ અશુભ નિમિત્તોથી દૂર રહી સત્સંગ, સુવાંચન કરે છે. આજના કલિકાળના શ્રાવકો પણ આવી શ્રેષ્ઠ આરાધના કરે છે એ વિચારી તમારે પણ યથાશક્તિ ધર્મ વધારવા જેવો છે. આ પુસ્તકોના ૭ ભાગમાં પૂજા, સામાયિક,દાન,શીલ,તપાદિ અનેક વિષયો પર ટૂંકા સુંદર પ્રસંગો છે જે વાંચી ઘણાંએ શ્રદ્ધા,આરાધના,અનુમોદના વગેરે પ્રાપ્ત કર્યા છે. તમને પણ ઘણો લાભ થશે. વાંચી, વંચાવી, શુભ પ્રસંગે પ્રભાવના કરી સ્વહિત સાધો એ જ મનોકામના. આજ સુધીમાં આ પુસ્તકોથી બાળકોથી માંડી વૃદ્ધ સહુને ખૂબ લાભ થયો છે. આ વાંચી તમે કેટલી આરાધના વધારી અને તેથી શું લાભ થયા તેમજ આવો કોઈ ચોક્કસ અનુભવ હોય તો ગોરેગાંવ પ્રાપ્તિસ્થાને લખશો. આના ૧ થી ૬ ભાગો નજીકમાં છપાવવાના છે. જ્ઞાનભક્તિની ઈચ્છાવાળા જે ૧પ૦૦ રૂા. આપણે તેનું સૌજન્યમાં ૧ ભાગમાં ૫ હજાર નકલોમાં નામ છપાશે. ભાવનાવાળાએ ગોરેગાંવાદિ પ્રાપ્તિસ્થાને સંપર્ક કરવો. ૧૯. શે 第 卐 筑 Jain Education International For Personal & Private Use Only 卐 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20