________________
સત્ય પ્રગટ કરતું ‘આગમ’ પુસ્તક એની જ માતૃભાષામાં મળી જાય તો.?? તો એના જીવનની રાહ બદલાઈ જતાં કદાચ ક્ષણ પણ ન લાગે.
આજે ઘણા એવા કિસ્સા બન્યાં છે, જેઓ મોજ મસ્તી માટે ફાઈવ સ્ટાર હોટલમાં રહેવા ગયા હોય અને થાક્યા પાક્યા ઊંઘ ન આવતી હોય એટલે રૂમમાં પડેલાં કુરાન કે બાઈબલ ના બે ચાર પાના વાંચ્યા હોય, આખી રાત ચિંતન-મનનમાં વિતાવ્યા હોય અને ત્યારબાદ બીજા દિવસની સવાર નવા વિચારો અને નવા સંકલ્પ સાથે શરૂ થઇ હોય અને જીવનના પથે યુ-ટર્ન લીધો હોય.
જૈન દર્શનના દરેક સિધ્ધાંતોમાં સત્ય અને તથ્ય છે, તર્ક સાથેનું સમાધાન છે, જે આજના લોજિક યુગના યંગસ્ટર્સને વધારે અસર કરે છે. તેમનામાં આ બધું જાણવાની જિજ્ઞાસા પણ છે, કૂતુહૂલતા પણ છે, બસ! જરૂર છે સાચી સમજ આપનાર માધ્યમની.!! જો મહાવીર એક મહાન વૈજ્ઞાનિક તરીકે પણ એમના પ્રેરણા મૂર્તિ બની જાય તો મહાવીર પ્રત્યે પ્રેમ, આદર અને અહોભાવ પ્રગટતા વાર ન લાગે. મહાવીર પ્રત્યે પ્રેમ જાગે તો મહાવીરના ગુણો અને મહાવીરના સિધ્ધાંતોના પ્રેમી બની જાય.!
આજે વિશ્વમાં એવા અનેક વિસ્તારો છે જે અનાર્ય છે, જ્યાં અજ્ઞાન અને અણસમજ છે. જો એ લોકોને પણ કોઈ માર્ગદર્શન, પથદર્શન મળી જાય તો તેઓ પણ હિંસા અને પાપથી બચી શકે.
જૈન ધર્મ અને વિજ્ઞાનમાં સમન્વય હોવાથી, જૈન ધર્મમાં તાર્કિક સમાધાન હોવાથી અને જૈન ધર્મ સર્વજ્ઞ અને ત્રિકાળજ્ઞાની તીર્થંકર પરમાત્માનું દર્શન હોવાથી એની સત્યતા સર્વને સહજ સ્વીકાર્ય થઈ જાય છે.
જે સ્વીકાર્ય હોય તેને આચરણીય બનતાં વાર ન લાગે. જૈન ધર્મને વિશ્વવ્યાપી બનાવવા, જૈન ધર્મ દ્વારા શાંતિ અને મૈત્રીભાવના સ્થાપ્વા પ્રબળ પુરુષાર્થની જરૂર છે.
આજે રાષ્ટ્ર સંત યુગ દિવાકર પૂજ્ય ગુરુદેવ શ્રી એ ‘જૈન આગમ મિશન’’ અંતર્ગત જૈન ધર્મના ઉપદેશ ગ્રંથ બત્રીસ આગમના ૩૬૦૦૦ પાનાને ઈંગ્લીશમાં અનુવાદ કરાવી વિશ્વની હર એક લાઈબ્રેરી સુધી પહોંચાડવા, મેગા જ્ઞાન અભિયાન શરૂ ર્યો છે, જેમાં અત્યારે દેશ-વિદેશના વિદ્વાનો, પંડિતો, શાસ્ત્રકારો, સંત-સતીજીઓ, ગુરુ ભક્તો અને ઉદારદિલા દાનેશ્વરીઓનો અદ્દભૂત સાથ અને સહયોગ પ્રાત થતાં એક આગમ અનુવાદનું કાર્ય પૂર્ણ થવા આવ્યું છે.
PEACE
2013 JAINA Convention
From
Kirit,Vasu, Vinay Sanjay, Pooja Anjali Tolia
161