________________
વાપરવાથી અનેક રોગોની ઉત્પતિ થાય છે, નિંદ્રા વધે છે, પિત્ત થાય છે, કામવાસના ઉત્પન્ન કરે છે, માટે તેને અભક્ષ્યમાં ગણેલ છે.
૧૫. તુચ્છફળ: ચણીબોર, પીળું, પિયું, ગુંદી, જાંબુ, સીતાફળ, વગેરેમાં ખાવું થોડું ને ફેંકી દેવાનું વધારે છે. જે ખાવાથી તૃપ્તિ થતી નથી, કે શકિત મળતી નથી તે તુચ્છફળ છે. માટે તે અભક્ષ્ય છે, અને વાપરવા નહીં.
૧૬. અજાણ્યા ફળ: જેનું નામ નથી જાણતા, તે બધા અજાણ્યા ફળમાં આવે. આ ફળો વાપરવાથી આત્મઘાત થાય છે, જેથી તેવા અજાણ્યા ફળ વાપરવાં નહીં.
૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧. ટેટા- ટેટીઓ : પાંચ ઉબર ફળો: ૧, ઉંબરો, ૨, કાળો ઉંબરો, ૩, વડના ટેટા, ૪, પીપળાના ટેટા, ૫.પ્લક્ષની ટેટી:
પાંચ ઉંબર ફળો છે જેમાં ઝીણાં ઝીણા અગણિત બીજો છે. આ જીવન નિર્વાહ માટે જરૂરી નથી. ફક્ત રોગોત્પાદક છે. જે વાપરવાથી દરેકમાં જીવો હોવાથી તેનો નાશ થાય છે. જેથી અભક્ષ્ય છે.
૨૨. અનંતકાય : એક શરીરમાં અનંત જીવો હોય તેને સાધારણ વનસ્પતિકાય, અનંતકાય જીવો અથવા બાદર નિગોદના જીવો કહેવાય છે. જેમાં નસો, સાંધા, ગાંઠા, તાંતણાં, રેસા દેખાય નહી જેના બે સરખા ભાગ થાય. જેને છેદીને વાવવાથી ફરીને ઉગે છે તે અનંતકાય જીવો કહેવાય. અનંતકાય જીવોમાં અનંત જીવો હોવાથી, તે નહીં ખાવાથી અનંતા જીવોને અભયદાન આપ્યાનું ફળ મળે છે. અનંતકાયના જીવો વાપરવાથી ભવાંતરમાં જીભ મળતી નથી અને અનંતકાળ રખડવું પડે છે. માટે તે અભક્ષ્ય છે અને તેનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે.
અનંતકાય આ પ્રમાણે છે: ભૂમિકંદ, લીલી હળદર, લીલો આદુ, સુરણ, વ્રજ, લીલો કચૂરો, શતાવરી વેલી, વિરાલી વેલી, કુવર પાઠું, થોર, ગળો, લસણ, કાંદા, પોંક, વાંસકારેલા, ગાજર, લુણી, લોક, ગરમર, કિસલય, ખીરસુઆ કંદ, થેગ, લીલી મોથ, લુણ વૃક્ષની છાલ, ખીલોડા, મૂળના પાંચ અંગો, બિલાડીના ટોપ, વત્થલાની ભાજી, અંકુરા ફૂટેલ કઠોળ, પાલકની ભાજી, સુઅરવલ્લી, કોમળ આમળી, બટેટા, રતાળુ, આમલી દરેક જાતના કુમળા ફળો.
આ રીતે ઉપર જણાવેલ બાવીસ અભક્ષ્ય ન ખાવાનો શાસ્ત્રમાં નિર્દેશ કરેલ છે. માટે આપણે જૈન ભાઈઓ અને બહેનોએ આ બાવીસ અભક્ષ્યનો જરૂરથી ત્યાગ કરવો જોઈએ. અને આનો ત્યાગ કરવાથી સમ્યકત્વ સન્મુખ જરૂરથી થવાય છે એમ જ્ઞાનીએ કહેલ છે.
FROM: SWADHYAY GROUP OF JAIN SOCIETY OF GREATER DETROIT
Jainism: The Global Impact
203